એક સર્જક જ્યારે કોઈ પણ સર્જન કરે છે, ત્યારે એના,
એ સર્જનમાં કોઇની ને કોઇની સંવેદના જીલાતી હોય છે.
*******************************************
જ્યારે કોઈ લેખક દ્વારા વાર્તા લખાતી હોય,
કે પછી કવિ દ્વારા કવિતા લખાતી હોય છે.
"અનંત" એ વાર્તા કે કવિતાના, શબ્દોમાં.
કોઇની ને કોઈની સંવેદના જીલાતી હોય છે.
**********************************
કવિતા ક્યારેક વાસ્તવિકતા હોય છે.
તો ક્યારેક કેવળ એ કલ્પના હોય છે.
"અનંત"કવિતા જીવે છે કોઈ કોઈમાં.
તો કોઈ કવિતા જેવુ જીવતા હોય છે.
******************************
નદી, ઝરણું , તળાવ, સાગર આખરે પાણી જ પાણી.
મગર સાગરના પાણી ખારા, હોય છે મીઠા સરિતામાં.
"અનંત"ફર્ક હોય છે,ઘણો કવિતા ને વાસ્તવિકતામાં.
વાસ્તવમાં જે નથી જીવાતું, જીવાય છે એ કવિતામાં.
****************************************
અને .....
હોય એમાં પણ , જળ , વાદળ, ઝાકળ જેવુ.
તોય ભીંજાય ના જરી, રહે કોરો કાગળ કેવું.!
બસ આવું જ હોય છે કવિતાનું. લાગણી, પીડા,
પ્રેમ, દર્દ, વેદના વ્યથાની ગૂંથેલી સાંકળ જેવુ.
જોયું, જાણણ્યું, અનુભવ્યું અને બસ એ માણ્યું .
એથી વિશેષ ના હોય કશું આગળ પાછળ જેવુ.
શક્ય અશક્ય જેવુ ના હોય કશુયે કવિતામાં.
ચાહે તે ધારો, ધારો તે ચાહો બસ આ પણ એવું.
"અનંત" બસ લખાય, વંચાય ને ભુલાઈ જાય.
આ જળ, વાદળ ને ઝાકળ, તોય કોરો કાગળ જેવુ.
No comments:
Post a Comment