Wednesday, 6 February 2013

ખબર નૈ


ઘોઘો કશું જ બોલી નથી શકતો 
બસ ઘોઘીને વળગીને ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડે છે . 

ઘોઘી પણ રડે છે બન્ને ખૂબ રડે છે . 

(ક્રમશ ) 

હવે આગળ ......

ઘોઘી ઘોઘાને હળવેકથી બાકડા પર બેસાડી કહે છે. 

ઘોઘી:-હું હમણાં આવું હો તારી માટે પાણી લઈ આવું, 

ઘોઘી ઝાડ પાસે પડેલા માટલાં ભણી જવા પગ ઉપાડે છે ,પણ ઘોઘા ઘોઘીનો હાથ પકડી બેસી જવા કહે છે 

ઘોઘી ઘોઘાની બાજુ માં બેસી જાય છે ... 

ઘોઘી અતિ શાંત ,પ્રેમાળ સ્વરે ઘોઘાને  પૂછે છે કેમ 

પાણી નથી પીવું ઘોઘા ? 

ઘોઘો સાવ ધીમા સ્વરે કહે છે ... 

'ના...' 

ઘોઘી:- કેમ.? રોજ તો તને વાતે વાતે પાણી પીવું પડે છે ને આજે...?

ઘોઘો : બસ...આજે  એની જરૂર નથી...!

ઘોઘી મજાક કરતાં કહે છે કેમ ઘોઘા આજે આંસુથીજ તારી તરસ છીપાઈ ગઈ કે.. ? 

ઘોઘો :- એજ ઉદાસ સ્વરે ટૂંકમાં જ  બોલ્યો. 
'ના' તરસ વધી ગઈ ...' 

ઘોઘીએ  ઘોઘાના બંને ગાલ પોતાની હથેળીમાં લઈ ઘોઘાનો ચહેરો પોતા તરફ કરતાં કહ્યું. 

ઘોઘા આમ જો મારી સામે જો નીચું જોઈને વાત ના કર, મારી આંખમાં આંખ પરોવી વાત કર 

અને મને એ કહે કે સતત આનંદમાં રહેતો મજાક કરતો આજ તું સાવ જ અચાનક આમ ઉદાસ થઈ એકાંતમાં શા માટે ચાલ્યો આવે છે .?  

ઘોઘો  પોતાનો ચહેરો હળવેકથી ઘોઘીના ખોબામથી છોડાવી ફરી નીચું જોઈને કહ્યું. 

ઘોઘો :- ખબર નૈ ... ! 

ઘોઘી:- શું તને કોઈ યાદ આવે છે ...?

ઘોઘો :- ખબર નૈ...! 

ઘોઘી:- તો શું  કોઈ એવી વાત છે જે તું મને કહેવા નથી માગતો ... ?

ઘોઘો:- ખબર નૈ..!  

ઘોઘી મનોમન અકળાઈ ઊઠે છે, છતાં શાંત રહી ફરી ઘોઘા ને પૂછે છે. 

જો ઘોઘા તું મને કહેશે નહીં  તો મને કેમ ખબર પડશે.? ઘોઘા તારી આ ચૂપ મને કાંટાની જેય ચુભે છે. 
ઘોઘાને ખભેથી હલબલાવી ઘોઘી કહે છે 
ઘોઘા એ ઘોઘા કઈક તો બોલ.! 
ઘોઘો જરીક અમથું ઘોઘી સામે જોઈ ફરી ચુપચાપ નીચું જોઈ જાય છે. 

હવે ઘોઘીની આંખો ભીની થઈ જાય છે. 

કઈક તો બોલ ઘોઘા.... 

ઘોઘીના સ્વરમાં હ્રદયની ધ્રુજીરી વર્તાય છે.  

ઘોઘા આખરે તને તકલીફ શું છે..?

શું તું નથી ઈચ્છતો કે હું તારા દૂ:ખમાં ભાગીદાર બનુ ? 

ઘોઘો:- ખબર નૈ...! 

ઘોઘી :- ઘોઘા શું તું એમ ઈચ્છે છે કે હું ચાલી જાઉં તને અહીં એકલો છોડી ને .?

ઘોઘો:- ખબર નૈ ....! 

હવે ઘોઘી ગુસ્સે થાઈ જાય છે. 

આંખમાં આસું , હ્રદયમાં ધ્રૂજરી , સહિત ઘોઘી ઘોઘની આ હરકતથી એકદમ અકળાઈ ઉઠે છે ... 

અને ગૂસ્સા જ ઘોઘાને ઘાઘલાવી નાખે છે .. 

ઘોઘી:- શું ઘોઘા ખબર નૈ, ખબર નૈ , ખબર નૈ ની એક જ રટ  લગાવી બેઠો છે ..! 

અગર જો તું કાઇ વાત ના જ કરવા માંગતો હોય તો 

બેસ અહી એકલો હું જાઉં છું.! 

ઘોઘો ચૂપ જ રહે છે, ઘોઘીને કોઈજ જવાબ નથી આપતો... 

અને....  

આંખમાં ચોધાર આંસુ સાથે ઘોઘી પગ પછાડતી ચાલતી થઈ જાય છે. 

ઘોઘો એને જતી જોતો રહ્યો પણ રોકી નહીં ...! 

(ક્રમશ )

No comments:

Post a Comment