Friday, 17 January 2014

એજ જૂની પુરાણી અનંત ની રચનાઑ માંથી... ચેતવણી....

ચેતવણી... 


યા તો હસવું આવશે , યા તો આંખો  છલકાઈ જશે. 
મારી વાતો  અટપટી લાગશે , તું પણ અકળાઇ જશે .  

આ બધુ મે પહેલા જ કહ્યું હતું  'ને , ફરી પાછો કહું છું.
તો તું દુખી નહીં થાય, જો હજુ પણ તને સમજાઈ જશે .  

 ના !મને મનાવતા  નહીં આવડે , હું મનાવી નહીં શકું . 
રડ્યા જ કરશે, અગર જો કદી મારાથી તું  રિસાઈ જશે. 

દૂર રહેજે મરાથી હું ચુંબક જેવો  છું , તેથી તને ચેતવું છું . 
વર્ના આકર્ષણ ના સિધ્ધાંત મુજબ તું  પણ ખેંચાઇ જશે . 

આમ પુનમ ના ચંદ્ર જેવો ચહેરો લઈ તું સામે ના આવ.  
આ દરિયામાં પ્રેમની જો ભરતી આવશે, તું તણાઇ જશે .

તરફડિયાં મારી મારીને અંતે તું મરી  જશે ઑ મછલી . 
ભૂલથી પણ તું જો  આ મછવારા ની જાળમાં ફસાઈ જશે.    

હું ખુદ મને ઉકેલી નથી શક્યો , મને ઉકેલવાનું છોડ તું. 
"અનંત"  ગર મને ઉકેલવા જશે તો તું પણ ગૂંચવાઈ જશે . 

"અનંત"

અને પછી મુંજાઈ જશે તું પણ .   
મારાથી ગૂંગળાઈ  જશે તું પણ.

સાચે મને ઉકેલવાનું રહેવાદે . 
નાહક ગૂંચવાઈ  જશે તું પણ .
***********************
કાંચિડા માફક રંગ બદલું છું હું . 
તેથી શિકારી મને સમજે છે તું . 

ખુદને રક્ષવા બદલે છે રંગ જેમ , 
કાંચિડો. બસ એમ જ હું બદલું  છું. 
"અનંત" 



No comments:

Post a Comment