Tuesday, 5 May 2026

અડધી તો અંદર આવી ગઈ છે..!

 



ભાગ (4)

ઘોઘી પડોસમાં રહેતા ઘોઘાને ઘરે લપાતી છુપાતી પહોંચી ગઈ .

ઘોઘાના ઘર પાસે ઊભી રહી "ઘોઘીઇઇઈ... એ ઘોઘા અંદર આવું ...?"

ઘોઘો : "અડધી તો અંદર આવી ગઈ છે, હવે આખીયે આવી જા. બોલ શું બપોરે બપોરે આ ઉનાળાની ગરમીમાં ઉકળાટ લાવી છો કહે."

ઘોઘી : "અરે.....! તને કેમ ખબર પડી ?"

ઘોઘો : "બસ .. આવતા વેંત સવાલ ચાલુ એમ ને ?"

ઘોઘી : "ઘોઘા મને અચાનક એક વિચાર આવ્યો ને પછી એમાંથી એક સવાલ થયો, તો મને થયું કદાચ એ સવાલનો જવાબ તારી પાસેથી મળે તો મને ચેન પડે."

ઘોઘો : "કદાચ.., હં. બેચેન ...હંઅ.."

ઘોઘી : "ઘોઘા બા સૂતી હતી છુપાઈને આવી છું ખોટો વાતોમાં સમય ના બગાડ, હું મારે જે પૂછવું છે એ ભૂલી જાઉં એ પહેલા મારા સવાલનો જવાબ જલ્દી આપ .."

ઘોઘો : "નોકરીએ રાખી લે મને.... હું આમેય સાવ નવરો છું."

ઘોઘી : "મને પણ નહીં છોડે ? ચાલ મારે વધુ લપ નથી કરવી હું તને પૂછું એનો જવાબ આપ.!"

ઘોઘો : "બોલ લપરી .."

ઘોઘી વચ્ચે જ બોલી "ચૂપ ચૂપ ચૂપ ! મને બોલવા દે..."

ઘોઘો : "હું ક્યાં ચૂપ કરી શકું એમ હતો . બોલનારને... ચાલ હવે જલ્દી પૂછી જ નાખ."

ઘોઘી : "શું જે ઉચ્ચ ના હોય એ જ નીચ કહેવાય ?"

ઘોઘો : "ના જે ઉચ્ચ હોય એ પણ નીચ હોઈ શકે ."

ઘોઘી : "ઊંચ નીચની કોઈ ઓળખ કોઈ વ્યાખ્યા ?"

ઘોઘો : "નીચ તો કદાચ એની નીચલી કક્ષાના કામ થકી ઓળખાઈ જાય. પણ જે બાહ્ય રૂપે ઉચ્ચ દેખાતા હોય, પણ કામ નીચને પણ શરમાવે એવા કરતાં હોય."

ઘોઘી : "એને કેમ ઓળખવા ?"

ઘોઘો : "જો ઘોઘી તું ઓળખની વાત કરતી હોય તો, ઓળખ ઓળખમાંએ ફેર હોઈ શકે છે ! “એક વ્યક્તિની ઓળખ પણ અનેક હોઈ શકે.” આમ તો માણસ જાત પછી તે સ્ત્રી હોય કે પુરુષ કોણ ઉચ્ચ કોણ નીચ. ઓળખ કરવી સહેલી નથી. ક્યારેય કોઈ સહેલાઈથી ઓળખી ના શકાય ક્યારેક ”ઉપર ઉપરથી ઉચ્ચ દેખાતો કે દેખાતી" નીચ હોઈ શકે.” અને ક્યારેક “દેખાવે સાવ નીચ લાગતી વ્યક્તિ ઉચ્ચ પણ નીકળે.” અને ઘણા અપવાદ રૂપ તો ખરેખર ઉપરથી જેટલા સજ્જન લાગતાં હોય ભીતરથી પણ એટલા જ સજ્જન જ હોય, અને ઘણા ઉપરથી જ નીચ લાગતા હોય. અને એ હોય પણ નીચ જ.! સંપૂર્ણ ઓળખ ક્યારેય કોઈની થઈ ના શકે “ઉપરથી જુઓ કે પછી મૂળ સોતો ઉખાડો માણસ.""

ઘોઘી : "આતો પેલા . “અજ્ઞાની”ની રચ ..."

ઘોઘો વચ્ચે જ "મેં ક્યાં મારી કહી."

ઘોઘી : "તારું કેમનું ?"

ઘોઘો : "બસ તારા જેવું જ . મસ્તી બાદ કરતાં ."

ઘોઘી : "પણ છતાં કોઈ ઊંચ એવા નીચ માટે કોઈ ઉદાહરણ ?"

ઘોઘો : "ઘોઘી સાચું કહેજે તું મારી પરીક્ષા લેવા જ આવી છે ને ? અગર જો એવું જ હોય તો.! તું મને નાપાસ કરી દે..."

ઘોઘી : "ઘોઘા! એવું નથી યાર.... હું ઘોઘી તારી પરીક્ષા શું લઈ શકું ? આતો મને એમ થયું કે , આપણે પણ જરા.... આપણી જાતને હોશિયાર સાબિત કરીએ. તો , પ્રયાસ કરવામાં શું જાય છે.... બાકી તો તું મારી પાસે કે હું તારી પાસે વધુ શું અપેક્ષા રાખીએ હે ?"

ઘોઘો : "જો ઘોઘી મારી પાસે એવી હોશિયારી પણ નથી ! માટે તારા પ્રશ્નનો જવાબ મારે શોધવો પડે ! ક્યાં.? એ ના પૂછતી કહી દઉં છું.!"

ઘોઘી : "ઠીક છે...!"

ઘોઘો : "સાંભળ ઘોઘી હું જવાબ શોધું ત્યાં સુધી અગર જો તને જવાબ મળી જાય ... તો હું તને હોશિયાર લોકો સાથે ભેળવી દઈશ .... નહીં તો હું તો છું જ ને ! હવે જા તારી બા બોલાવે એ પહેલા ઘર ભેગી થા .. મારો પણ સમય પૂરો થઈ ગયો . હિસાબ પછી સમજી લેશું ......"

(ક્રમશ:)

https://www.facebook.com/share/1U48vVuAD1/



No comments:

Post a Comment