Sunday, 3 February 2013



બુરા જો  દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય. 
મૌન........................ 

ઘોઘી ઘોઘાને શોધતી શોધતી બગીચે પહોંચી. 


ઘોઘી બગીચાના બાંકડે નીચું માથું કરી બેઠો હતો.... 


ઘોઘી : હા...શ... આખરે ઘોઘો મળ્યો તો ખરો..... 

પણ આમ નીચી મુંડી કરી કેમ બેઠો હશે...???



ઘોઘી : ઘોઘા એ...ઘોઘા. ઘોઘી ઘોઘાના જવાબની રાહ જોયા વિના જ , 

એક પછી એક સવાલ પૂછયે રાખે છે . 


'ને ઘોઘો મૌન.....


(1)કેમ આજ કાલ તું મને જાણ કર્યા વિના આમ એકાંતમાં આવીને બેસી જાય છે


(2) શું મારાથી નારાજ છે


(3)શું મારા કીધે તને કોઈ તકલીફ થઈ છે


(4)તને ના ગમતું હોય તો કહી દે હું તને પરેશાન ના કરું.... ?

પણ તારું આ વર્તન મને પરેશાન કરે છે. 

ઘોઘો : મૌન ........ 


ઘોઘી : બોલ ઘોઘા બોલ કઈક તો બોલ મારો જીવ મુંજાય છે. 

ઘોઘો ઘોઘી સામે જોયા વિના નીચું જોઈને જ ઘોઘીના બધા જ પ્રશ્નોનાં સાવ ટૂંકમાં જવાબ આપે છે.

ઘોઘો : જવાબ આપે છે .  


(1) મને પણ જાણ નથી. 


(2) ના હું મારાથી જ નારાજ છું


(3) મને મારા સિવાય કોઈ જ તકલીફ ના આપી શકે . ((


(4) પરેશાન તું નથી કરતી.... . હું પહેલેથી જ છું.  

ઘોઘી : ભીની આંખે ઘોઘા તારું આ વર્તન મને અકળાવે છે.  તું આવું શા માટે કરે છે. ?






આખરે તને થયું છે શું ... ???

ઘોઘો : ઘોઘો હવે ઘોઘી સામે ક્ષણિક  જુવે છે. પાછો માથું નીચું કરી દે છે . ઘોઘાની આંખ પણ........ 

ઘોઘો : કબીર સાહેબની બે લાઇન બોલી ફરી મૌન........ 

બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,

જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય,


ઘોઘી પોતાની નાજુક  આંગળીથી ઘોઘાની હડપચી ઊંચી કરીને રડતાં રડતાં ઘોઘાને પૂછે છે . 


ઘોઘા એ ઘોઘા શું થયું છે તને મને નહીં કહે ...? આમ જો ઘોઘા મારી સામે તો જો ...!  ઘોઘાના બન્ને 


બાવડા પકડી ઘોઘી ઘોઘાને ઊભો કરે છે . ને ઘોઘો  ઘોઘીને  વળગી પડે છે . 

ઘોઘો કશું જ બોલી નથી શકતો બસ ઘોઘીને વળગીને ધ્રુશ્કે ધ્રુશ્કે  રડી પડે છે . 


બન્ને ખૂબ રડે છે . 

(ક્રમશ )






બુરા જો  દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.  
"સંત કબીર "




No comments:

Post a Comment