બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.
મૌન........................
મૌન........................
ઘોઘી ઘોઘાને શોધતી શોધતી બગીચે પહોંચી.
ઘોઘી બગીચાના બાંકડે નીચું માથું કરી બેઠો હતો....
ઘોઘી : હા...શ... આખરે ઘોઘો મળ્યો તો ખરો.....
પણ આમ નીચી મુંડી કરી કેમ બેઠો હશે...???
ઘોઘી :
ઘોઘા એ...ઘોઘા. ઘોઘી ઘોઘાના જવાબની રાહ જોયા વિના જ ,
એક પછી એક સવાલ પૂછયે રાખે છે .
'ને ઘોઘો મૌન.....
(1)કેમ આજ કાલ તું મને જાણ કર્યા વિના આમ એકાંતમાં આવીને બેસી જાય છે ?
(2) શું મારાથી નારાજ છે ?
(3)શું મારા કીધે તને કોઈ તકલીફ થઈ છે ?
(4)તને ના ગમતું હોય તો કહી દે હું તને પરેશાન ના કરું.... ?
એક પછી એક સવાલ પૂછયે રાખે છે .
'ને ઘોઘો મૌન.....
(1)કેમ આજ કાલ તું મને જાણ કર્યા વિના આમ એકાંતમાં આવીને બેસી જાય છે ?
(2) શું મારાથી નારાજ છે ?
(3)શું મારા કીધે તને કોઈ તકલીફ થઈ છે ?
(4)તને ના ગમતું હોય તો કહી દે હું તને પરેશાન ના કરું.... ?
પણ તારું આ વર્તન મને પરેશાન કરે છે.
ઘોઘો : મૌન ........
ઘોઘી : બોલ ઘોઘા બોલ કઈક તો બોલ મારો જીવ મુંજાય છે.
ઘોઘો ઘોઘી સામે જોયા વિના નીચું જોઈને જ ઘોઘીના બધા જ પ્રશ્નોનાં સાવ ટૂંકમાં જવાબ આપે છે.
ઘોઘો : જવાબ આપે છે .
(1) મને પણ જાણ નથી.
(2) ના હું મારાથી જ નારાજ છું .
(3) મને મારા સિવાય કોઈ જ તકલીફ ના આપી શકે . ((
(4) પરેશાન તું નથી કરતી.... . હું પહેલેથી જ છું.
ઘોઘી : ભીની આંખે ઘોઘા તારું આ વર્તન મને અકળાવે છે. તું આવું શા માટે કરે છે. ?
આખરે તને થયું છે શું ... ???
ઘોઘો : ઘોઘો હવે ઘોઘી સામે ક્ષણિક જુવે છે. પાછો માથું નીચું કરી દે છે . ઘોઘાની આંખ પણ........
ઘોઘો : કબીર સાહેબની બે લાઇન બોલી ફરી મૌન........
બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય,
ઘોઘી પોતાની નાજુક આંગળીથી ઘોઘાની હડપચી ઊંચી કરીને રડતાં રડતાં ઘોઘાને પૂછે છે .
ઘોઘા એ ઘોઘા શું થયું છે તને મને નહીં કહે ...? આમ જો ઘોઘા મારી સામે તો જો ...! ઘોઘાના બન્ને
બાવડા પકડી ઘોઘી ઘોઘાને ઊભો કરે છે . ને ઘોઘો ઘોઘીને વળગી પડે છે .
ઘોઘો કશું જ બોલી નથી શકતો બસ ઘોઘીને વળગીને ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડે છે .
બન્ને ખૂબ રડે છે .
(ક્રમશ )
બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.
"સંત કબીર "
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment