Thursday, 10 January 2013

"અનંત" ના એક જૂના તણખા માંથી...

તણખો ..........

એક નાનો અમથો તણખો પણ.....

ભડકો કરી શકે છે .

હકીકતમાં તો તણખો  એટલે .....

ભડકાનું જ નાનું "સુક્ષ્મ " સ્વરૂપ  .....

અને ભડકો એ તણખાનું મોટું "વિરાટ" સ્વરૂપ ....

હાં હવામાં ઊડતો તણખો હવાથી જ બુજાય જાય ....

પણ જો પાસે કઈ નરમ 'રૂ'  જેવુ આવી જાય ...

અને એ તણખાને સ્પર્શી જાય અને..અને...અને....

જો અને હવા મળી જાય તો...તો...તો....

એ ભળકો થઈ જાય .....

અને પછી બન્ને ભળ ભળ બળે....

અને એ હવા જો પ્રેમ તત્વની હોય....

તો બન્ને ને બળવું ગમે ...

પણ આ સમાજના  લોકો એને ઠારવા દોડે....

આગ નબળી હોય તો ઠરી જાય ... પણ ..પણ... પણ...

આગ જો ખરી હોય દ્રઢ હોય બળવાન હોય તો......

જો કોઈ એની બાજુમાં ચડે તો ઠારનાર પણ સળગી જાય ...

એની પડખે જે ચડે એ  પણ દાઝ્યા વિના ના જ રહે .....

એ તણખો એટલે હું ..

અને એ નરમ 'રૂ' એટલે તું ...

અને જે  દાઝે  એ ઈર્ષાળુ લોકો , આ સમાજ , આ સમાજના લોકો..

જે પ્રેમ અને સત્ય સમજી નથી સકતા  સ્વીકારી નથી સકતા.....

"અનંત" બસ એ દાઝે છે .

પ્રેમી  જ્યારે પરમ પ્રેમની આગમાં બળતા હોય ...

એમ એ એક બીજામાં ભળતા હોય ....

ત્યારે.... લોકો ઈર્ષા ની આગમાં. સળગતા હોય છે.  

તો એને સળગવા દે તું..!દાઝવા દેને એને ...!

આપણે તો બળીને , એક બીજામાં ભળી ને ,,,!

રાખ બનીને આ બ્રહ્માંડમાં વિખેરાઈ જવું છે.

ભસ્મ કણ થઈ . કણ કણમાં સમાઈ જવું છે ....    

"અનંત"



No comments:

Post a Comment