ભીનો ભીનો કાગળ....
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
જ્યારે છેલ્લી વાર ...
તું મને મળી ...
અને તે ,
મને ફરી ના મળવાની વાત કરી ...
ત્યારે ...
વિખૂટા પડતી વેળાએ...
હાથો હાથ તું જે કાગળ આપી ગઈ'તી મને....
તારા ગયા પછી ધડકતા હ્રદયે ...
મે એ કાગળ ખોલ્યો....
અને હું ચોંકયો ...
આ, શું !
તારો મને આપેલો કાગળ તો ..!
સાવ કરતાં સાવ કોરો હતો....
પણ એમ સાવ કોરોય ક્યાં હતો.
જ્યારે તે કાગળ મારા હાથમાં મૂક્યો....
ત્યારે એક અજીબસી ભીનાશ....
મને મહેસુસ થયેલી..
મને મહેસુસ થયેલી..
અને તારા ગયા પછી....!
જ્યારે મે તારો એ અંતિમ કાગળ ખોલ્યો. ને
ત્યારે પ્રિયે મારી આંખોય તગતગી ....
ત્યારે પ્રિયે મારી આંખોય તગતગી ....
હાં પ્રિયે મારી અખોમાં ઝાકળ બાજી ગઈ.
તારો આપેલો એ અંતિમ કાગળ આમતો સાવ કોરો જ હતો.
પણ હું બધુ જ સમજી ગયો.
હવે મને સમજાયું કે તે જ્યારે મારા હાથમાં,
અંતિમ કાગળ મૂક્યો ત્યારે મને ભીનાશ .... શાને મહેસુસ થઈ.....
અને મને સમજાયેલું જે હતું થોડું ઘણું ...
એ વધુ સમજાયું કે ,
મને છોડી જતાં તને કૈ ખુશી નથી થઈ...
તારા આપેલા કોરા કાગળની ભીનાશે....
મને ભીતરથી હકમચાવી મૂક્યો ..
કેમકે ...
અને મને સમજાયેલું જે હતું થોડું ઘણું ...
એ વધુ સમજાયું કે ,
મને છોડી જતાં તને કૈ ખુશી નથી થઈ...
તારા આપેલા કોરા કાગળની ભીનાશે....
મને ભીતરથી હકમચાવી મૂક્યો ..
કેમકે ...
તારો એ કોરો કાગળ ....
“અનત”તારા આંસુઓથી ભીંજાયેલો હતો...
એમાં છુપાયેલા હતા તારા....
આંસુ !
એમાં છુપાયેલા હતા તારા....
આંસુ !
"અનંત"
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!!!!!!!!!!! !!!!!!
-!!!!!-
--!!--
--!--
.jpg)
No comments:
Post a Comment