આવી ગઈ તું !
ઘોઘી ચોંકી ગઈ !
હજુ તો મેં દરવાજે પગ મુક્યો છે !
અને ક્યારેય નહિ ને આજે ઘોઘો પણ અવળી દિશામાં મોં રાખીને
અવળો બેઠો છે !
કાયમ સામે પડેલા સોફા પર બેઠો હોય છે
અને સોફો દરવાજાની બિલકુલ સામે
એટલે જે આવે તે તરત દેખાય જાય
કાયમ સોફા પર બેસીને ટીપોય પર ઘોઘાના પગ લંબાવેલા હોય છે !
પણ ખબર નૈ કેમ આજે ઘોઘો સોફા સામે રહેલી ટીપોયની બાજુમાં રાખેલી
ખુરશી પર બેઠો છે અને પગ સોફા પર લંબાવેલા છે !
છતાં મેં દરવાજે પગ મુક્યા ભેરી ઘોઘાને ખબર કેમ પડી કે હું આવી ગઈ છું !
અને આજે તો ઘોઘાને ચીડવવા મેં પગમાથી પાયલ પણ ઉતારી નાખી છે !
ઘોઘો લગભગ આખો ઢાળીને બેઠો હોય છે અકલે
ઘોઘીએ વિચાર્યું હતું કે આજ તો છુપાઈને ઘોઘાના ઘરમાં ઘુસી જવું છે
અને પછી એની હરકતો જોવી છે !
અને પછી ઓચીંતું સામે આવવું છે !
આવું કઈ કેટલુંય કારસ્તાન કરવાનું વિચારીને આવેલી ઘોઘી ચોંકી
જ્યારે ઘોઘાએ કહ્યું
આવી ગઈ તું !
હાં આવી ગઈ પણ તને ખબર કેમ પડી ઊંધો બેઠો હોવા છતાં
આજે તો મેં પાયલ પણ નથી પહેરી તો તને ખબર કેમ પડી ઘોઘા કે
હું આવી ગઈ છું !
આવું બધું કહેવાની ઘોઘીને ઈચ્છા થઇ આવી
પણ પછી એ ઈચ્છા જુદાજ આશય થી માંડી વાળી
અને ઘોઘી દરવાજેજ થોભી ગઈ
ઘોઘીએ દૂરથી જોયું
ઘોઘાનું મોં પણ નીચું હતું !
તારે આવુંજ પડશે !
અંતે આવીજ ગઈ તું !
યાદ છે તને ?
આવું મેં તને ક્યારે કહ્યું હતું ?
ક્યારે કહ્યું હતું ?શું કહ્યું હતું ?
ઘોઘી ફરી જવાબ આપવાની ઈચ્છા થઇ !
પણ આગળની ઈચ્છા પુરી કરવા અધૂરી રાખી
ચૂપ ચાપ દરવાજાને અઢેલીને ઉભી રહી ગઈ.
ઘોઘાને તો લગીરે ખબર નથી કે ઘોઘી આવી છે
એ તો નીચું ઘાલીને બબડાટ કરે છે
શું ને શું બબડે છે એ જાણવા સાંભળવા ઘોઘી કાન સરવા કરી
ચૂપ ચાપ દરવાજા પાસેજ બેસી જાય છે
જેથી અગર ઘોઘો ભૂલે ચુકેય પાછું ફરીને જુવે તો ઘોઘી દેખાય નહી .
ઘોઘો માથું ખંજવાળે છે
થોડીવાર ચૂપ થઇ જાય છે
નાનકડી ખોલીમાં નીરવ શાંતી પથરાઈ જાય છે !
માથું ખંજવાતાં ખંજવાળતા ઘોઘો
ફરી ,ફરીથી બબડાટ કરે છે !
આવી ગઈ તું !
તારે આવુંજ પડશે !
અંતે આવીજ ગઈ ને તું !
યાદ છે તને ?
આવું મેં તને ક્યારે કહ્યું હતું ?
ત્યારે, જ્યારે તે કહ્યું હતું હું ક્યારેય નહી આવું !
જવા માટે એક બહાનું હોય છે તેમ ,
આવવા માટે પણ કારણ હોયજ છે !
તું કહે ના કહે કારણ
પણ !મને , ખબર છે !
આ વાક્યના શબ્દોને
"તું કહે ના કહે કારણ પણ !મને , ખબર છે !
અગર તું તોડી જોડીને વાંચીશે તો
બીજા બે ચાર અર્થ પણ નીકળશે !
તને સમજાશે કે નહી , એ મને, ખબર નથી !
ખૈર...
ઘોઘો અકળાય છે ખબર નથી પડતી શું ને શું ઢસડી માર્યું છે !
આવા કામ મને ના સોંપાતો હોય તો !
અકળાયેલો ઘોઘો આગળ વધે છે !
પાછળ ઉંબરે બેઠી બધુજ જોવે સાંભળે છે !
તું અધુરી આવ હતી અધૂરી ગઈ હતી !
હું પણ એજ રીતે આવતો જતો રહુ છું !
અને સૌ કોઈ એમજ આવે જાય છે !
અને બસ એજ કારણ છે આવવા જવાનું
જઈને આવવાનું આવી ને જવાનું
ફરી ફરીને ફરી પાછું અહીજ આવવાનું
કારણ કે,
હર વખતે કૈક અધૂરું છૂટે છે
હર વખતે કૈક ને કૈક ખૂટે છે !
અને મને ખબર છે કે,
તે ઘણું બધું કહ્યું અને,
હજુ ઘણું બધું તારે મને કહેવાનું હતું !
પણ હું કઈ સાંભળતો નથી એમ સમજી તું નારાજ થઇ
"હવે ક્યારેય નહીં આવું "
એમ કહી ચાલી ગઈ !
ત્યારેજ મેં તને કહ્યું હતું દ્રઢતા પૂર્વક કે,
તારે પણ આવુંજ પડશે !
જો કે તને એમ હતું ,તને એવો ભરમ થયેલો કે,
હું સાંભળતો નથી તારી વાતો !
પણ એ માત્ર તારો ભ્રમ હતો !
સાંભળવા માટે માત્ર કાન જ કામ આવે એવું તું માને છે !
મગર આંખો બૌ બોલકી હોય છે અને,
આંખો બોલાતી પણ હોય છે !
તો ,
આંખો સાંભળી પણ શકે ને !
"મને આવી કૈજ ખબર નથી ઘોઘો માનમાંજ બબડ્યો "
બસ હું એજ કરતો હતો !
જ્યારે તું બોલતી
કાનોનુ કામ હું આંખોને સોંપી દેતો હતો .
પણ કદાચ તારી આંખો બહેરી હતી !
તો એમાં મારો વાંક તો નાજ કહેવાય ને !
ખૈર ....
કાશ...કોઈ વાર તે પણ !
મારી આંખોમાં ઝાકીને જોવું હોત !
તો તું અહીજ હોત !
ક્યહીં ગઈજ ના હોત !
જો કે ગયા પછી તું નથી
એવું તું માનતી હતી !
કદાચ તું જાણતી નથી !
મગર ... *
*****
ઉંબરે લપાઈને બેઠેલી ઘોઘીને પેટમાં ફાળ પડી
મારો ઘોઘો ક્યારનો નીચું ઘાલીને એકલો એકલો બકબક કરે છે
એ ગાંડો તો નહિ થઇ ગયો હોય ને !
કે પછી મારો એકનો એક ઘોઘો પારકો તો નહિ થઇ ગયો હોય ને !
એક ક્ષણ તો ઘોઘીને ઘોઘા સામે જવાનું મન થઇ ગયું
પણ જાણવવાની જિજ્ઞાસાએ જવા ના દીધી
*ઘોઘીને પણ ઘોઘો એનો એકનોજ લાગતો હતો પણ એવું હતું નહી*
********
હું હોઠ અને જીભનો જરૂર સિવાય ઉપીયોગ નથી કરતો !
