Friday, 15 March 2013

આ તો કાઈ નથી! "અનંત" ની રચનાઓ માથી ....

આ તો કાઈ નથી!


કોને ખબર ભઈ ક્યારે ક્યાથી કેવા કેવા વિચાર નીકળે.  
અણીયાળી આ કલમ માથી જો શબ્દો ધારદાર નીકળે.  

ગુસ્સે થઈ મ્યાંનમાથી એ મૂઠ પકડી સટાક દઈને ખેંચે.  
જો આબરૂના થાય ધજાગરા સાવ બુઠ્ઠી તલવાર નીકળે. 

છેતરાઈ ગયાનું ભાન થાય ડોબાને મળ્યા પછી. લાગે -
દેખાવે જે  બુધ્ધિશાળી એ પણ મૂરખનો સરદાર નીકળે.   

અન્ન ગરીબોનું મોંઘુ થયુ ! તેથી કદાચ  ઘરમાં પણ !  
 દરોડા પડે  જે ઘરમાથી ખિચડી,બાજરો કે જુવાર નીકળે.

આપણે માનીએ એવુ કેગરીબ છે બીચારો ખુબ દુખી છે.
ભાઈ મારા અમીરોથી પણ વધુ સુખી એનો સંસાર નીકળે. 

ધ્યાનથી જુવો હરેક ઘટના ધ્યાનથી વાંચો જો હરેક રચના 
"અનંત" ક્યાક કોઈને સ્પર્શતો એમાંથી જીવન સાર નીકળે.

ઘરનો તાજો બારૂદ :- 

લ્યો હવે તો બકાલું પણ મોંઘું થયું, હવે કદાચ બને એવું - 
રેડ પડે એ ઘરમાં જ્યાથી  ડુંગળી ટામેટાં ગુવાર નીકળે.  




કોને ખબર ક્યારે ક્યાથી નીત નવા વિચાર નીકળે.

અણીયાળી આ કલમ માથી શબ્દો ધારદાર નીકળે.


મૂઠ પકડી, સટાક દઈ.. ખેંચે ગુસ્સામાં, મ્યાન માથી.

આબરૂના થાય ધજાગરા..જો, બુઠ્ઠી તલવાર નીકળે.




અન્ન ગરીબોનું મોંઘુ થયુ, તેથી. એ ઘરમાં પણ  પડે,

દરોડા  જે  ઘરમાથી ખિચડી,બાજરો કે જુવાર નીકળે.




ચારે બાજુ થી બુધ્ધિ શાળી લાગે પણ, આ શું !મળો, 

ત્યારે ખબર પડે સાવ ડોબો..!મુરખનો સરદાર નીકળે.





આપણે માનીએ એવુ કે, ગરીબ ..બીચારો ખુબ દુખી છે.

ભાઈ મારા, અમીરોથીયે વધુ સુખી એનો સંસાર નીકળે.





ધ્યાનથી જુવો હરેક ઘટના, ધ્યાનથી વાંચો હરેક રચના,

"અનંત" ક્યાક કોઈને સ્પર્શતો એમાં જીવન સાર નીકળે.



"અનંત"

ઘરનો બ્લાસ્ટ:- 


લ્યો હવે તો બકાલું પણ થયું મોંઘું હવે કદાચ બને એવું .
રેડ પડે એ ઘરમાં જ્યથી ડુંગળી ટામેટાં ગુવાર નીકળે.


No comments:

Post a Comment