Saturday, 16 March 2013

શાંત સ્થિર નિર્મળ નિર્મળ જળમાં.....



શાંત સ્થિર,નીરવ, નિર્મળ જળમાં.
એક ટીપું પણ સરજે વમળ પળમાં.
મારા પ્રેમની શુધ્ધતાને માપવાનુ છોડ.
મન મક્કમ કરમને એકાંતમાં મળમાં.

સળગી ઉઠશે..!તારા આંસુ નું એક ટીપું, 
પણ જો પડશે,મારા પત્ર યાને કાગળમાં
ભર ચોમાસે વરસી જઈશ.... એક"દી"
ક્યાં સુધી ભરાઈ રહીશ હું પણ વાદળમાં.


કોઈના ઉદાહરણ આપી પરેશાન તું ના કર
હું બસ હું જ છું અન્ય સાથે મને તુ સાંકળમા. 
તુ જુએ છે મનેકેવળ "અનંત" સાગરમાં, 
'ને હું જોઉ છું તને, ફૂલ ફૂલ પર ઝાકળમાં. 





અનંત

No comments:

Post a Comment