હું નથી જાણતો...
શું જ્ઞાન છે, શું અજ્ઞાન છે.
આ પણ અધૂરું જ જ્ઞાન છે.
આ પણ ભ્રમ તે પણ ભ્રમ .
હું પણ ભ્રમ ને તું પણ ભ્રમ .
હાં સઘળું જ ભ્રમ છે માનજે.
ખુલ્લી આંખે કલ્પના જેવુ.
‘ને બંધ આંખે સપના જેવુ
આ આવવું ને જવું એતો છે.
માત્ર
ને માત્ર સપના જેવુ
છતાં રાચવું હોય તો રાચજે.
ભ્રમમાં જ રહી ભ્રમ માણજે .
પણ ભ્રમને સત્ય ના જાણજે.
ભ્રમ અગર જો કદિ ભાંગશે
જો ભાંગશે તો ભાંગી નાખશે.
માટે સમજી વિચારી નાચજે .
જે મારામાં એજ તારામાં છે.
ને તારામાં એજ મારામાં છે.
આ ઈશ્વર તો બધામાં છે.
સદીઓથી સંતો ગ્રંથો કહે.
તું પણ ગ્રંથ ખોલીને વાંચજે.
નીત દર્શન એના કરું છું.
હું તો રોજ એને મળું છું.
શું તું પણ મળવા માંગશે ?
ચાહે તો તું પણ મળી શકે.
મારી માફક આંખ સામે રાખજે
તું પણ પ્રતિબિંબિત કાંચને.
શું
ફરક પડે હું એને પૂજુ કે
પછી દર્પણમાં હું પૂજુ મને.
બન્ને સરખી જ તો વાત છે.
હોશિયાર થજો બસ આટલા.
શીખવાના છે બે જ દાખલા.
હિશાબ સાવ સીધો લાગશે.
નથી ગરબડ નથી ગોટાળા
છે બાદબાકી ‘ને સરવાળા.
જો ભાંગવાં જશે તો ભાંગશે.
છે બહારના આ ફાંફા ખોટા.
કે રાખ નહીં તું ફાંકા ખોટા.
તું સમજી વિચારી ચાલજે.
મન જ્યારે ચકડોળે ચડે.
ને જવાબ જો કોઈના જડે.
તું
કિતાબ કર્મની વાંચજે.
જવાબ સઘળા જ મળી જશે.
આંખો તારી પણ ઊઘડી જશે.
શ્રધ્ધા બસ મનમાં તું રાખજે .
બહારથી પણ ઘણું બધુ મળે.
ને ભીતર એનાથીય વધુ જળે.
ઓ “અજ્ઞાની“ ભીતર તું ઝાંકજે.
“અજ્ઞાની “
"અજ્ઞાની" હજુ સુધી કોઈ એ જાણી નથી શક્યું.
કે હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.

No comments:
Post a Comment