Sunday, 17 March 2013

કવિતા... "અનંત" ની રચનાઓ. માથી.....

એક સર્જક જ્યારે કોઈ પણ સર્જન કરે છે, ત્યારે એના,
એ સર્જનમાં કોઇની ને કોઇની સંવેદના જીલાતી હોય છે.
******************************************* 

જ્યારે કોઈ લેખક દ્વારા વાર્તા લખાતી હોય,
કે પછી કવિ દ્વારા કવિતા લખાતી હોય છે.

"અનંત" એ વાર્તા  કે કવિતાના, શબ્દોમાં.
કોઇની ને કોઈની સંવેદના જીલાતી હોય છે.  
**********************************

કવિતા ક્યારેક વાસ્તવિકતા હોય છે.
તો ક્યારેક કેવળ એ કલ્પના હોય છે.

"અનંત"કવિતા જીવે છે કોઈ કોઈમાં. 
તો કોઈ કવિતા  જેવુ  જીવતા હોય છે.
******************************

નદી, ઝરણું , તળાવ, સાગર આખરે પાણી જ પાણી.  
મગર સાગરના પાણી ખારા, હોય છે મીઠા સરિતામાં.      

"અનંત"ફર્ક હોય છે,ઘણો કવિતા ને વાસ્તવિકતામાં. 
વાસ્તવમાં જે નથી જીવાતું, જીવાય છે એ કવિતામાં.
****************************************
અને ..... 
હોય એમાં પણ , જળ , વાદળ, ઝાકળ જેવુ.  
તોય ભીંજાય ના જરી, રહે કોરો કાગળ કેવું.! 

બસ આવું જ હોય છે કવિતાનું. લાગણી, પીડા,   
પ્રેમ, દર્દ, વેદના વ્યથાની ગૂંથેલી સાંકળ જેવુ.  

જોયું, જાણણ્યું, અનુભવ્યું અને બસ એ માણ્યું . 
એથી વિશેષ ના હોય કશું આગળ પાછળ જેવુ.    

શક્ય અશક્ય જેવુ ના હોય કશુયે  કવિતામાં. 
ચાહે તે ધારો, ધારો તે ચાહો બસ આ પણ એવું. 

"અનંત" બસ લખાય, વંચાય ને ભુલાઈ જાય.  
આ જળ, વાદળ ને ઝાકળ, તોય કોરો કાગળ જેવુ.         

     

No comments:

Post a Comment