ચેતવણી...
યા તો હસવું આવશે , યા તો આંખો છલકાઈ જશે.
મારી વાતો અટપટી લાગશે , તું પણ અકળાઇ જશે .
આ બધુ મે પહેલા જ કહ્યું હતું 'ને , ફરી પાછો કહું છું.
તો તું દુખી નહીં થાય, જો હજુ પણ તને સમજાઈ જશે .
ના !મને મનાવતા નહીં આવડે , હું મનાવી નહીં શકું .
રડ્યા જ કરશે, અગર જો કદી . મારાથી તું રિસાઈ જશે.
દૂર રહેજે મરાથી હું ચુંબક જેવો છું , તેથી તને ચેતવું છું .
વર્ના આકર્ષણ ના સિધ્ધાંત મુજબ તું પણ ખેંચાઇ જશે .
વર્ના આકર્ષણ ના સિધ્ધાંત મુજબ તું પણ ખેંચાઇ જશે .
આમ પુનમ ના ચંદ્ર જેવો ચહેરો લઈ તું સામે ના આવ.
આ દરિયામાં પ્રેમની જો ભરતી આવશે, તું તણાઇ જશે .
તરફડિયાં મારી મારીને અંતે તું મરી જશે ઑ મછલી .
ભૂલથી પણ તું જો આ મછવારા ની જાળમાં ફસાઈ જશે.
હું ખુદ મને ઉકેલી નથી શક્યો , મને ઉકેલવાનું છોડ તું.
"અનંત" ગર મને ઉકેલવા જશે તો તું પણ ગૂંચવાઈ જશે .
"અનંત"
અને પછી મુંજાઈ જશે તું પણ .
મારાથી ગૂંગળાઈ જશે તું પણ.
સાચે મને ઉકેલવાનું રહેવાદે .
નાહક ગૂંચવાઈ જશે તું પણ .
***********************
કાંચિડા માફક રંગ બદલું છું હું .
તેથી શિકારી મને સમજે છે તું .
ખુદને રક્ષવા બદલે છે રંગ જેમ ,
કાંચિડો. બસ એમ જ હું બદલું છું.
"અનંત"
No comments:
Post a Comment