બોલવાનું તો વર્ષો પહેલા મેં છોડી દીધું છે !
તારા કહેવા મુજબ તને મારું બોલવું
બબડાટ બકવાસ અને બકબક લાગતું હતું ને !
તો બબડાટ કરવાનું ,બકવાસ કરવાનું બકબક કરવાનું કામ ,
પણ વર્ષોથી મેં મૂંગી કલમને સોંપી દીધું છે !
કારણ કે મારો વાંક છે !
*****
"પણ મારો શું વાંક ! કે મને આ કામ સોપ્યું "
ઘોઘો ઉભો થયો ગળા પર હાથ ફરાવતા ફરાવતા આમ તેમ જોયું
તરસ લાગી હતી પણ પાણી આપનાર કોઈ દેખાયું નહી
અકલે પાછો બેસી ગયો !
*****
પાણી આપું ઘોઘા !
ઘોઘીના હૈયાએ પોકાર કર્યો પણ હોઠ સિવાય ગયા
અગર જો બોલે તો ભાંડો ફૂટે અને પોતે ક્યારની આવીને છુપાયને બેઠી છે
એ ઘોઘાને ખબર પડી જાય અગર જો એવું થાય તો !!?
ઘોઘાના મનમાં આખરે ચાલી શું રહ્યું છે એ ક્યારેય જાણવા ના મળે
અને ,
અનેક પ્રશ્નો એક સામટા ઘોઘીના માનમાંજ ઉદભવીને સમી ગયા !
ઘોઘીની જાણવાની જંખનાએ ઘોઘાને તરસ્યો રાખ્યો...
ઘોઘો તરસથી તરફડતો તડપતો હોવા છતાં
અને નજરો નજર ઘોઘાની તરસ અને તડપ
જોવા છતાં ઘોઘી પાણીનો એક પ્યાલો લઈને
ઘોઘા પાસે ના જઈ શકી !
કેટલું કરૂંણ
ઘોઘાની તરસ વિષે ઘોઘી જાણતી હતી
ઘોઘાને વારે વારે વાતે વાતે તરસ લાગતી હતી
પણ આજે ઘોઘી લાચાર હતી.
********
ઘોઘો પાછો નીચું ઘાલીને બકબક કરવા લાગ્યો !
મારા બોલવા પર બબાલ થઇ જાય છે !
મને કદાચ ! કદાચ મને બોલતાજ નથી આવડતું !
પણ ! તો પણ કમાલ થઇ જાય છે !
મારા ચૂપ રહેવા પર પણ લોકોને અનેક સવાલ થઇ જાય છે !
ખબર નૈ કેમ હું ચૂપ હોઉં છું તો પણ !
તને પણ મારા પડઘા સંભળાય છે !
જ્યારે કે હું તો એકદમ ચૂપ હોઉં છું !
ખૈર ...
મારા વાંકે !તું આ શહેરથી દૂર ગઈ !
તારા ગયા પછી તને જ્યારે મેં દૂર જવાનું કારણ પૂછ્યું ત્યારે તે એમજ
કહ્યું હતું ને !કે,
તારા વાંકે હું આ શહેર છોડું છું !?
અચ્છા..!તો,
હવે તારા હાથમાં મારો આ પત્ર આવે પછી
વાંચીને મને ખાલી એટલું કહેજે કે,
ફરી આ શહેરમાં કોના માટે આવી છે તું ?
*****
અરે ભૈ જેના માટે આવી હોય તેના માટે તારે શું !
હવે આ કાગળિયો જલ્દી પૂરો થાય તો સારું
એક તો મને ક્યારની તરસ લાગી છે !
અને આ લાંબો લચક લીરો ....
છેક હવે પાછળ ઉંબરે લપાઈને બેઠેલી ઘોઘીને સમજાયું કે
નક્કી ઘોઘો એના ભાઇબંધના ભાઇબંધનો કોઈ જૂનો પુરાણો
કાગળ લઈને બેઠો છે !
કોઈ દિ નહિ ને આજે એના ભાઈબંધે
એના ભાઇબંધનો કોઈ જૂનો પત્ર ઉકેલવા ઘોઘાને આપ્યો લાગે છે !
હાશ મારો ઘોઘો ગાંડો નથી થયો
ના તો પારકો થયો છે !
ઘોઘી ને હૈયે હાશ થઇ
પણ ઘોઘીની હાશ થી ઘોઘાની પ્યાસ ઓછી ના થઇ
*******
જો કે મારા માટે તું તો શું પણ કોઈજ ના આવે હું એ ભલીભાતિ જાણું છું !
અને મારી પાસે કોઈને આપવા જેવું સિવાય પીડા કશું છેજ ક્યાં !
તે કોઈ આવે મારી પાસે પારકી પીડા લેવા !
સૌને માત્ર ને માત્ર પ્રેમ જોઈએ છે !આનંદ જોઈએ છે !
કોઈને પણપીડા નથી જોઈતી !
પ્રેમની ઈચ્છા કરનાર એ ભૂલી જાય છે કે,
પ્રેમ અને પીડાનો નાતો અતૂટ હોય છે !
અસ્સલ પ્રેમી પ્રેમિકા જેવો
પ્રેમાળ પતિ પત્ની જેવો
આંસુ,વેદના ,વ્યથા આ બધા પ્રેમ અને પીડાના સંતાનો છે !
પ્રેમનો પણ એક અનોખો અલૌકિક પરિવાર હોય છે !
તમે એકલા પ્રેમને ક્યારેય નિમંત્રણ ના આપી શકો !
અગર આપો તો પણ એ એકલો એકલો આવે નહી !
માટે પ્રેમ સાથે પીડા તો કહ્યા માગ્યા વિના સાથે આવશેજ !
અને એ આવશે તો એની પત્ની એના સંતાનો
પીડા ,વેદના વ્યથા સાથેજ લઈને આવશે
જે પીડા,વ્યથા ,વેદનાથી ડરતા હોય,
તેણે ક્યારેય પ્રેમમાં પડવુંજ ના જોય !
મગર આ પણ હકીકત છે કે,
જે પ્રેમમાં પડી
પ્રેમને નહીં જાણે !
તે ક્યારેય "અનંત"
આનંદ નહીં પામે !
કારણ કે ખરો આનંદ વેદનાની પાછળ છુપાયો હોય છે !
જે લોકો વેદનાથી દૂર ભાગે !
ભલા એ આનંદ ક્યાંથી પામે !
અને મારી પાસે તો પહેલેથીજ પ્રેમની અનંત પીડા છે !
તો પછી ભલા કોણ આવે મારી પાસે !
અગર કોઈ આવે તો એ પણ પીડા પામે !
એટલેજ તો હું કોઈને બોલાવતો નથી !
અને જે આવે છે તે
સૌ કોઈ પોત પોતાના માટેજ નીજ સ્વાર્થેજ અહીં આવે જાય છે !
જો કે મારી વાત નોખી છે ! હું જતો નથી !
પહેલા પણ નહીં અને પછી પણ નહીં !
કેમકે હું "અનંત" પ્રેમ છું !
અને પ્રેમ પ્રાણી માત્રની અંદર હોય છે !
તારી ભીતર પણ અનંત પ્રેમ છે !
મારી ભીતર પણ પ્રેમ અનંત છે
પ્રેમ ના શરણે જગત જુકે છે !
પ્રેમ ક્દી ક્યાંય જુકતો નથી !
મગર પ્રેમ સૌને જુકાવે છે
અને જે પ્રેમમાં જુકે છે !
તેજ ઉપર ઉઠે છે !
ખૈર ...
