વર્ષો પહેલાની વાત છે....! :)
એ બૌ દિ' થ્યા નખરાં કરતી 'તિ...
ને પછી ગુસ્સે થઈ એક દિ' ...
જ્યારે એ ફળિયામાં આવેલા નળ કને પાણી ભરવા આવી ત્યારે ...
એ નખરાળીને "અનંતે" દૂરથી કહ્યું ...
એ ઊંચા અવાજે બોલ્યો...
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હ્રદય જો હોય કઠણ પાષણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું પણ સમજે ના તું.!
જો, ઇશારાની ભાષા તો ભેસ કને ભાષણ શું કામના...
આમ કહી એ ભાગ્યો ખબર જ હતી હવે ભેસ શિંગડા ઉલાળશે...
અને એવું જ થયું...
ઊભો..રે...ઊભો રે... પાડા.... તે મને ભેસ કહ્યું...એમ .!
હાથમાં આવ એટલિ વાર તારી ખૈર નથી...
અનંત હડી કાઢટોતક ને ઉપલા મજલે રે'તા મોટીબાના ઘરમાં જઈને
મોટીબા પાછળ સંતાઈ ગ્યો...
મોટીબા એટલે મહોલ્લાના માલિક...
કમરથી વળી ગયેલા લાબુ નાક ઝીણી આંખ-
અસસ્લ વાર્તામાં આવતા ડોશીમા જેવા હતા મોટીબા...
પેલી ઉપર જઈને પાડા... મોટીબા પાછળ શું સંતાઈ ગ્યો આમ બા'રો નીકળ આજ તો ...
મોટીબા એ મોટીબા એને આમ બા'રો કાઢો તો....
પાડો મને ભેસ કહી ને ભાગ્યો છે...
આમ કહેતી પેલી મોટીબા પાછળ સંતાયેલા અનંત ને ઝંટિયા ખેંચી બહાર કાઢ્યો ...
એલા એ આ તોફાન રેવાદ્યો બેઉ જણા.. પછી રડશો.... મોટીબા વહાલથી બેઉને વઢયા ...
અને જુદાઇની ગંભીરતા વિષે અગમ ઈશારો પણ કરી દીધો...
પેલીએ અનંતના વિખરાયેલા વાળ ઝાલી પગથિયાંની આડમાં પિટિ નાખ્યો ....
પેલી ના હાથમાથી વાળ છોડાવતા છોડાવતા બોલ્યો...
છોડ ને હવે , ભે,, .'સ'... . ભયના માર્યા ગળામજ અટકી ગયો ...
એટલે ભેસ ના બોલ્યો ને વિછણ કહી ..
છોડને હવે વિછણ, તે તો વાળ વીંખી નાખ્યા લે પણ....
આહા,,હા, જાણે બૌ તૈયાર થઈને ફરતો હતો કેમ ! લઘરો તેમાં !
આમ પેલી ટપલી મારતા મારતા લહેકાથી બોલી.
ડોબા તારું માથું પહેલેથી જ વિખેરયેલું ચકલીના માળા જેવુ હતું મારા વાંક કાઢમાં ...
બસ હોં બૌ થ્યું હવે મને તારી જેમ રૂપાળા અંગોના કામણ કરવાની ફાવટ નથી સમજી ..
હાં હા હવે જોયો બૌ ભોળો તેમાં આંખોથી વાતો કરવા સિવાય બીજું તને આવડે છે પણ શું !
પાછો મને સમજાવે છે ....
આમ કહી પેલીએ અનંત ની ભાષામાં જ સામા સવાલો કરી ને અનંત ને મુંજાવી નાખ્યો ..
આંગળીનું ટેરવું અડાડતા તો ડરે છે ...
માત્ર આંખોથી પ્રેમની વાતો કરે છે..
ને પાછો મને કહે છે હે કે ....
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હ્રદય જો હોય કઠણ પાષણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું પણ સમજે ના તું !
જો, ઇશારાની ભાષા તો ભેસ કને ભાષણ શું કામના...
તો હું એમ કૌ છું ડોબા કે...
એવા સ્પર્શ વિનાના પ્રેમ સગપણ શું કામના... ?
સામે આવું તો મારી સાથે લડ્યા કરે છે ..
ને દૂર જાઉં તો મારા વિના રડ્યા કરે છે ..
અક્કલ વગરના પ્રેમમાં આવા વળગણ શું કામના...
હાથમાં અબીલ ગુલાલ હોય..
પણ લગાડવાની ના મજાલ હોય...
તો બારે મહિના હોય તોય, ફાગણ શું કામના ...
પેલી અનંત ને આલિંગનમાં લઈને...
જો પ્રેમ જીવનમાં જુસ્સો પેદા ના કરી શકે
તો રાત આખી નાહક આ જાગરણ શું કામના...
અનંત મુંજાઈ ગ્યો .. મુંજવણ નો માર્યો બોલવા ગયો પણ બોલી ના શક્યો ને
પણ..પણ...યાર તું , તું , હું, હું,,મને ...
પેલી ગુસ્સે થઈ ને રે'વાદે . રે'વાદે હવે પણ,,પણ,,,ના કર...
"અનંત" બૌ ભોળો ના બન ..!
પ્રેમમાં કસકસતું આલિંગન
અને ચસચસતું ચુંબન પણ જરૂરી હોય છે..!
આખુય શરીર જો ના ઝણઝણે...
તો એવા પ્રેમ સંબંધ સાધારણ શું કામના...
બોલ "અનંત" બોલ...દે જવાબ હવે...
હું ભેસ કે પાડો તું.. ? હું. હું. હું. ઉહ..
પેલીના હોઠ અને આલિંગનમાંથી છોડે તો બોલે ને... માંડ માંડ છૂટ્યા પછી...
અનંત હાફતો હાંફતો.... બબડ્યો આમ હોય,
માથું વીંખી નાખ્યું લે પણ મારૂ, ગાંડા જેવીએ ...
પહલેથી જીથરા જેવા વાળ હતા તોય....
માથાના વાળ સરખા કરતો કરતો અનંત ભીતર જઈને પોતાના કામે વળગી ગયો....
અનંતને વાળ સરખા કરતો અંદર જતો જોતી જોતી પેલી મનોમન શરમાતા બબડી...
અંતે મનેજ શરમ મુકાવી પાડાએ ... :)
*બ્લાસ્ટ*
"અનંત" ક્ષણમાં જે મજા હોય છે સતત માં નથી હોતી.
'ને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.
"અનંત"

No comments:
Post a Comment