Thursday, 7 February 2013

“અનંત” ની રચનાઓમાથી... "અનંત" મહા સાગરને ......


અનંત”  મહા સાગરને હતી યુગોથી એક મીઠી વિરડીની તલાશ .. ..

હાં સાગર ખારો ખારો, આખા બ્રહ્માંડની ખારાશ જાણે પોતાનામાં સમેટી ને ખારો થઈ ગયેલો સાગર....

ઝંખતો હતો એક મીઠી વિરડી...

અને બસ એ ઝંખનાને લઈ એ સતત તપતો ......

દરિયો જાણે આંસુથી ભરીયો

વિરડીની યાદમાં કેટલો રડીયો

આસુંયે ખારા ને ખારા દરિયાના નીર....

આ દરિયો એટલે કે એક મસ્ત ફકીર....   

સતત તાપમાં તપતો અનંત સાગર....

અને એના આસું જાણે  ધગધગતા તાપમાં બાસ્પિભવન થઈ જતાં ...

બાસ્પિભવન થઈ ખૂબ ઊંચે આકાશે જતાં ને પછી વરસતા અનરાધાર .....

અને પછી અનંત મહા સાગર રાહ જોતો...

એની જ ખારાશથી ઉદભવેલી વરસાદી બુંદ બુંદ થી સર્જાયેલી એક મીઠી વિરડીની .....

સાગરને શ્રધ્ધા હતી એ આવશે .....

આમ તો ઘણી નદીઓ આવી સાગરને મળતી ....

એ તો સાગરના પાણીમાં ભળતા ખુદ ખારી ખારી થઈ જતી ....

અનંત મહા સાગરને રાહ હતી એ મીઠી વિરડીની....

જે એનામાં ભળીને પણ ખુદની મીઠાશ અકબંધ રાખે....

અને સાગરને પણ થોડીક અમથી મીઠાશ આપે .... 

એની બુંદ બુંદ સાગર જ્યારે જ્યારે ચાખે  ખુદની ખારાશ પણ ભૂલી જાય ...

અને બસ સાગરને થોડી રાહત થાય.....    

હાં એક મીઠી વિરડી અનંત મહાં સાગરને વર્ષોથી નિહાળતી હતી દૂર દૂરથી.....

અનંત મહા સાગરના, આનંદથી ઊછળતા મોજા....

અને એ જોઈ રહી હતી દૂર દૂરથી અનંત મહા સાગરની ભીતર થતો ખળભળાટ ....

હાં એ જોઈ રહી હતી. ખારા ખારા અનંત મહા સાગરને કદિક ભીતરની વેદનાથી ....

હાં ખારા ખારા અનંત મહાસાગર ની ભીતર અઢળક પીડા ,અઢળક વેદના હતી....

અને વિરડી એ પણ જોતી કે કદિક એ અનંત મહા સાગર ખડક સાથે માથા પછાડતો...

અને અંતે એક દિવસ અનંત સાગરના અશ્રુ બુંદથી સર્જાયેલી એ વિરડી સાગરને મળી ....

પણ હજુ સમય નહોતો પાક્યો સાગરમાં ભળી જવાનો... 

તેથી બસ દૂર થી નજીક રહી રોજ સાગરને મળતી એ મીઠી વિરડી ....

અનંત મહા સાગરનો  મિજાજને ક્યારે બદલે તેની આગાહી કોઈ કરી ના શકે ....   

ક્યારેક સાવ શાંત સંત તો , ક્યારેક બાળક માફક ઉછળ કૂદ કરે,

તો ક્યારેક વેદનાનો માર્યો ખડક સાથે માથા પછાડે ...

અને જો રૌદ્ર રૂપ ધારણ કરે તો સુનામી પણ સરજી દે....

સાગરનો સ્વભાવ ક્ષણે ક્ષણે બદલાતો પણ એના સ્વ્ભાવનું આમ ક્ષણે ક્ષણે  બદલવું...

એના ખુદના હાથમાં ના હતું........

એ છો' મહા સાગર હોય પણ આખરે તો એ માત્ર એક બુંદ છે....


में खारा खारा पानी हू , और तू हे मीठा जल ...
में सागर फिर भी प्यासा. मुज्मे सागर तू ना ढूँढ...  
बूंद बूंद इक सागर हे , सागर भी आखिर हे  एक बूंद .... 
"अनंत"महा सागरकी बस में भी हू इक छोटीसी बूंद.... 

સાગર એ પણ પ્રકૃતિના હાથનું માત્ર એક  રમકડું જ ....

પ્રકૃતિ જેમ રમાડે એમ રમે..... 


પ્રકૃતિ એટલે પરમ તત્ત્વ પરમ તત્ત્વ પાસે મહા સાગરનું પણ જોર ના ચાલે ....    પરમ તત્વ આગળ સાગર પણ એક બુંદ સમાન .. 

પ્રકૃતિ આસપાસના વાતાવરણમાં પરીવર્તન કરે એટલે મૌસમ બદલાય....

મૌસમ બદલાય એટલે દરિયાના વર્તનમાં પણ આપો આપ પરીવર્તન આવે બદલાવ આવે ...

બસ એના વિષે જો થોડી ઘણી પણ સાચી આગાહી કરવી હોય તો....

પ્રથમ આસપાસના વાતાવરણનો મૌસમનો અભ્યાસ કરવો પડે....

અને જો એ અભ્યાસ ના ફાવતો હોય તો આગાહી ના થઈ શકે અથવા થાય તો ખોટી પડે...   

આમ તો સાગર એટલે કદિ  સ્થિર ના રહી શકતું બાળક ........  

અને બાળકને સમજવું સૌથી અઘરું .....

બસ તું બાળકને સમજી ના શકી ......   

સાગર એટલે ક્ષણે ક્ષણે રૂપ બદલતો બહેરૂપિયો....  

ખારી ખારી જિંદગીની ખારાશમાં ઉછરેલો બાળક સમો “અનંત” મહા સાગર.....

ખારો ખરો થઈ ગયો .. આ દરિયો આંસુનો દરિયો થઈ ગયો.... 

બસ આ સ્થ્તિની ને લઈ સાગરની ભીતર એક ઝંખના જાગેલી .... 

બીજું કશું જ નહોતું માંગયું  એક મીઠી વિરડીની માત્ર બુંદ માગેલી... 

યુગોથી હતી જે મીઠી વિરડીની તલાસ .....

સાગર ઝંખે એ મીઠી વિરડી એનામાં ભળી જાય ...

અને જો એ શક્ય નહીં તો દૂર રહી , રહે સતત આસપાસ ....

બસ એ જરાક અમથી દૂર થાય ને સાગર ભીતર ભીતર ખળભળે .....

પછી સાગરને ખબર ના હોય એ શું બળબળે ....

મીઠી વિરડીને આટલું ના સમજાય.... ???

તો જ નવાઈ ....!   

સાગર મીઠી વિરડી પાસે બસ એટલુ જ ઝંખે ....   

ભળી ના શકાય તો કાઇ જ નહીં બસ તું કિનારે ખુલ્લા પગ રાખી ઊભી રે....

“અનંત” મહા સાગરના મોઝા લહેરારતા આવી તારા ચરણ ચૂમી લેશે .....  

હાં તું જેટલી મીઠાશ દેસે , એટલી જ સાગરની  ખારાશ ઓછી થશે....

ભળી ના શકાય તો બસ તું કિનારે ઊભી સાગરની લીલા જો ...!

"અનંત"














સાગર પણ દૂરથી સામે જ ઊભેલી જોયા કરશે તને...

નિરંતર અનિમેષ નયને....   

બસ આમ જ સમય પસાર કરીશું આપણે બન્ને ...??? 

હાં "અનંત"મહા સાગરમાં જો એક બીજામાં ભળવું શક્ય નહીં....  

તો આમ જ સમય પસાર કરીશું આપણે બન્ને....  

"અનંત" 

2 comments:

  1. જ્યારે હુઁ માં તું ભળે કે,તું માં હુઁ ભળુ
    બે ના રહિયે...એક થઈ ને વહિયે..
    અથવા તો સાથે સાથે,અલગ અલગ પણ લગોલગ..
    હુઁ હુઁ રહુ...તુ તુ રહે..આસપાસ
    હવે નક્કી આપડે કરવુ...સાથે રેહવુ કે સમાઈ જવું..

    ReplyDelete
  2. અરે પણ તું ક્યાં ગુમ થઈ ગઈ ...

    ReplyDelete