છેલ્લે છેલ્લે થોડી વધારે પડતી બકવાસ થઇ ગઈ !
અને એમાં ને એમાં મૂળ વાત કહેવાની રહી ગઈ !
તું આ શહેર છોડીને મારા વાંકે ગઈ છે એવો ઈલ્જામ મૂકીને ગયા પછી
મને ખબર નથી તું શા કારણે અને કોના માટે આવી છે !
પણ હાં મારી બારીની બહાર આકાશ તરફ જોતો જ્યારે હું ઉભો હતો
ત્યારે લહેરાતા પવને કહ્યું કે તારા રંગરૂપ તદ્દન બદલાઈ ચુક્યા છે !
પવને તો મને એમ પણ કહ્યું કે,
અગર તું મારી સામે આવીને ઉભી રહે તો પણ
હું તને ઓળખું નહીં એ હદે તું બદલાઈ ચુકી છે !
પવનને પણ તારા જેવો ભરમ થાય તો હું કશુંજ ના કરી શકું !
જો કે મેં પણ પવનને સાફ સાફ કહી દીધું છે કે,
જા ભૈ જા !હવે મારે કોઈને ઓળખવું પણ નથી !
પણ એક તું છે કે મને ઓળખે છે !એવો તને ભરમ છે !
અને હું એજ છું !
તારા આવા ભરમને સાચો સાબીત કરવા
અગર જો તું પાછી આવી હોય તો પાછી વળી જજે !
હવે હું મારો પણ નથી રહ્યો !
*બ્લાસ્ટ *
આપવુંજ હોય તો વેદનાઓ ગાળવા ગરણું આપજે !
"અનંત" મારા પ્રેમની શુદ્ધતા માપવા ના આવજે !
"અનંત "
આવું અઘરું કામ મને શા માટે સોંપ્યું !
ગુસ્સે થઈને ઘોઘાએ
ચરરર ચરરર ચરરર કરતો કાગળ ફાડી નાખ્યો
ઘોઘાની આખો લાલ થઇ ગઈ
બે હથેળી કપાળ પર દાબીને માથું નીચે કર્યું અને
હથેળી છેક વાળ ઉપર લઇ ગયો
અને પછી એક હાથની હથેળી
ગળા પર હાથ ફરાવતા ફરાવતા
ઓહ !મારું ગળું સુકાય છે !
ક્યારની લપાઈને બેઠેલી ઘોઘાની તરસ છીપાવવા તડપતી ઘોઘી
ઉંબરેથી ઉભી થઈને ઝડપભેર પાણીયારે ગઈ
માટલામાંથી એક પિયાલો પાણી ભરી ઘોઘી ઘોઘા સામે ઉભી રહી ગઈ
ગળા પર હાથ ફરાવતા ઘોઘા સામે થોડું અંધારું થયું !
અને પછી અજવાળું
લે ઘોઘા પાણી પી લે !
પાણી !!!
રે,ઘોઘી તું !! અને તારા હાથમાં પાણી !
હાં ! ઘોઘા હું !!અને તારી આંખમાં પાણી !
********
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને લખેલો
"અંતીમ પ્રેમ પત્ર "
ઘોઘાએ વાંચી ને ફાડી નાખ્યો ...
पहचान तो थी पहचाना नहीं
मैंनेअपने आप को जाना नहीं
पहचान तो थी...
जब धूप बरसती है सर पे तो
पाव में छाँव खिलती है
मैं भूल गया था छाँव अगर
मिलती है तो धूप में मिलती है
इस धूप और छाँव की खेल में क्यों
जिने का इशारा समझा नहीं
पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं
मैं जागा रहा कुछ सपनों में और
जागा हुवा भी सोया रहां
जाने किन भूल भुलैया में
कुछ भटका रहा कुछ खोया रहां
जिनके लिये मैं मरता रहां
जिने का इशारा समझा नहीं
पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं
पहचान तो थी ...
poem by gulzar ji