Friday, 27 March 2015

ભઈ ક્યારેક Ka-tira ની કમાનમાંથી પણ તીર છૂટે......

ભઈ ક્યારેક Ka-tira ની કલમની 
કમાનમાંથી પણ શબ્દો ના તીર  છૂટે....

લાગે બાગે લોહીની ધાર મારા ઉપર વાંક નૈ..... 

યાર હું તો કાય કરતાં કાય બોલતોજ નથી ક્યારેય... 
ચુપજ  રહું છું હું સદાય આમેય... 
એજ રીતે હું તો મૌન છું આજેય... 
પણ ખબર નૈ કેમ ! 
આજે મારી કલમની કમાન છટકી ,,, 
અટલે કે, કલમની કમાનમાથી છૂટ્યા શબ્દોના તિર... 






મે તો એ.....યને ,છોડી દીધું અંધારામાં તીર... 
લાગે બાગે લોહીની ધાર વાંક ના આવે મારે શિર.... 
જો ઉજાગરા કરવાની તૈયારી હોય, 
તો તમ તમારે વાંચો... 
જો પચાવવાની માનસિક તાકાત નાં હોય 
તો નાં વાંચો... 

એજ તમારા અ,સ્વસ્થ સ્વાસ્થ્ય માટે
 ફાયદા કારક છે ...!  

વાંચવા માટે ક્યારેય હું કોઈને આગ્રહ નથી કરતો... 

પણ..! 

આરંભમાજ યાની કી અંત પહેલાજ,  

અનંત....યાની ઘણું વિચારશો 

તો, અંતમાં ભોંઠા પડશો.... 

જે દેખાય છે , તે લખાય છે ..! 

આ આજનું સત્ય છે ! 
એક ક્ષણ પછીનીય મને ખબર નથી...! 

ક્ષણમાં ઘણું બધુ બદલાઈ શકે છે...! :) 

અહી કોઈને ક્યારેક ઊંચા અવાજે 
પાડેલા સાદનો અર્થાત... 
પોતાની જ ઊંચી રાડનો , 
યાની અવાજનો પડઘો પણ સંભળાઈ શકે છે..! 

"અજ્ઞાની" જુઠ અટલ અચલ હે..! 
ઔર સચ પલ પલ બદલતા હે...! :) 

શરૂ શરૂ માં કહેશો કે!

બૌ સારો માણસ છે ! મીઠો માણસ છે..! 

'ને પછી અંતમાં કહેશો, મનમાં કહેશો કે, 

Katira... જ્યારે મો ખોલે છે ...! 

ત્યારે, બૌ કડવુ બોલે છે આકરું બોલે છે...! :) 

લોકોની કે સમાજની સમજ અને વ્યાખ્યા મુજબ ... 

હાં, હાં, સારા કે ખરાબની જ! 
વ્યાખ્યા મુજબ હું ખરાબમાં જ ગણાઉં ! 

મગર પ્રકૃતિના રિવાજ મુજબ... 
પણ..! હું ખરાબ હોય શકું છું ..! 

મારા માટે આવું પણ કોઈ બોલે કદાચ કે,   

આના કરતાં આ કડવો તો ચૂપ જ સારો.... :) 

તમે મનમાં શું બોલ્યા...?? :) 

જે પણ બોલ્યા ભલે બોલ્યાઆઆઅ 
ભૈ ભલેએએઅ બોલ્યા... :)  

જે પણ બોલ્યા તે! પુરાવો હશે, તમારાજ.! 
તંદુરસ્ત કે નાદુરસ દિમાગનો, વિચારોનો ... 

ભઈ હું ક્યાં કશું બોલ્યો... ? 

"અપવાદ બાદ કરતાં" 
સ્ત્રીઓમાં સહજ ઈર્ષા હોય છે.! 
એ નિર્વિવાદિત સત્ય છે ...! 
મગર અગર જો સ્ત્રીઓ પુરુષ સમોવડી થાય... 
તો પુરુષ કેમ પાછળ રહે... ?  
નૈ સમજાયું ને ..? 

