Friday, 15 March 2013

અક્ષર... "અનંત" ની રચનાઓ માંથી...

અક્ષર.... 

અક્ષર ધોળા, કાળા અક્ષર.  
તોયે કેવા રૂપાળા અક્ષર. 

કલ્પના શૃંગાર કપડાં એના. 
કલ્પના વિના ઉઘાળા અક્ષર.  

જરાક જ  જો માત્ર મેળ બગડે તો, 
ફરે અર્થ, કરે ગરબડ ગોટાળા અક્ષર. 

કોઈના ઝીણા કીડી સમા તો ,  
કોઈના ફાંદ સમા દુંદાળા અક્ષર.         

મીઠી યાદ આબાદ રહે કાયમ. 
હાથમાં પિયુ નામે છૂંદાળા અક્ષર. 

ચાલે કલમના સહારે "અનંત"   
સાથે ચાલે પગપાળા અક્ષર.   

"અનંત"

No comments:

Post a Comment