Sunday, 10 March 2013

"અનંત"ની રચનાઓ માંથી.... "કામણ ....


કેવળ રૂપાળા અંગોના કામણ .... 
***
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના .
હ્રદય મગર જો હોય  પાષણ શું કામના.

હું વાંચું કિતાબ પ્રેમની ને એ સમજે ના કઈ.
તો એ ભેસ છે ! ભેસ કને ભાષણ શું કામના.

હાથમાં હોય અબીલ ગુલાલ  કિન્તુ મન જો, 
ઉદાસ હોય તો એ રંગીન ફાગણ શું કામના.

હ્રદયમાં જુસ્સો જો પેદા ના કરી શકે તો પછી.
રાત આખી બંધ આંખના જાગરણ શું કામના.

“અનંત” અકારણ ક્યાં કશું થાય છે. પ્રેમ હોય,
           ને ભીતર હલચલ ના થાય એ કારણ શું કામના .           
"અનંત" 


No comments:

Post a Comment