( ઈર્ષા બાબતે ) "અપવાદ બાદ કરતાં" 
આ રોગ ઘણા પુરુષોમાં ફેલાઈ રહ્યો છે ..!   
ધીરે ધીરે બધુ ઉલ્ટા પુલ્ટા થઈ રહ્યું છે ...! 
થાય એ તો, એમ્માં શું !... :)
પછી ભલે ને ગમે તેવી હોય..
સ્ત્રી તો સ્ત્રીજ હોય છે ને...! ? :) 
તો, પુરુષ મોકો ના ચૂકે ! 
સ્ત્રીને વખાણવાનો ... ! 
અહી કાય સૌ મંજીરાં વગાડવા કે ,
ભાઈ બેન ભાઈ બેન રમવા નથી આયા... :) 
ગમવા 'ને ગમાડવા આયા છે , 
અને સૌ ગમે એને ગમાડે છે,..!  
જો ગમ્મે એનેજ ગમાડવું 
એ મારો સ્વભાવ છે.! 
ખાસ ચુનંદા સ્ત્રી સીવાય 
હું ગમે તેને નથ ગમાડતો..! 
સ્ત્રી ઓ પુરૂષોને ખાસ નથી ગમાડતી 
અર્થાત્ વખાણતી મગર, 
પણ મોટા ભાગે પુરુષો 
સૌથી વધુ સ્ત્રીને વખાણે છે..! 
મને સ્ત્રીઓની બિલકુલ ઈર્ષા નથી આવતી.... 
 કેમકે મને મારા પુરુષ હોવા પર ગર્વ છે..! 
જો કે મારી તો વાતજ નોખી છે ..! 
અનોખી પણ ખરીજ.! 
જેમ કે, આ વાત.! 
હું ગમે તેને નથી વખાણતો ! 
ગમે ! તેનેજ વખાણું છું..! 
અને ગમાડુ છું..! 
ગમવું એટલે શું...? 
માત્ર દેહ.! ? 
નહીં બિલકુલ નહીં...! 
એ સિવાય ઘણું બધુ ...:) 
પણ સુંદરતાને નકારી તો નાજ શ્ક્યાય..! 
આકર્ષણ માટે એ જરૂરી ખરું જ..! 
જે પુરુષ સ્ત્રીઓથી સહજ ના આકર્ષાય.... 
તેને પોતાનું પોસ્ટ મોર્ટમ...
તાત્કાલિક કરાવી લેવું જોઇયે...:) 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે પણ 
આવુજ કાં'ક કહ્યું હતું કે, 
સ્ત્રીઓ ને જોઈને જેને સહજ આકર્ષણ ન થાય... 
"અનંત" એ બીજુ કાં'ક હશે પણ પુરૂષ નૈ હોય..! 
"અનંત" 

અગર કોઈ સ્ત્રીને ગમાડતા વખાણતા 
પુરુષને જો કોઈ વગોવે છે તો, 
એ મહાન પુરુષ છે એવું જો તમે સમજી લ્યો તો...!  
તમારે ,અને , એવું સમજતા પુરુષે પણ..! 
સખત ઇલાજની ખપત  છે ..! 
એમ સમજી તત્કાળ નિદાન કરાવી લેવું  ....:) 

અગર કોઈ સ્ત્રીને ગમાડતા 
વખાણતા પુરુષને વગોવે છે તો, 
તમે ધાર્યું એવું નૈ પણ, 
અણધાર્યું એવું જ તારણ કારણ સામે આવે કે ... 
સ્ત્રીઓની નજરમાં મહાન થવાનો એમનો 
આ નમ્ર , નમણો અને વામણો પ્રયાસ છે...!

કમસે કમ આટલું તો ભેજામાં ઉતરવુજ જોઇયે..!  
જે માત્ર આજના વિજ્ઞાનેજ નહીં બલ્કે ....
સદીઓથી સ્વીકારાયેલી 
અનુભવ સિધ્ધ હકીકત છે કે, 
સ્ત્રીઓની સિક્સ્થ સેન્સ અર્થાત્પુ 
છઠ્ઠી ઇન્દ્રિય પુરુષ કરતાં 
અનેક ગણી સતેજ હોય છે...! 
છઠ્ઠી ઇંદ્રિયની આ પ્રકૃતિ ગત પ્રસાદીના જોરે... 
સ્ત્રીઓ ઘડીના છઠ્ઠા ભાગમાં સામે આવતા 
પુરુષના ઈરાદાને પારખી જતી હોય છે..!  
ગમે તેવા વેવલા વેળા કરવાથી 
તમે એની નજરમાં વસી જશો કે,
કે પછી એને પામી શકશો 
એ ભ્રમ કો'ક દિ' તમને ભાંગી નાખશે...! 
એવો ભરમ આખરે, 
તમને ભયંકર માનસિક રોગી બનાવી દેશે..! 
માત્ર અલ્પ વિરામ, 
પુરુષની વાત હજુ પૂરી નથી થઈ ... 
પણ પછી સ્ત્રીઓ વિષે નૈ કહું તો કહેશે લે, 
અમે તો રહી ગઈ .. :) 
તો  કોઈ એક સ્ત્રી તો ઈમાનદારીથી એમ ક્યે કે ...
તમને કોઈ ગમાડે તે નથી ગમતું ..!? 
તમને કોઈ વખાણે તે નથી ગમતું...!?
હું ખુલ્લેઆમ, સરેઆમ પુછું છું.! 
અહીં હુશીયારી મારતી ને આવુ આવુ કહેતી 
ઈન બોક્ષ માં ખબર અંતર પુછવા આવવુ નૈ.! 
કે આવુ બીજુ ઘણુ બધુ જગત ને દેખાડવા 
બાફતી તમામ સ્ત્રીઓને કે, 
છાતી નીચે આવેલા હ્રદય યાની 
આતમ પર હાથ મુકીને 
હાવ કરતા હાવ હાચુ કેજો કે, 
શું તમને કોઈ ગમાડે તે નથી ગમતું ..!? 
શું તમને કોઈ વખાણે તે નથી ગમતું...!?
હાચુ કે જો તમને તમારા સમ છે..! 😜

હાં એ વાત જરૂર નોખી છે કે 
ગમતો પુરુષ ગમાડે યા વખાણે તો વધુ ગમે .! 
કે નૈ...? :) 

અને નાં ગમતો પણ જો વખાણે તો, 
માત્ર વખાણ ગમે વખાણનાર નહીં..!

પછી પેલી રમેશ પારેખ ર,પા વાળી યાદ આવે .. :) 

કે હું તો ફૂલ ફટાક થઈને નીકળી !

'ને કોઈએ પૂછ્યુય નહીં નામ ..! 

ફટ રે .! આ તે કેવું છે ગામ..?  

કવિતાના પપા ... ર,પા..! :)  

બોલે ભલે નૈ પણ કોઈ વખાણે એટલે મનમાં તો 
હૌ કોઈ હરખાય હોં ભાય સોર્રીઈઈઈ સ્ત્રી .. :)     
આ સત્ય હું સહજ સ્વીકારું છું ...! 
કે કલાકાર કોઈ પણ હોય,  
શ્રોતા વિના અધૂરોજ હોય છે...! 
લેખક વાંચક વિના વામણો જ હોય છે.! 
( હું તો લેખક છું નૈ...! :)
 કે મારે એવિ ચિંતા કે ઉપાધિ હોય..! 
એટલે..! મને આ લાગુ નથી પડતું,..!
 એવું હજુ મે ક્યાં કહ્યું...???


તો પછી ભલા'દમી ..:) 
એ પછી છેલ્લે છેલ્લે હું કહીશ કે, 
પણ માંગવુ તે ભીખ અને, 
મળે તેને હું પ્રેમદાન, મહાંદાન  ગણું છું ..!
દાન જેટલું પણ પ્રેમથી મળે એટલું જ સારું...!  
દાનમાં આગ્રહ કરતાં, 
દાન ભીખમાં પરિ વર્તીત થઈ જાય છે. 
અને, માંગી એ ભિખારી... 
ભઈ હું એ બે માંથી એકેય નથી...! 
હું તો સાવ કરતાં સાવ નાદાન છું યાર..! 
શું તમેય તે..:) 

(કોઈ ગંભીર અકસ્માત થાય એ પહેલા....
 ફરી હું ગાડીને મૂળ ટ્રેક પર લાવું તો કેમ રહેશે ?
યાર, કોઈ  ભૂલમાય જવાબ નાં આપશો આ મે મને જ પૂછ્યું છે...! ) 

<આટલા પૂરતું .   

ભૈ હું રહ્યો પુરુષ એટલે પુરુષ વેળા તો થઈ જાય એમાં કૈ નવાઈ હે...! :) 
પણ સ્ત્રી પુરુષ વાળી આખી વાતનું હાર્દ એજ છે કે,

જગત આખાનું પ્રાણી માત્રનું સર્જન 

માત્ર ને માત્ર સ્ત્રી અને પુરુષ યાની, 
નર અને માદા થકી જ થયું છે ...
આ કાઇ મારી બનાવેલી વ્યવસ્થા નથી...!
શું યાર... તમે પણ..! :) 
આ ઉતમ વ્યવસ્થાના વ્યવસ્થાપકને તમે.... 
પ્રકૃતિ કહો કે પછી ઈશ્વર કહો કે પછી, 
અલ્લાહ કહો  કે પછી ગોડ કહો.! 

કે પછી કાંય નાં કહો...! 
એ ક્યાં કાય કહેવાનું કહે છે...??? 

તમે એને માનો કે નાં માનો ...  

એ ક્યાં પેલા અક્કલના ઓછાની માફક કહે છે કે 
મને માનો, મનેજ માનો મને જ પુજો.! 
અને મારાજ શરણે આવો ...
આ પણ નૈ સમજાયું ને ... :)

આમાં આંખોવાળાનું કામ નૈ... !

"અજ્ઞાની" અંધ ઓછા અથડાય... 
મોટા ભાગે દેખતાજ ગડથોલા ખાતા હોય છે..!
"વર્ષો પહેલા આવું  ઉપર લખ્યું એવું કાં'ક 
મારો પરમ ભાઈબંધ "અજ્ઞાની " કહેતો. 
પ્રકૃતિ કે પછી ઈશ્વર, કે પછી 
અલ્લાહ, કે પછી ગોડ.! 
એ કૈ ઘેર બોલાવવા કે, 
સમજાવવા તો આવતા નથી ! 
તો પછી આ બબાલ શેની ...?
ખૈર અત્યારે મુદો એ નથી ..! 
મુદો એ છે કે આ દુનિયા હોય કે તે દુનિયા...
બધે બધુ માત્ર સ્ત્રી કે માત્ર પુરુષ થાકીજ 
 ઉજળું કે પછી આનંદ મય કે પછી પ્રેમ મય છે ! 

બાળકો તો પછી આવે ને.. 😜

જ્યારે એક સ્ત્રીને પુરુષ કે પછી, 
પુરુષને સ્ત્રી મળે.! 

જો આ વાત આટલેથીજ સ્વીકારી લ્યો..! 
મનમાં પણ ! તો, 

તમે સાવ મૂર્ખ છો ! બુધ્ધું છો ..! 
અક્કલ વગરના છો ! 

નાદાન તો કોઈ નથી ! મારા સિવાય ..😜

ભઈ એમ સ્ત્રીને પુરુષના મળવા માત્રથી 
કૈ બાળકો ના થાય ... 😜

એ તો પ્રકૃતિને આધીન એક બંને મળીને 
એક બીજામાં ભળ્યા, ઓગળ્યા પછી જ થાય ..🤪 

તો પછી અહિયાં બીવાનું ક્યાં આવ્યું હેં...?? 

અહિયાં કોઈ માત પિતા તો થવાનું નથી ... 

તો પછી ! ? 

લ્યો ! હવે, તો ખબર પડી ગઈને કે ,,, 

અહી મળવા માત્રથી થવાતું નથી માત પિતા ..!

તો હવેથી તમેય કોઈ દિ' કોઇ થી નો બિતા...😜 

જ્યાં જ્યાં પ્રેમ છે, આનંદ છે! લાગણી છે, 
કે પછી માગણી છે ..! 

તે સ્ત્રી અને પુરુષ બંને થકી જ છે ..! 

સ્ત્રી અને પુરુષ આ બંને માંથી, 

અરસ પરસ કોઈ એકની કમી.! 
આજ લગી કોઈને નથી ગમી...!  

હાલો હવે કોઈજ દલીલ કે, 
ખીલોસોફી કર્યા વિના 
ચૂપ ચાપ સ્વીકારી લ્યો જૌ ..🤪

નૈ , નૈ એમ નૈ તમને મારા સમ છે હોં... :) 
મારા વિના તમે નૈ રે શકો..!  
એવો મને પાક્કો વેમ છે..!😘

અને એટલેજ મે તમને મારા સમ દીધા છે 
બીજું કાય કારણ નથી..! 😍

જે સામી છાતીએ આ સત્ય નાં સ્વીકારે યા 
સ્વીકારી ના શકે એ મનમાં સ્વીકારે ..🤪

અને મનમાય નાં સ્વીકારે એ...

કાય નૈ હવે ,

એક નાં એક ઈલાજ વાળી વાત વારે ઘડીએ નાં કહેવાની હોય કાય ...🤣

અહી વાત માત્ર આ દુનિયા હોય કે, 
તે દુનિયા. યાની આભાષી હોય કે વાસ્તવિક...  
બસ એટલું જ સ્વીકારવાનું હતું કે... 

નિર્દોષ, નિખાલસ! પ્રેમ, આનંદ, ઉત્સાહ, પ્રેરણા....

 "અપવાદ બાદ કરતાં"

આ બધુ અહી કે તહી, એક છોકરો એક છોકરી, 
એક સ્ત્રી એક પુરુષ વિના મળવું શક્ય નથી... ! 

જોત જોતામાં ને જોવા બતાવવામાં જ 
આ દુનિયા આટલી વિકસી ગઈ છે નૈ ! 😜

નૈ તો આજે પણ આપણે બધાજ નાગા પુગા જંગલમાં  જિંગાલાલા કરતાં હોત..🤪

પણ .! તો પણ ! અહી બૌ ઊંચું મનોરંજન 
સ્ત્રીઓ જ પૂરું પાડે છે ..! 
જાણો છો કેમ ? અને કેવી રીતે ? 

ચાલો હું જણાવું ... 

અહી ! અકલે કે આ,ભાષી દુનિયામાં 
બૌ બધી સુવિધા હોવા છતાં.! 

જો કે મને એ બધી સુવિધા વાપરવામાં 
દુવિધા થાય છે ! 
કેમકે મારે અંગ્રેજીના બૌ વાંધા છે ! અકલે ... 
અને એવું બધુ સ્ત્રીઓ જે કઈ કરે છે.! 
એ "સ્ત્રી" જ "સ્ત્રી" ની દુશ્મન" 
આખરે તો સ્ત્રીઓ સ્ત્રીને હંફાવવા કે પછી, 
ઈર્ષાની મારી કે પછી અન્ય સ્ત્રી ને 
ઈર્ષા કરવવા ફિસિયારી , અર્થાત હુશિયારી 
મરવાજ કરતી હોય છે !

સ્ત્રીઓ કેવી કેવી ફિસિયારી મારે છે .! 

જુવો ..  

1 મને મેસેજમાં સવાલો ના કરવા... 
2 હું આખો દિવસ નવરી નથી હોતી 
કે તમારા સવાલોના જવાબ આપું .. 
તમારી પોસ્ટ પર લાઈક કે કમેંટ કરીયે 
એટલે એમ ના સમજવું કે! 
એ લાઈક કે કમેંટ કરનાર સ્ત્રી તમારા પ્રેમમાં છે ! 
"બે અર્થમાં "
વળી ઘણી તો બૌ ઊંચમાયલી હુશિયારી મારે કે, 
"કોણ જોવા જાય છે હે "
એવુજ હોય તો જાહેરમાં નાગા કરાય... 
અર્થાત પેસ્ટ કોપી જ કરાય ... 
હેરાન કરનારના સેમેજની ... 
સમજાયુ..??? 😜

વળી ઘણી તો બૌ ઊંચમાયલી હુશિયારી મારે કે, 

મિત્રો ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હોય , 

હું ઘણા મિત્રોને જવાબ નથી આપી શકતી .... 

લ્યો બોલો ! મોટા સેલી ને બ્રિટી તેમાં ..🤪

હશે ભઈ તમે કહ્યું ને અમે માની લીધું બસ ! 
રાજી ..!?:) 

આવા તો બીજા કઈક તિકડમ 
ઈવડી ઇ ઓ છાસવારે કરતી હોય છે.! 
ત્યારે ખરેખર મને મફતમાં 
મસ્ત મનોરંજન મળે છે 🤣 

જ્યારે સ્ત્રીઓ આવી બાલિસ વાતો કરે છે ! 

અને એ પણ પાછી ભણેલ..! 
ગણેલ એમ કહેવુ તુ પણ કહેવું કેમ..? 

અકલે ભણેલી સાથે ગણેલી ચાઈને 
સમજી વિચારીને નથી લખ્યું ..😜
કેમકે ગણેલી હોય તો તો, આવું બધુ વેવલુ 
લખે યા કહેજ નૈ ને.!🤪
કેમકે ઝ્કુ એ અહીં બધીજ ફેસેલિટી આલેલી છે ! 
એવું હોશિયાર અને જાણકારો દ્વારજ 
મને જાણવા મળ્યું છે ! 
તો પછી મારી વહાલીઓ ઑ..ઑ...ઑ.... 
જ્યારે જ્યારે કનડગત થાય ... 
ત્યારે ત્યારે આવી બાલિસ 
"જો કે હુશિયારી મારવા કરતી .."

ફરિયાદો કરવા કરતાં 
એ ફેસેલિટીનો ઇસ્તે "માલ" કરો ને ..! 

જો ખરેખર તમે જાહેરમાં કહો છો, 
ફરિયાદ કરો છો ! 

 એવિ તકલીફ હોય તો ..! 
આડી ઉભી દીવાલ ચણવાની 
યાને તમ ભણેલની ભાષામાં *બ્લોક *
સીવાય પણ 
ઓપ્સનમાં ઘણી બધી સુવિધાઓ આપેલી છે !
અને ઝૂકું ભાઈએ એ તમામ સુવિધાઓ 
ખાસ તમારા જેવી ભલી ભોળી નાદાન બાલિસ "દેખાતી" સ્ત્રીઓ માટેજ આપેલ છે ..🤪

અને ઝૂકું ભાઈ પાછા છાસવારે તમાર માટે આવી 
સુવિધામાઓ માં સુધારો વધારો કરતોજ રહે છે ! 

તો, ક્યારેક એનો ઉપિયોગ કરો લાભ લો 
યાર્રી ...! યાર્ર તો ભાઈબંધ ને કેવાય ને.! 🤪

આમ તો, ઝૂકુની મહેનત પાણીમાં જાય છે ..! 

