Monday, 4 March 2013

કરી દૂર મને...

​"પરદેશ જવાની આ તૈયારી છે"
​કરી દૂર મને, પરદેશ જવાની તારી આ તૈયારી છે,
હાં, જો સાથે જીવવું, તો જવું પડશે... લાચારી છે!
​જેમ વૃક્ષને વેલ, એ રીતે મને તું બાહોમાં ભરી લે,
તને પ્રેમથી ભીંજવૂં હું, મને પ્રેમથી તું ભીંજવી દે.
​કોણ જાણે કેટલા યુગોનો ભાર સહ્યો વિયોગે!
આવ આજ એ હળવો કરીએ, આંસુ ઠાલવી લે.
​તારા નાજુક ખભાને હું ભીંજવૂં આંસુથી,
મારોય ખંભો તું આજ આંસુથી ભીંજવી દે.
​કોણ જાણે ફરી કેટલાય યુગોનું છેટું થશે!
છેલ્લી થોડી ક્ષણોમાં, પ્રેમ યુગોનો કરી લે.
​"અનંત" સાચવીને રાખજે આંસુ આંખોમાં 
હું આવું ત્યાં સુધી, આજ મન ભરીને રડી લે..!
​"અનંત"




"અનંત" 
 

No comments:

Post a Comment