Thursday, 10 January 2013

"અનંત"ની રચનાઓ માંથી.......




હાં..!  પ્રિયે ઘણા આંસુ સાર્યા મે ખોટી જગ્યાએ .

અને અંતે એક ટીપું જે બચ્યું હતું....  

એ આખરે ....

સાચી જગ્યાએ.....  

એક પ્રેમાળ ખભા પર સરી પડ્યું ....


હાં પ્રિયે, એ આંસુ તારા ખભા પર ટપકી ગયું છે..
બસ હવેથી આ રુદન પણ મારૂ અટકી ગયું છે.

હું જોઈ રહ્યો હતો ફરી એક સુંદર સપનું જ.!
અને જોઈ રહો છું... કે, એ પણ છટકી રહ્યું છે.

મે માન્યું... બધા જ પ્રશ્નોનાં ઉતર મળી ગયા.
છતાં.!  એક પ્રશ્નાર્થ ચિહ્ન માથે લટકી રહ્યું છે.

હાં.!  હવે જ્યાં અટક્યો એજ મંઝિલ માનું છું.
અને એ છે જ.! એવું કેવળ મે જ નક્કી કર્યું છે.

બની સકે આ મારો ભ્રમ હોય. તોયે આનંદ છે.  
અને ત્યારથી જ ભટકતું આ મન અટકી ગયું છે.

હાં “અનંત” પ્રેમ તત્વ મારામાં હજુ જીવંત છે.  
એની સાબિતી એજ કે જીવન મારુ ટકી રહ્યું છે. 

હાં પ્રિયે એ આંસુ તારા ખભા પર ટપકી ગયું છે..
બસ હવેથી આ રુદન પણ  મારૂ અટકી ગયું છે.

"અનંત"



No comments:

Post a Comment