Wednesday, 6 February 2013

હું મૌન રહેવામાં પણ નિષ્ફળ રહ્યો ...

હું મૌન રહેવામાં પણ નિષ્ફળ રહ્યો ...

પ્રિયે.... 
મે  કાયમ ભૂલો જ કરી છે ...
હું કાયમ ભૂલો જ કરું છું..... 
આમ મારૂ ભાગ્ય હું જાતે જ લખું છું  
ક્યારેક ક્યારેક તો ભૂલોની હારમાળા સરજુ  છું .... 
અને પછી બસ ભોગવ્યા કરું છું...... 
ને પછી માફી પણ માંગુ છું. 
અને તું દયાળુ,  તું માયાળું... તું ભોળી .... 
મારા જેવા નકામા માણસ પર ... 
દયા ખાઈને માફી આપી પણ દે છે.....
થોડો સમય માટે સુધરેલો હું .... 
ભૂલકણો ફરી ભૂલો કરું છું...... 
હાં મે ફરી ભૂલ કરી.... 
એક નહીં અનેક કરી.... 
પણ હવે હું માફી નહીં માંગુ ... 
કેમકે તું દયાળુ છે... તું માયાળું છે.. તું ભોળી છે.... 
તેથી આપી દઇશ તુરંત માફી મને, અને હું ફરી ભૂલો કરીશ....
બસ તેથી જ હવે હું માફી નહીં માંગુ ....   
અને તું પણ મને માફ ના કરજે ... 
હાં મારી આ ભૂલોને  તું ભૂલમાં પણ માફ ના કરજે.... 
પણ...પણ...પણ...! 

તું જે પણ ચાહે સજા કરજે ....  
હવે ના તું મને ક્ષમા કરજે ..... 

હું “અનંત” જેવુ લખવાનો પ્રયાસ કરું છું ..

કોને ખબર લખાશે કે નહીં ...
લખાશે તો તને સમજાશે કે નહીં .....
અને સમજાશે તો.....???
લખું છું હું કે............
મારો અવાજ સાવ બોદો સાબિત થયો .....
તેથી તારા સુધી ના પહોંચી શક્યો ....
પણ તારો અવાજ ધાર દાર છે .....
તેથી મારી ભીતર ઉતરી ગયો .....
ગઈ કાલ સુધી જે સાવ પાસે જ સંભળાતો હતો...
આજે ભીતર એ તારો અવાજ પડઘાય છે.
પણ મને તો હજુય સાવ પાસે સંભળાય છે.   
મારૂ હ્રદય વિંધાય છે, મારુ ભીતર છેદાય છે.
ખન ખનતું હાસ્ય તારું હજુ ગુંજે છે કાનમાં .
ઈશ્વર કરે હું કદિ ના આવું ભાનમાં.....  
બસ આ જ સ્થિતિમાં આંખ કાયમ માટે મિચાય જાય ...
ને ફરી યુગો પછી જ્યારે મારી આંખો ખૂલે...
ત્યારે સામે તું હો અને મને તુજ તુ દેખાય ...
તું..  તું.. ને તું જ હો .....!      
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
લેખક ની જગ્યાએ,  
હું મારૂ નામ નહીં લખું........  

2 comments: