Wednesday, 24 September 2014

"અનંત" અને અજ્ઞાની" ની વાણી

હોય તું પાસ કે હોય દૂર મને બસ તારું હોવું ગમે છે.
છોને હોઉ હું ખૂણામાં જાણું છું તનેય મારુ હોવું ગમે છે.

બાહ્ય ચમક દમક જોઈ જોઈને આખરે આંખો થાકે છે.
“અનંત” સાદગી ભર્યું સૌંદર્ય એકધારું જોવું ગમે છે.\

“અનંત”

બ્લાસ્ટ:-1“અજ્ઞાની”

અન્યને નીચા પાડી ખુદ ઊંચા થવા જેવી નીચતા એકેય નથી... 

પોતાનું કાર્ય એ રીતે કરો કે એ લોકો ખુદ નીચા થઈ જાય.... 

અરે...! પણ,

 આખરે આ વિચાર પણ નીચ ભાવના  ભર્યો જ કહેવાય....

 આવી ઈચ્છા પણ શાને કરવી ,

બહેતર તો એ છે કે જે સ્થાને હો તે સ્થાને રહીને જ ! 

 ચૂપ ચાપ પોતાનું કાર્ય  પોતાની મસ્તીમાં કરતાં રહો..! 

લોકો ખુદ ઊંચા નીચા થઈ જશે... " બે અર્થમાં."

આગળ જતાને ધક્કો મારી પછાડી ને પછી ખુદ આગળ નીકળી જવું...

 એ નમાલા પણાની  નિશાની છે ... 

બહાદુર લોકો ખુદની ઝડપમાં વધારો કરીને આગળ વધે છે . 

કોઈને પછાડીને નહીં.... 

જેમ દોડવાની રેસમાં સૌએ પોતપોતાની ઝડપ વધારવાની હોય છે એમસ્તો... 

રેસમાં પણ અગર આગળ થઈ ગયેલાને પછાડીને જે આગળ વધે છે તે... 

દુનિયાની નજરે આગળ છે , જીતે છે, પણ આત્માની દ્રષ્ટિએ ,

તે હારેલો છે અને સૌથી પાછળ જ રહે છે.!   

“અજ્ઞાની”

બ્લાસ્ટ:-2 “અનંત”

ના, ઇનકાર બિલકુલ નથી !

અસુંદરતામાં પણ કઈક તો સુંદરતા

છુપાયેલી હોય જ છે...!

કિન્તુ આ હકીકત પણ અવગણી નાજ શકાય ....

કે પ્રથમ સૌને બાહ્ય સુંદરતા જોવી ગમે છે.....  

“અનંત”

અતિ કડવા,મીઠા ,
અતિ મીઠા,ઝહર ...

"અજ્ઞાની" 

કુછભી પીનેસે પહેલે...
જરા સૌચ, જરા, ઠહર... 

"અજ્ઞાની" 


Sunday, 21 September 2014

અનંતના જીવનની સત્ય ઘટના"

"એના જીવનના સંઘર્ષ ની સત્ય ઘટના"
^^^^^^^^^^^^^^^^^^^^
મહેનત,મજદૂરી ને મજબૂરીના એ દિવસો
અને એના કારણે ત્યાગેલી સહજ ઈચ્છાઓ
એ દિવસો તે આજ પણ નથી ભૂલી શકતો.
બહાર ધોધમાર વરસાદ ચાલુ અને એ પોતાના
કામમાં મસગુલ.હતો એટલમાં તો ......
ધોધમાર વરસાદમાં પલળતા પલળતા
મિત્રો આવીને.. અલ્યા ચાલ ચાલ વરસદમાં
નહાવા નથી આવવું ?
કશું જ બોલ્યા વગર લાચાર નજરે મિત્રો સામે જોઈ.
ચુપ ચાપ પોતાનું કામ કરવા માંડે છે.
વરસાદમાં ભીંજાયેલા મિત્રો અંદર આવીને
અલ્યા સાંભળતો નથી કે ?
એ અંદર હતો છતાં પણ પલળેલો હતો.
એક મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું અલ્યા છત તૂટેલી છે કે?
બીજો બોલ્યો... કે નળીયા ચૂવે છે.?
એ નીચું જોઈ જાય છે. મિત્રોની મજા ના બગડે માટે.
બધા મિત્રો એની મસ્તીમાં....
અને આ મૌન ..... અંદર અંદર રૂએ છે.
આંખો લાલ તગ તગ...
એ પરસેવે લથ બથ...
"અનંત"
*ઝંખના*
~~~~~~~~~~~~~~~~~~~
એ !પ્રેમ તારા જ  ખોળામાં પોઢાળી દે !
ને ! હુંફ તુ મુલાયમ ચાદર ઓઢાળી દે!

"અનંત"છેલ્લી ખ્વાહિશ, સવાર પડે ને ;
હળવો ચીટકો ભરી મને કોઈ ઉઠાળી દે!
અનંત”

અનંતના અસ્થિ પિંજરમાથી મળેલું પીંજરુ...




પીંજરું: એક અનંત વેદના

🕊️ અનંત: પીંજરું અને મુક્તિની વેદના 🕊️

"अनंत" इस पिंजरे में जाने कितने पंछी कैद हुए...

फिर इस पिंजरे के भीतर भी तो, कई छेद हुए...

"अनंत" 

*બ્લાસ્ટ*

એય પંખી! તારા ને મારામાં છે બસ આટલો જ ભેદ,

તું પીંજરાની અંદર અને હું છું પીંજરાની બહાર કેદ!

અય નિર્દોષ પંખી, છે તને લોખંડના સળિયાના બંધન,

અને મને બાંધે છે "અનંત", આ સંસારના સંબંધ!

— "અનંત"



ફરી આજે "અનંત" ના જ જૂના જરી ગયેલા કાગળિયાં ફેંદતા એક વધુ પત્ર મળ્યો... સાવ એટલે સાવ ટૂંકો...
રચના: પીંજરું!
એક હતું પીંજરું! સુંદર મજાનું, રૂડું-રૂપાળું પીંજરું! જે આમ તો ખુલ્લા જેવું જ હતું, જોકે એના દરવાજાનું ખૂલવું કે બંધ રહેવું એ ક્યાં પીંજરાના હાથમાં હતું? કોઈ ઉઘાડે, કોઈ બંધ કરે! જેને જેમ ફાવે તેમ કરે.
પીંજરાની સાથે સૌ પોતપોતાની રીતે વર્તે. પીંજરું એનું એ જ રહે, બસ પંખી માત્ર બદલાય. એક આવે, એક જાય... આવું એની સાથે જ કેમ થાય? શું એ રૂપાળું છે એટલે? પીંજરાને કંઈ ના સમજાય. સમજાય તો માત્ર એટલું જ કે પોતે રૂપાળું છે એટલે પંખી આકર્ષાય છે, પણ અંતે તો ઊડી જ જાય છે ને! ને પછી નવું ગમતું-નાગમતું જે મળે તેમાં જઈ ભરાય છે.
હા, પહેલાં પીંજરામાં નાનો અમથો દરવાજો હતો! પણ કેટલાક એવા પંખીઓ પણ આવ્યા જે જાતે આવી પુરાયા. મજા આવી, મોજથી રહ્યા. જ્યારે જ્યારે મીઠી ખંજવાળ આવે, ચાંચ ઘસતા. પીંજરાને પણ આ બધું ગમતું, પણ અંતે તો જે ગમતું તે જ પીડા આપતું.
આમ પંખીની ચાંચે-ચાંચે પીંજરું વિખાતું ગયું, પિંખાતું ગયું. પંખી આવતા ગયા, જતા રહ્યા... ને પીંજરાના નાજુક સળિયા ચૂપચાપ પ્રેમથી ધીરે-ધીરે ઘસાતા ગયા! નાજુક પીંજરાનો દરવાજો ધીરે-ધીરે નબળો પડતો ગયો. કોઈ પંખીએ કદી એ ના વિચાર્યું કે પીંજરાને પણ અનંત વેદના થતી હોય છે. પીંજરાનીયે આંખો ભીંજાય!
જાતે આવી બંધાયેલા પંખીઓ પછી મુક્તિ ઝંખતા અને મુક્ત થવા માટે પીંજરાના દરવાજાને ચાંચો મારતા. આમ પીંજરાનો દરવાજો નબળો પડતો ગયો અને પંખી અકળાયા. છૂટવા માટેની મથામણમાં ગુસ્સે થઈ પોતાની તીક્ષ્ણ ચાંચ વડે દરવાજો તોડવાની કોશિશ કરવા લાગ્યા... અને એક દિવસ! પીંજરાનો દરવાજો તૂટી ગયો ને પંખી બધા ઊડી ગયા!
પીંજરાને સાવ એકલું-અટૂલું છોડીને... એ ના વિચાર્યું કોઈ પંખીએ કે પીંજરાને પણ વિરહની વેદના થાય! પંખી ભલે પીડા આપે, પણ જ્યારે ઊડી જાય ત્યારે પીંજરાની આંખોય ભીંજાય. એક પણ પંખીએ એ ના વિચાર્યું કે પંખી વિના પીંજરું પણ સૂનું-સૂનું થઈ જતું હોય છે.
પીંજરું ઘણું રડ્યું, પીડાયું, મૂંઝાયું ને એકલું પડી ગયું. બસ, ત્યાર પછી એણે ક્યારેય દરવાજો ના નાખ્યો! સાવ ખુલ્લું થઈ ગયું પીંજરું. જે આજે પણ સાવ ખુલ્લું જ છે. અને એક દિવસ સમજાય પણ ગયું પીંજરાને કે— પીંજરું ક્યાં કદી પંખીને બાંધતું હતું!
"કર પંખી તું ગૌર, તને બાંધનાર હું કે કોઈ ઔર?"
આજે પીંજરું ભીતરી જ્ઞાન પામ્યું છે. એ સમજી ગયું છે કે બંધન કરતાં મુક્તિનું મહત્વ કેટલું છે! એણે પોતાની ભૂલો સ્વીકારી લીધી છે. આજે એ આવનારને આવકારે છે અને જનારને રોકતું નથી. હવે પીંજરાને પોતાની કોઈ નિજી ઝંખના રહી નથી.
મુક્ત કરવાની ઘટના પીડાદાયક છે, છતાં એ પીડા હવે પીંજરાને 'પરમ આનંદ'નો અહેસાસ કરાવે છે. હવે એ પોતે જ એક નાનકડું પંખી બનીને પોતાના જ ખૂણે બેસી પંખીઓની આવન-જાવન જોયા કરે છે.
*બ્લાસ્ટ*
પીંજરાના દરવાજા કાયમ માટે ખુલ્લા છે... જેને જ્યારે આવવું હોય આવે, મન પડે ત્યાં સુધી રહે અને પછી મુક્ત ગગનમાં ભલે ઊડી જાય. એ મુક્ત ગગનમાં ઊડતાં પંખીઓ, હવે આ ખુલ્લું પીંજરું તમારું છે.
"અનંત", કંઈ જ મારું નથી, બધું તારું-તારું છે, બસ તારું છે...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
આ એ જ મહોલ્લો છે, જ્યાં અનંતના પીંજરાને કેટલાય પંખી પીંખી ગયા, વીંખી ગયા...













 





"અનંત" ની જૂની




મે માત્ર ફરી, સુધાર્યું  , મઠાર્યું ને શણગાર્યું ...

બાકી એનુજ , એનું એજ જૂનું પુરાણું ...

@@@@@@@@@@@@@@@

કેટલું ..! અદભૂત દ્રશ્ય ...
  
હાં !

આજે મે જોયું એક એવું અદભૂત દ્રશ્ય....   

એ દ્રશ્યમાં જાણે અદલ મારુ ને તારું પ્રતિબિંબ જીલાયું હોય ... 

મે જોયું ઘેઘૂર વૃક્ષ અને એ વૃક્ષના થડ પર

નિરાંતે આંખો બંધ કરી થડને ચપોચપ ચીપકીને પથરાઈને ,

સૂતી છે એક ખિસકોલી ... 

હાં હું હજુ પણ જોઉ છું. 

એ વૃક્ષના થડમાં  ... 

મને હું જોઉ છું.   

ને,ચીપકેલી ખિસકોલમાં ...!

તને હું જોઉ  છું.  

એ વૃક્ષનું થડ એ હું. 

ને થડને ચીપકીને સૂતેલી ખિસકોલી એ તું . 

આંખ બંધ કરી

વૃક્ષ ના થડપર ચપોચપ ચીપકીને

સૂતેલી ખિસકોલી માફક જ 

રોજ પ્રભાતે  તું પણ...! 

આંખ બંધ કરી 

મારી  છાતી પર.

વૃક્ષ ના થડ પર ચીપકીને સૂતેલી ખિસકોલીની માફક - 

મને ચીપકી ને સૂતી હોય છે.   

ને પછી જ આંખો  મારી ખૂલતી હોય છે . 

આ હકીકત સામે આવી છે આપણી ઊંડી કલ્પના થકી. 

અને હાં, આ આપણાં જીવનની હકીકત છે. કલ્પના નથી..! 

"દ્રઢ કલ્પના વાતવિકતાની ખૂબ નજીક હોય છે." 

હવે તું કહે ખિસકોલી કે , આ વાસ્તવિકતા સાથે જોડાયેલી કલ્પના 

અને "અનંત" કલ્પના સાથે જોડાયેલી વાસ્તવિકતા તને કેવી લાગી .???     

જરા ધ્યાનથી  જો ..!  

એક તસવીરમાં જે રીતે વૃક્ષના થડ પર ખિસકોલી સૂતી છે ,

એજ રીતે બીજી તસવીરમાં છોકરાની છાતી પર  છોકરી  સૂતી  છે . 

વૃક્ષનું થડ ને થડને ચીપકેલી ખિસકોલી જાણે હું ને તું . 
પુરુષની છાતી ને છાતી પર ચીપકેલી સ્ત્રી જાણે તું ને હું . 


તારા અને ખિસકોલી ના ... 

અંદાજ બન્ને ના બિલકુલ સરખાજ છે . 

કે નૈ ?

"અનંત" 

બ્લાસ્ટ:-1 "અજ્ઞાની "

બદલાવ કે પરીવર્તન સારું કે ખરાબ,

વ્યક્તિમાં , જીવનમાં કે જગતમાં ક્યારેક એકાએક નથી જ આવતું.

આજે સમજ્યાવ્યું અને અત્યારેજ કોઈને સમજાય જાય ... 

આજે વિચાર્યું હોય એ મુજબ આજ ને આજ બધુ બદલાય જાય ... 

એવિ ઈચ્છા કે અપેક્ષા કરવી એ મહા મૂર્ખતા છે...

કોઈ એક વ્યક્તિના વિચારથી કે ઇચ્છાથી એના એકલામાં પરીવર્તન આવી શકે ....

જ્યારે જગતભરના  લોકોની એક સરખી ઈચ્છા અને વિચારથી દુનિયા બદલાઈ જાય છે...

એજ રીતે તો બદલાવ આવ્યો છે , અને સતત આવી રહ્યો છે... આવતો જ રહેશે....  

"અજ્ઞાની"

બ્લાસ્ટ :-2 "અજ્ઞાની"  

અન્યની ઈચ્છા, ઉછીના વિચાર, વાંચન અને ઉધારની સમજણથી.

ક્યારેય કોઈ વ્યક્તિ કે એના જીવનમાં પરીવર્તન ના જ આવે...

અને કદાચ કોઇની ઈચ્છા, ઉછીના વિચાર, વાંચન અને ઉધારની સમજણથી. 

કોઈ બદલાવ આવે  તો પણ એનું આયુષ્ય અલ્પ હોવાનું ...

કદાચ એ બદલાવ થોડી સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ કે મહિનો જ ટકે છે.... 

પણ ખરો બદલાવ કે પરીવર્તન સ્વ્ભાવમાં કે જીવનમાં તો જ આવે .

જો વાંચન બાદ મંથન થાય ...

અથવા ભીતરની સમજણ જાગે , છેક ઊંડેથી ઊંડા વિચાર સપાટી પર આવે  ...

અને  ખુદની ઈચ્છા પ્રબળ હોય તોજ વ્યક્તિ બદલી શકે ... 

જે લોકો બદલાયા છે એને પૂછશો તો જાણવા મળશે કે... 

એ લોકોએ બદલવાની ઊંડી ઈચ્છા કરી હશે... 

અને માત્ર ઈચ્છા કરીને બેસી ના રહેતા,

એ ઈચ્છા ને સાકાર કરવા,  સતત પ્રયાસ અને પરિશ્રમ કર્યો હશે...  

"અજ્ઞાની" 

મારુ કામ પૂરું.... :) 



"અનંત"યુગો થી ચાલે છે આ આવ જા ...
"અજ્ઞાની" અહી જ સજા ને અહિજ મજા... 

Saturday, 20 September 2014

વાણી અજ્ઞાની ની

ઉછીના વાંચન કે વિચારોથી આવેલા પરિવર્તનનું આયુષ્ય. 

સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસો, મહિનાઓ , કે વર્ષ નું માત્ર હોય શકે... 

જ્યારે અનુભવે ભીતરથી ઉઠેલા વિચાર અને મંથન  બાદ આવેલું 

પરીવર્તન યુગો સુધી જળવાય રહે છે.... 

"અજ્ઞાની"   

ભૂતકાળ તોજ ભૂલાય જો ... 

ભૂતકાળમાં બનેલી ઘટનાનું વર્તમાનમાં પરીવર્તન ના થાય ... 

 ભૂતકાળમાં બનેલી ઘટનાનું જ્યાં સુધી ,,,,

વર્તમાનમાં પુનરાવર્તન થયા કરે ત્યાં સુધી ....

ભૂતકાળ ભૂલવો શક્ય નથી... 

"અજ્ઞાની"  

Wednesday, 17 September 2014

અજ્ઞાની ની અનંત વાણી....

બ્લાસ્ટ:- 

સારું કે ખરાબ કોઈ પણ જાતનું પરીવર્તન 

ક્યારેય એકાએક નથી જ આવતું. 

સૂકા ભઠ્ઠ રણમાં અગર લીલી કૂંપણ ફૂટી નીકળે તો એ  કોઈ ચમત્કાર 

થયો છે એમ સમજવું મૂર્ખતા છે . 

કોઈ કાળે ધરતીના પેટાળમાં કોઈ બીજ વાવાઈ ગયું હોય. 

તો તો અને તોજ અનુકૂળ વાતાવરણ સર્જાતા. 

રણમાં લીલો છોડ ઊગી નીકળે છે . 
  
પારકી ઈચ્છા અને ઉછીના વિચારથી 

ક્યારેય કોઈ વ્યક્તિમાં કે કોઈના જીવનમાં પરીવર્તન ના જ આવે. 

ખુદનની ઈચ્છા અને પોતાનાજ ઊંડા વીચારથી કોઈ વ્યક્તિ ક્રમશ 

બદલાઈ શકે ... 

 જેઓ બદલાયા છે એમને પૂછશો તો ખ્યાલ આવશે કે 

એ લોકોએ એ પ્રમાણે ઈચ્છા કરી હશે ... 

અને માત્ર ઈચ્છા કરીને બેસી ના રહેતા ઈચ્છા મુજબ બદલવાનો . 

ક્ષણ ક્ષણ પ્રયાસ એવં પુરુષાર્થ પણ કર્યો હશે .. 

"અજ્ઞાની "

Monday, 15 September 2014

સાચું કહેવામા શરમ શાની....

સાચું કહેવામા શરમ શાની.... 

બસ મારી આ સાચું બોલવાની આદતથી જ સૌ મારાથી દૂર ભાગે છે ...:)

Saumya Joshi જી ... :) મજ્જા આઈ ગઈ .... :) 

પૂરી દુનિયાના સાહિત્ય, ફિલ્મ અને ટેલીવિઝનમાં એક મત સામાન્ય જોવા મળે છે. 

બધા જ પુરુષોનું એમ માનવું છે કે કોઈ પણ પુરુષ સ્ત્રીને સમજી શકવા અસમર્થ છે. 

ગઈ કાલે ફેસબુક પર એક નવા મિત્ર સાથે ચેટ દરમ્યાન આજ વિષય છેડાયો. 

એમણે તો જાહેર કરી દીધું કે 'નારાયણ પણ નારીને ઓળખી નથી શક્યા તો મારું શું ગજું?'

પછી મારાથી રહેવાયું નહિ. નવા મિત્ર હતા તો ય પરખાવી જ દીધું કે '

આ દુનિયાનું સૌથી મોટું ગપગોળું છે. 

નર જો નારીને ઓળખી/સમજી શક્યો નથી તો નારી ય ક્યાં નરને ઓળખી/સમજી શકી છે? 

ફરક માત્ર એટલો જ છે કે નારીઓને આવી બાબતે ફરિયાદ કરવાની આદત નથી.  

અને અમે ચલવી લઈએ છે. જ્યારે તમે જ્યાં હોય ત્યાં 

આ બાબતે રમુજી ટુચકાઓ કહેતા ફરો છો . 

અથવા પાંચ પુરુષો ભેગા કરીને બીયર પીતા પીતા સુફિયાણી ચર્ચાઓ કર્યા કરો છો!'

હવે તમે જ કહો મેં કઈ ખોટું કહ્યું?!!! 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

હાં... :) 

આને ચલવી લીધું કેવાય ...? :) મે જીભળી પણ કાઢી... 

આ ફરિયાદ નથી તો બીજું શું  છે ...? :) વળી પાછી મે જીભળી કાઢી...:) 

પુરુષ ટુચકા જ કરે છે તમે વાર્તા કરી , કરો છો ...:)  

પાંચ પુરુષો ભેગા કરીને બીયર પીતા પીતા સુફિયાણી ચર્ચાઓ કર્યા કરો છો!'

અને પાંચ સ્ત્રીઓ ચાય પિતા પિતા ફિસિયારીઓ મારે છે ...! :)   

હળવી ગંભીર મજાક પૂરી .... :) 

ગંભીર હળવી વાત હળવાશથી શરૂ... :) 

હકીકતમાં સ્ત્રી અને પુરુષ બન્ને ખોટાળા છે ....! 

બ્લાસ્ટ :- 1 

"હું તને સમજી નથી શકતો /શકતી."

મતલબ પુરુષ કહે છે :- સ્ત્રીને સમજવી અઘરી છે ...! 

સ્ત્રી કહે છે :- તે પુરુષને સમજવો પણ ક્યાં સરળ હોય છે...! 

બન્ને ઉલ્લુ એક બીજાને મૂર્ખ બનાવે છે ....:) 

પુરુષ સ્ત્રીઓને કે સ્ત્રીઓ પુરુષને ઇમ્પ્રેશ કરવા પણ આવું જુઠ્ઠું બોલતો/બોલતી  હોય એવું બની શકે..!

બાકી "હું તને સમજી નથી શકતો /શકતી." આટલું કહેવા ઘણું બધુ સમજવું પડતું હોય છે ... !

ખૂબ ઊંડી સમજના અંતે આ "હું તને સમજી નથી શકતો /શકતી."છેતરામણું વાક્ય બોલાય છે ....:) 

એક બીજાને ઓળખ્યા સમજ્યા વિના એક બીજા માટે આવડો મોટો અભિપ્રાય આપવો શક્ય જ નથી..!  

હકીકતમાં તો "સમજી નથી શકતો/શકતી "

એની બદલે સમજાવી નથી શકતો/શકતી" બન્ને એમ કહેવા માંગતા હોય છે / એમ જ કહેવું જોઇયે..:)

પણ હાર માનવા એકેય તૈયાર નથી....! 

બ્લાસ્ટ :- 2 

ભાઈબંધે વર્ષો પહેલા વર્ષોના અનુભવના અંતે લખ્યું હતું. 

"અનંત" અન્ય ને સમજાવી સમજાવી એટલું થાકી જવાયું.... 

ને અંતે થાકીને એટલું સમજાયું, કે.... 

સામી વ્યક્તિને સમજાવવા કરતાં ખુદ સમજી જવું ખૂબ સરળ પડે છે.... !   

આટલું સમજાયા પછી હવે થાક નથી લાગતો, બલ્કે આ....રા......મ.... જેવુ લાગે છે ... :) 

"અનંત" 

અને પછી..........:) 

ચેટ ને મારો ફેંટ ...:) 

મારથીય રહેવાયું નહીં....! :)

સામે,  આમ જૂના આમ નવા સ્ત્રી મિત્ર હતા તોય પરખાવી જ દીધું...:) 

કે આ ગપગોળું નથી....! :) 

હવે,  મારુ જે થવું હશે, એ થઈને જ રહેશે... :) 

બોલ પુરુષોતમ દાસ કી.... 

હું જાણું જ છું કોઈ નહીં બોલે .... જે....ય.... :) 

જરૂર પણ નથી...! 

મને મૌનની ભાષા, મૌન શબ્દો સમજાય છે , સંભળાય છે.... :) 

હવે જીભળી તમે કાઢો... :) 


Sunday, 14 September 2014

અધુરા આવ્યા અધુરા જ જવાનું છે.!

બાકી શાંતી રાખવી...

જે થયુ તે પણ થવાનું નિશ્ચિત હતુ.! 

જે થાય છે તે પણ થવાનુ નીશ્ચી છે.! 

અને જે થવાનું છે તે પણ થવાનુ નીશ્ચત છે.!

"અનંત"

પછી તારી મરજી તું સુખી રે કે દુ:ખી...!

તું ખુશ રે કે ઉદાસ..!

પ્રેમ થી જીવ કે જખ્ખ મારીને જીવ

શરીર મા શ્વાસ છે ત્યાં સુધી જીવવું તો પડશે જ..!

*અનંત*વર્ષો પહેલાં આવું કાં'ક કેતો તો... 🤫🤫🤫

વર્ષો પહેલાં ખંડેર મધ્યે મધરાતે... 

ચાય ની ચુસ્કી ભરતા ભરતા.... 

અમારી મહેફિલ જામે છે... 

ચાય નો ઘુંટ ભરી, 

દાઢી પર હાથ પસારતા પસારતા... 

મારા તારા તમારા જેવા સૌને થતા 

સવાલ ના જવાબ માં અજ્ઞાની કહે છે, 

આમ તો સૌ કોઈ પોત પોતાના માં પુર્ણ જ હોય છે..! 

મગર "અજ્ઞાની" એ અહેસાસ થવો આસાન નથીજ.! 

કૈક જન્મોની આવન જાવન અને તપશ્ચર્યા પછી 

કદાચ એ ઘટના કોઇ સાથે ઘટે તો ઘટે.! 

અને એમ ન થવુ કે ન થવા દેવુ 

એજ તો પરમ તત્વ ની અકળ લીલા છે, 

માયા છે, માયાજાળ છે..! 

કરોળીયો ખુદ જાળ બનાવે છે.! 

પછી એમાંથી છુટી નથી શકતો.! 

માનવ માત્ર એક કરોળીયો છે.! 

કરોળિયા નો ગુણ કહો યા અવગુણ 

માણસ માત્ર માં છુપાયો છે.! 

કરોળીયો પોતે પણ જાળ મા ફસાતો જાય 

અને બીજાને પણ ફસાવતો જાય..! 

બસ આજ માયાજાળ છે..! 

આટલુ કહી અજ્ઞાની મૌન થઈ જાય છે.! 

પછી... 

સુર્રરરરર કરતાક જોરદાર ચાયની ચુસ્કી ભરી 

અનંત તારા મારા આપણા જેવા અનેક ને થતાં 

સવાલ ના જવાબ મા કહે છે,

એટલે જ ભટકે છે "અનંત" સૌ કોઈ અહીં તહીં 

કોઈને પણ.! જોઈતું હતું એવુ જીવન નથી મળ્યુ .

કૈ કે જોયા છે સપના પ્રેમ ના કૈ કેટલાયે કર્યો છે પ્રેમ,

તેમ છતાં પરમ ચરમ અખંડ અનંત પ્રેમ નુ સપનુ 

અહીં કોઈનું નથી ફળ્યું .!

"અનંત" 

*બ્લાસ્ટ* 

આવ્યા છે, આવે છે, આવશે સૌ કોઈ અહીં પુર્ણ થવાને, 

મગર થયુ નથી કોઈ આજ સુધી પુર્ણ કે નથી પુર્ણ થવાનુ. 

"અનંત" અધુરા જ આવ્યા છે સૌ , છે અધુરા જ જવાનું.! 

ગયા વગર નથી અવાતુ અહીં આવ્યા વગર નથી જવાતુ.!

 "અનંત"

મને સમજે એવુ પાત્ર મારા જીવનમાં ન આવ્યુ. 

અને ના સમજ ને "અનંત" સમજદાર પાત્ર મળ્યું.

અનંત જ્યારે આવી અધુરપ ને લઈને પરેશાન થતો 

ત્યારે અજ્ઞાની એને કાયમ આ ગઝલ 

સાંભળવતો ને ગાતો... 

પછી અનંત સમજી જાતો... 


એટલે પછી વાત ના અંતમાં ભાઈબંધ 
અજ્ઞાની એ કહ્યું કે, 
જે થયુ તે થવાનું નીશ્ચીત હતું..! 
જે થાય છે તે પણ થવાનુ નીશ્ચીત છે ..! 
અને જે થવાનું છે તે પણ.! 
થવાનુ નીશ્ચીત છે...! 
એમા તારા મારા આપણા કે કોઈના થી પણ.! 
કૈજ ફેરફાર થૈ શકે એમ નથી.! 
તો પછી રોઈ કકડી ને રીબાતા પીડાતા 
શા માટે જીવવું..? 
જે મળ્યું જેટલુ પણ મળ્યુ.! 
જેના થી મળાયુ જેટલુ પણ મળાયુ..! 
એનો આનંદ લે..! 
ચાહે પ્રેમ થી, 
ચાહે જખ્ખ મારી ને.! 
અન્ય ને ખુશ રાખવા સુખી કરવા 
એ એક નૈતિક ફરજ છે કર્તવ્ય છે.! 
પરંતુ, ઈમાનદારી પુર્વક 
ખુદને ખુશ રાખવા નો સુખી કરવા નો 
સુખ શોધવા નો સુખના રસ્તા શોધવાનો પણ..! 
સૌ કોઈ ને ને હક્ક છેજ..! અબાધિત અધિકાર છે..! 
મગર કોઈને દુભાવી કે દુ:ખી કરીને સુખી થવુ કે
જાતને ખુશ રાખવુ ઉચીત નથીજ..! 
સીવાય કે 
અન્ય ના વાણી, વર્તન કે વ્યવહાર થકી 
 તમારે કે, 
તમારા વાણી, વર્તન કે, વ્યવહાર થકી 
અન્ય નુ દુ:ખી થવાનુ, 
કે દુભાવા નુ 
હીશાબ મા આવતુ હોય, 
તો નીશ્ચીત એમજ થશે.! 
એમા મારા તમારા કે આપણા થી 
કૈજ ફેરફાર નહીં જ થાય..! 
જો એવા હીશાબ હશે તો, 
આપણે સૌ એક બીજાને માત્ર 
આશ્વાસન આપી શકીશું એ સીવાય... 
 તું મને હું તને કે આપણે, 
કોઈ પણ કોઈને પણ ઉગારી નહીં શકે..!
અમે તો બીલકુલ એવા ભ્રમમાં નથીજ.! 
કોઈનો હીશાબ પુરો થતો હોય ને એ 
હીશાબ મુજબ કોઈ ઊગરી જાય એ વાત નોખી છે.! 
મગર તમે કોઈને ઉગાર્યા કે ઉગારી શકો છો..! 
એવા ભ્રમમાં તો હરગીઝ ન રહેવું..! 
તમારા લીધે કોઈ દુ:ખી થયુ છે એ વીચારે 
દુ:ખી પણ ના થવુ ને તમે કોઈને સુખી કર્યો છે, 
એવા ભ્રમમાં ઉછળી ઉછળીને નાચવુય નૈ... 
ના તો તમે કોઈને સુખી કરો છો કે કરી શકો છો.! 
ના તો તમે કોઈ ને દુ:ખી કરો છો કે કરી શકો છો.! 
અહીં સૌ સૌના હીશાબ મુજબ 
સુખ દુઃખ ભોગવે છે ને ભોગવશે...! 
તમે ક્યાંક ક્યારેક કોઈના સુખમાં કે 
દુ:ખમા નીમીત થૈ જાવ એ વાત નોખી છે.! 
એમાં પછી તમને જશ મળે તો તમારો હીશાબ 
અને અપજશ મળે તો પણ તમારોજ હીશાબ... 
બાકી બંને બાબતે સામાવાળા નુ કાયજ નૈ... 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

છેક લગી એ કોઈ સમજી નથી શકતુ "અનંત" 
કે હીશાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત.! 
"અનંત" 
વાત સુખ શાંતિ આનંદ.... 
યા પરમ ચરમ અખંડ અનંત આનંદ... 
શોધવાની વાત હોય તો, 
ભાઈબંધે તો વર્ષો પહેલાં કહ્યું જ છે કે, 

"અનંત" શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.! 
હર એક દિશા માંથી "અનંત" નવા વીચાર મળે છે.! 
"અનંત" 

તો સુખ શોધો.... 
શોધો સુખ...! 
મગર ઈમાનદારી સાથે..! 
સુખ, ખુશી, આનંદ... 
પરમ ચરમ અખંડ અનંત આનંદ.... 
શોધવાનો સારી અને સાચી દિશામાં, 
હંમેશા પ્રયાસ કરતુ રહેવું...
આખરે આપણે સૌ એજ કરીએ છીએ 
અને એજ કરી શકીએ..! 
પ્રયાસ.... 
માત્ર પ્રયાસ.... 
માનવ સ્વભાવ મુજબ પહેલાં બહાર ભટકો...! 
સૌ ભટકે છે.! 
બહાર મળે તો ઠીક છે.! 
નૈ તો ભીતર શોધજો અચુક મળશે.! 
એ પણ જો હીશાબ માં હશે તોજ.! 
આમેય વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ 
એકદમ સ્પષ્ટ ભાષામાં કહ્યું જ હતુ કે, 

"અજ્ઞાની" કોઈજ ગુનાહ માફ નહીં થાય.! 
હીશાબ છે.! હીશાબ માં બાદ નહીં થાય..! 
"અજ્ઞાની" 
અમારૂ કે અમારા જેવાઓનુ કામ નીસ્વાર્થ ભાવે 
સારો અને સાચો મારગ બતાવવાનુ છે..! 
એ મારગ પર સૌ એ જાતે ચાલવાનું હોય છે.! 

 દુનિયા ના "અજ્ઞાની" લોકોને 
એજ સાચો મારગ બતાવી શકે છે.! 
જીવન ભર જે સુતા જાગતા, જાગતા સુતા 
અગમ નીગમ મા ભટકતા હોય છે..! 
"અજ્ઞાની" 




આ ગીત પણ ભાઈબંધ અનંત.... 
કાયમ ગાતો સાંભળતો... 
એટલેજ કદાચ એ સુખ નો આનંદ 
કે દુઃખ ની ક્ષણીક પીડા લૈ બાદમાં 
હરેક પરીસ્થતી માં 
પરમ ચરમ અખંડ અનંત..... 
આનંદ ની અલૌકિક અનુભુતી કરતો..! 
લે આ એજ ગીત છે..! 
સાંભળ..! 
એમ કહી ભાઈબંધો પોઢી ગયા.... 
અને પછી હું પણ ઊંઘી ગયો... 

*લાસ્ટ બ્લાસ્ટ *
દુનિયા ભરમાં ના આધ્યાત્મિક ગ્રંથો વાચો... 
કે, મોટા મોટા સંતો ના પ્રવચનો સાંભળો... 
"અજ્ઞાની" કોