Tuesday, 5 March 2013

"અનંત" ની રચનાઓ માંથી.....



બસ એક વાર કર તું સાચી કબૂલાત ....
~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હ્રદય પર હાથ મૂકીને કહેજે તે પણ પ્રેમથી જોયું તો હતું ને મારી સામે? 
તું જ કહે નહીં તો ભલા તને ખબર કેમ પડે કે મે જોયું હતું તારી સામે?


પ્રેમના સોગંદ ખાઈને કહેજે સુંદરતા તારી પણ પ્રથમ પસંદગી છે ને ? 
શું તમે છોકરીઓ પણ નથી ઇચ્છતી હોતી કે કોઈ જુવે તમારી સામે???

તારી ખબર નૈ. હું તો એવું માનું. સુંદર નારીને ના જુવો તોયે અપમાન.  

ગર જોવાનો ગુનો બેઉ કરતાં હોય તો ઇલ્જામ કેમ એકલા અમારી સામે? 

ગુનો જોવા સામે નહીં બલ્કે ...! ઈચ્છા વિના સ્પર્શવા સામે હોવો જોઇયે. 
જો આટલું નહીં સમજાય તો કાયમ ઉઠશે આ જ પ્રશ્ન મારી ને તારી સામે. 


અગર જોવું દેખાડવું ના પસંદ તો જેની ઈચ્છા નહીં એ કરે આંખ બંધ. 
અને મન મક્કમ.મજાલ નથી કોઇની કે પછી જુવે કોઈ નર નારી સામે. 


“અનંત” ફરી પૂછું છું એજ પ્રશ્ન સાવ સાચું કહેજે . હું પણ સ્વીકારું  છું સાચું.
હાં મે તો  જોઇ જ હતી પ્રેમથી તને તે પણ જોયું હતુ ને પ્રેમથી મારી સામે?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ભીની માટી નો લોંદો ધરા પર પડી ઉપડે, તો થોડી ધૂળ પણ એ ઉપાડે જ.  
તો પછી ફર્ક કઈ નથી પડતો માટી કે ધરા ને એ વાત હું કેમ કરીને સ્વીકારું ?

પુરાવા વિના હું કશું ના કહું કોઈને, ના હું કઈ પણ સ્વીકારું કદી પુરાવા વિના.
"અનંત"તુયે પુરાવો મળે તો જ સત્ય માનજે ! હું પણ પુરાવા ધરીને સ્વીકારું.   

No comments:

Post a Comment