Saturday, 15 March 2014

હું કાઇજ કરતો નથી.

હું  બોલેલા વચનો  ક્યારેય પાળતો નથી. 

"અનંત" અને હું  ખુબજ ખરાબ બોલું  છું. 

"અનંત"
*********************************
"અનંત"સારો વિચાર અમલમાં મૂકવામાં કદી ઢીલ ના કરવી. 

અને ખરાબ વિચાર અમલમાં મૂકવામાં  કદી ઉતાવળ ના કરવી . 

"અનંત"

**************************************************
"હુંફ"

શિયાળની રાત્રિ.


નાનકડું ઘર.  


સાકડી જગ્યા. 


સાદું જમણ. 

ખિચડી ને રોટલા.  

ફાટેલા  ગાદલાં . 


 તૂટેલ ગોદળા . 


આ સ્થિતિમાં . 


પ્રસંગ શુભ હોય, કે  હોય શોકનો  માહોલ.  


નિસ્વાર્થ ભાવે ભેગા મળેલા , 


પરિવાર , સગાઓ,  અને દોસ્તો ની વચ્ચે . 


અજબ હુંફ અનુભવાતી હોય છે. 


 આ સ્થિતિ સૌથી સુખદ હોય છે . 


(દૂ:ખમાં  પણ.! ) 


"અનંત" આ સ્થિતિમાં જો... 


શુભ પ્રસંગ હોય તો આનંદ બેવડાય જાય છે . 

અને શોકના માહોલમાં દૂ:ખ વહેંચાય જાય છે .

એક અલૌકિક હુંફ નો અહેસાસ થાય છે . 


"અનંત" 


અનેક માણસ ની હુંફનો અહેસાસ પરિવારના એક માણસના ગયા પછી થાય છે .  


"અનંત"

No comments:

Post a Comment