તમે ઈવડા ઈ ઝૂકુની તમારા માટે કરેલી 
સગવડતાનો ઉપિયોગ નૈ કરો તો , 
એનિય લાગણી દુભાશે ... 🤣
કહેતા તો કહી નાખ્યું છે જો,કે, 
કદાચ હવે પહેલો પ્રયોગ મારી પર થાય 
તોય કૈ કહેવાય નૈ ...😜🤣🤪😘😍

ખૈર.... 

પણ બંદા બિન્દાસ છે ! 
માર્રે એકલાએ કૈ ગુમાવવાનું નથી.! 
ગુમાવવાનું કે મેળવવાનું બંનેને , 
બંને બાજુ રહેશે ! 

*ભડકો *

"આકર્ષણ"

જો સ્ત્રીને પુરુષનું કે પુરુષને સ્ત્રીનું 

*"પર "* 
હોય ત્યાં સુધીજ ! 

પોતાના થઈ ગયા પછી નૈ ... 

પછી કોઈ બીજું પર અર્થાત્ પરાયુ 😜

જો સ્ત્રીને પુરુષનું કે પુરુષને સ્ત્રીનું 

આકર્ષણ ના હોત તો 
આ જગત જન્મ્યુજ ના હોત..! 
હું એ જગત સાથે સાથે 
આ જગતની વાત પણ કરું છું.! 

"વસ્તી ગણતરીનો સાચો આકડો પણ એટલ્જ ક્યારેય સાચો નથી આવતો "
કેમકે, 
"પ્રેમ અને આકર્ષણ ક્યારેય 
મરતા કે ખતમ થતાં નથી "

યુગો યુગોથી આ ચાલ્યું આવે છે ! 
અને, યુગો ના યુગો સુધી ચાલતું જ રહેશે ..! 

"અનંત" આ જગત આમજ ચાલતું રહેશે .. 

વર્ષો પહેલા આવું મારો ભાઈબંધ "અનંત" કહેતો હતો ..! 

*બ્લાસ્ટ*

તમે મને વખાણો એટલે 
હું તમને વખાણું એ અપેશા તમને સુખ નૈ આપે..! 

અને જો પરાણે હું કે તમે 
એવું કરીશું તો થોડી ક્ષણ કદાચ, 
હરખાઈ જઈશું,
પણ પકડાઈ જઈશું પરખાઈ  જઈશું ..! 
તો એમાં મજા નૈ આવે અને 
આ ગમવું ગમાડવું જો બોજ બની જશે તો.!? 
અસસ્લ મજા મરી જશે..!
અંતિમ ચોખવટ :- 
અહી આખી વાત મારી દ્રષ્ટિએ નિર્દોષ છે.! 
દુનિયાની દ્ર્ષ્ટિમાં દોષ હોય એમાં મારો શું વાંક ! 
અહી માત્ર સ્ત્રી અને પુરુષ બંને થકી જ  દુનિયા ઊજળી છે રંગીન છે ! 

અરસ પરસ ની ઈચ્છા વિના 
કઈ પણ અડપલું કરવુ એ હરકત પણ 
બળાત્કારથી કમ હરકત નથી હોતી..!
અને બળાત્કાર માત્ર પુરુષો જ 
સ્ત્રી પર કરે એવું પણ નથી હોતું ... 
સ્ત્રીઓ પણ પુરુષ પર બળાત્કાર કરતી હોય છે ..! 
જોયું..!!!? 
છે ને દિમાગ સડાથી ભરેલું.! 

જેવો બળાત્કાર શબ્દ વાપર્યો  કે તુરંત ...!

સ્ત્રી પુરુષ વાળું એકાંતમાં થતું 
 "કામ"દેખાયું સૌ ને નૈ ! 
ઉંમરલાયક 
બાળાઓ એવં બાળકો હવે તો સમજો કે,
 બળાત્કારનો મૂળ અર્થ 
બળજબરી જ થતો હતો. 

હવે મૂળ અર્થ ગાયબ થઈ ગયો હોય, 
તમને "બળાત્કાર "શબ્દ વાંચતાં સાંભળતા જે દેખાયું એ દેખાય એમાં કઈ નવાઈ નૈ ..🤪

બળાત્કાર અકલે 
જેમાં બળનો પ્રયોગ કરવો પડે એ .. 
અને એ માત્ર હાથ વાટેજ થાય એવુય નથી ..!
ના ગમતા શબ્દો અને 
આંખ વાટે પણ બળાત્કાર થતો હોય છે ! 
અને,માત્ર પુરુષ દ્વારા 
સ્ત્રી પર ગુજારવામાં આવે એજ નૈ .... 
બલ્કે કોઈ પણ નિર્બળ ઉપર 
બળ પૂર્વક ગુજારાતો કોઈ પણ અત્યાચાર 
માનસિક કે શારીરિક
એને પણ બળાત્કાર જ કહેવાય... 
અને આવું જો થાય તો ઉગતું ડામી દેવાની ,
સામી વ્યક્તિની તૈયારી હોવી જોઇયે... 
પુરુષ ની વાત અલગ છે ... 
એ તો ગમે ત્યાં ગમે ત્યારે 
સ્ત્રી આમે આવે કે ક્ષણમાં ...
પ્રક્રુતી કે વિકૃતિ સહજ પાણી પાણી થઈ જાય.... 
પણ સ્ત્રી પહેલા કહ્યું એમજ ,
એની ઈચ્છા વિના એને ટચ કરવું 
અર્થાત્અ સ્પર્શવુ અઘરૂ જ નહીં બલ્કે, 
નાં મુમકિન છે .., 
આવું અનંતની વર્ષો પહેલા.... 
લખેલી રચનામાં લખ્યું છે .... 
આ લિન્કમાં પણ ! પરાણે તો જવુજ નૈ..! 

https://www.facebook.com/photo.php?fbid=179068355536207&set=a.119481608161549.20378.100002991311961&type=1

એક વાર જો અનિચ્છાએ અડપલાં કરનારને સ્ત્રી લાફો તો દૂરની વાત છે માત્ર એની સામે આંખ ઊંચી કરે તો ભલ ભલા મરદ મૂતરી પડે...!
હાં રસ્તે જતી એકલી નાર ને સતાવે તે નર નહીં હેવાન હોય છે .!

પણ આ સત્ય પણ નકારવા જેવુ નથી કે ,
એકલી જતી સ્ત્રીને નબળી છે કે ,
અબળા છે એમ કહી સ્ત્રીનું અપમાન નાં કરાય ...
કેમકે, એકલા જતાં પુરુશો પણ અનેક ગુંડા સામે નબળા જ પડી જતાં હોય છે !  
નિર્જન રસ્તે જતી  માત્ર  સ્ત્રી પર જ 
બળાત્કાર થાય છે એવું નથી.! 
નિર્જન રસ્તે જતાં ઘણા પુરુષનાં પણ 
ખૂન થઈ જતાં હોય છે..!               
માત્ર ઉપર છલ્લી , કે માત્ર ને માત્ર.. 
દર વર્ષે આવતા ને આવીને જતાં રહેતા તહેવાર નિમિતે  વહેવાર મુજબ ખાલી ખોટી 
શુભ કામના આપવી મને નૈ ફાવે...
મારી શુભેચ્છા વગર તહેવારે 
પણ મારા અંતરમાં હમેશા મારી સાથે જ હોય છે ! 
એટલે હું મને મન પડશે તો ! 
અને ત્યારેજ તમને શુભેચ્છાઓ આપીશ ..! 

ઓહ,,, સ્સાલ્લી આ જગ્યા કોણ જાણે કેવી છે ! ? 
કે નાં દેવી હોય તોય વણમાગી 
સલાહ દેવાય જાય છે ..! 
ન કહેવું તોય કહેવાય જાય છે કે, 
જોકે હવે છેક આવતા વર્ષ પર વાત જશે ..! 
પણ કીધા વિના મનેય ચાલતું નથી હોં ભૈ. 😜
તો , કહ્યા ભેરુ કૈજ દઉં ... 
જોકે હવે ક્યારની નહીં કાલની તો ઠરી ગઈ છે... ! 
(જો કે મનમાં તો રોજ સળગતી જ હોય છે નૈ...!)
 લે મારે મજાકય નો કરવી ..? :)  
તો , કહ્યા ભેરુ કૈજ દઉં ... 
જોકે હવે ક્યારની નહીં કાલની એતો ઠરી ગઈ છે... !
પણ એ તો પાછી આવતા વર્ષે સળગશે જ..!     

તો આવતા વર્ષે જ્યારે સળગે ત્યારે ...
મહેરબાની કરીને એમાં  ઈર્ષા અદેખાઈ હોમી દેજો .. 
અને પોતાને ઉપરથી /નીચેથી/  
આગળથી /પાછળથી /ચારે કોરથી ...! 
બરાબર તાપી લેજો જેથી કરીને.... 
આંખમાથી/કાનમાથી /તનમાથી અને મનમાથી,
ઈર્ષા નામના ખતરનાક કીટાણુ 
બળીને ભસ્મ થઈ જાય..! 
અર્થાત્ ખાક થૈ જાય 🤨 

એ જેટલા વહેલા બળે એટલિજ  !
વહેલી માનસિક શારીરિક શાંતિ અને
 તન્દુરસ્તી મળશે ! 
યાર , મારી ઈર્ષા કરવાથી શું વળશે..? 
મને તો કશોજ ફર્ક નૈ પડે ! 
એમ તો હું ખોટે ખોટે પણ નૈ કૌ... ! 
પણ નાહક તમારોય જીવ બળશે...  
એલા, એલી એએએય.... 
ક્યાક એવું તો નથી ને કે હું આવું બધુ બાફીને....
 સ્ત્રીઓની નજરમાં 
મહાન થવાનો પ્રયાસ કરું છું  હે ! 
એય .., એલાવ, એલીયુવ એય તમને પૂછું છું..!? 
તમે કોય નૈ બોલો..? 
એક મિનિટ ઊભા રો હું ખુદ ચેક  કરી લઉં ... 
નાં એય એવું કાયજ નથી .. 
મે પુંઠ પાછે હાથ ફેરવીને જોઈ લીધું હોં... 
મારે તો પૂંછળી નથી..!!!🤔 

ગ્રંથો ગમે તે બાફતા હોય પણ આ સત્ય છે કે... 
પૂંછળી વાળા પ્રાણી 
માનવ પ્રાણી કરતાં વધુ મહાન હોય છે ..! 
 જો ! હવે એમ થાય છે ને કે, 
અહી સુધી પહોચ્યા વિના કઈ પણ વિચાર્યું હોત તો,  ભોંઢા પડત ! તો પછી..! 🤪😜🤪

*બ્લાસ્ટ*

તમે મને વખાણો એટલે હું તમને વખાણું 
એ અપેશા તમને સુખ નૈ આપે..!
અને તમે મને નાં વખાણ્યો એટલે 
હું તમને નાં વખાણું 
એવિ બાયલી સોચ મારી નથી..! 
શરત માત્ર એજ કે આ મુફલિસ મનને બસ મૌજ આવવી જોઇયે..😍 

બોલ,! 

પુરુષોતમૂ દાસ કી ... 
પુરુષોતમ દાસ.!!! 
જી હાં આ નામ મારા દાદાએ રાખ્યું છે 
મે કાઃય જાતે નથી પાડ્યું..😜

જય... 
હાં, અને આ 'જય' મારા છોકરાનું નામ છે.! 
જે એની ફૈ યે રાખ્યું છે મે નહીં ...! 
બસ આટલુકજ અમથુજ , 
જરીકજ અમથુ કહેવાનું હતું ..😜

બાકી મારે શું કામ કાય બોલવું જોય હેં 🤭 

જેને જેમ કરવું હોય એમ કરેને 
લે એમ્માં માર્રે શું..!!! 

મે, તો, એ,.....યને છોડી દીધું અંધારામાં તીર... 
લાગે બાગે લોહીની ધાર વાંક ના આવે મારે શીર... 

ભાઆઆઆઅય ... 

સામે આવે ઇ અંટાય જ જાય ... 

તો સામે ના અવાય ને ..! લે ,પણ ..😜

ખબર નથી પડતી ka- tira માં તીર... 
આવે જ છે ...🤪


अंधे को राह दिखाना बहोत ही आशान है..! 
"अज्ञानी" देखते को राह दिखाना तौबा तौबा ....! 
"अज्ञानी"
अर्थात :- जो देखता है वही अकसर टकराता है गिरता है भटकता है... 
जबकि अँधा संभल संभल कर अपने आप मंजिल तक पहोंच जाता है.. 

अज्ञानी ने राज की ये बात एक रात बहोत हो अच्छी तरहसे हमें  समजाई थी... 

वो कहानी फिर कभी...
*ब्लास्ट *
"कतिरा" मैने तो अंधेरे में मारा था तीर। 
गर निशान पर लग गया तो मै क्या करु।? 
" कतिरा"

*બ્લાસ્ટ* 
સસ્તી પ્રસિદ્ધિ ભુખ્યા... 
તમામ પ્રકારના કલાકારો , કથાકારો, પ્રવચનકારો, 
મોટીવેસનલો, વીચારકો, ઉપદેશકો એવં સ્વપ્રસસ્તી યાની જાતે જ ખુદની વાહવાહી કરવી યા યેનકેન પ્રકારે પોતાની વાહવાહી કરાવવા ચીત્ર વીચીત્ર ચીત્રી ચડે તે હદે આયાં કણે કુચેષ્ટા કરનાર નર હો યા નાર  તમામ ફુટી નીકળેલાઓની કિંમત ફુટી કોડી ની પણ નથી હોતી કે રહેતી .!
અગર જો હું પણ જો આમાં નો એક હોઉ તો,
મારી પણ કોઈજ વેલ્યુ /કિંમત નથી..!
"ક, તીરા"

:) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) :) :) :) :) :) :) ) :) :) :)  :) :) :) :) :) :) ) :) :) :)
https://m.facebook.com/photo.php?fbid=669498219826549&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz




No comments:

Post a Comment