Monday, 4 March 2013

વિદ્યાર્થી જોગ સંદેશ....



હા તો વિદ્યાર્થી જોગ સંદેશ...

બધાજ વિદ્યાર્થીઓ ને પાસ થાય તેવી શુભેચ્છા....હું  નહીં આપું ............

કારણ એ તો બધા જ આપે છે... હે ને ?

અને બધા જ પાસ થાય એ જરૂરી નહીં...

શા કારણે પાસ થયા, શા માટે નાપાસ થયા ...

એ બધી વાતો માં નહીં પાડવાનું....

નાપાસ થવાનુ....



પણ............

નાસી પાસ નહી થવાનું .........

આ પોસ્ટ સાથે મૂકેલી લબાળની તસવીર જેવી એક પણ રેખા...



ચહેરા પર ના ઉપાસવી જોઇયે.....

હા વચ્ચે રહેલી ઘોઘાની તસવીર માફક હસી કાઢવાનું ...

ભણવામાં નાપાસ થયેલા બીજી ઘણી ...



પરીક્ષામાં પાસ થાઈ શકે છે અને થાય પણ છે...

હા હું વારે વારે નાપાસ થયે છુ.....



ભણવાની વાત હું ના કરું કારણ....

હું આઠ ચોપડી પરાણે પાસ ...



પણ જીવનની બીજી ઘણી બાબતમાં હુ પાસ થયો છું..

હજુ પણ મારી પરીક્ષા લેવાય છે અને હજુ પણ નાપાસ થાઉં છું..



છતાં ઘણાને હું પાસ લાગુ છું...

આ પાસ નાપાસ નું ચક્કર ચાલ્યા જ કરશે....

ભણવામાં નાપાસ થયો એ નાપાસ નહીં.



પણ મનથી જે નાસીપાસ થાય તે ખરેખર નાપાસ ....

બસ એજ ના થવું જોઇયે ....

અને પાસ થયેલા પાર્ટી કરે ત્યારે.....



નાપાસ થયેલાએ પણ જબરી પાર્ટી કરવી.....


અને વધુમાં 3 ઈડિયટ જોવા ચાલ્યું જવું ......
"જી'' મે ઘોઘીને ક્યારનું આ સંદેશ વહેતો કરવાનું કહ્યું હતું કર્યો કે નહીં .. 
મને ખબર નથી જો બધાને આ સંદેશ, એમાએ ખાસ કરીને વિદ્યાર્થીઓને મળી જાય તો..... 
જાણ કરશો તો હું ઘોઘીનો આભાર .... નહીં બિલકુલ  હું એનો આભાર નહીં માનું.... 
બલ્કે હું એને કર્તવ્ય પાલન કરવા માટે બિરદાવીશ ....  


No comments:

Post a Comment