Thursday, 14 March 2013

"મન"

"મન"


પ્રભાતે વહેલો ઉઠી,

ગયો ન્હાવા..! 

હાથ ધોયા, પગ ધોયા,

માથું ધોયું, મોઢું ધોયું,


આગળ પાછળ બધેથી

ઘસી ઘસીને આ તન ધોયું ,

પણ રે... આ ‘મન’


આ શરીરને દુનિયાના મેલથી,

ઝીણી  ઝીણી રજકણથી બચાવવા

પહેરીને ઉજળા કપડાં...



પણ રે... આ ‘મન’

ને આ મન તો ક્યાંય ભીતર.....  


સાવ ભીતર...  ભીતર ...


ને, છતાં થાય કેમ મેલુ  ?


એક પણ ડાઘ વીનાના ધોળા ફૂલ જેવા !

કપડાં ઘણા જોવા મળે... કપડાં જ..!


પણ રે... આ ‘મન’


સાવ સાફ ?

ના...ના... 

ખૂણે ખાંચરે ક્યાક તો મેલ હોવાનો જ .

માંજવાના અનગિનત કરુ પ્રયાસ

ને થઈ પણ જાય ચકાચક..

પણ ક્યાં ક્યાંથી બચાવું એને

ઉજળા કાપડની વચ્ચે ... કપડાં જ !

ઘરથી બહાર નીકળીને બીજુ કેટ કેટલુ જોવાનું સાલુ ....

કેટલું ભીતર... કેટલુ ભીતર છે આ “મન”

મારી સતત કરેલી મહેનત (ઝાઝી નહીં તો થોડી )



પણ રે... આ ‘મન’

નીષ્ફળ જાય ને "એકાદ"

નાનો મોટો ડાઘ લઈને

ઘરે પાછુ ફરે...

આ “મન” છી...છી..છી...

“ચાલ ફટાફટ એને બંધ આંખે, માંજવા માંડ..! 


મેલુ જ થવાનું એતો ખુલ્લી આંખે ફરી ફરીને“


બહાર પણ કેમ નીકળવું બંધ આંખે ?

પણ માંજવાની તલપ અને માંજતાય આવડે ?


બહુ કેવાય !

પણ માંજી માંજી ને સાવ ઘસાય તો નહીં જાયને ?આ “મન”?

રે.... ”અજ્ઞાની” એવું જો થાય ને... તો ,?

તો.... તો...તો....

             તો સુખ....મૂ.... સુખ..........

"અજ્ઞાની" 


"અજ્ઞાની" 

No comments:

Post a Comment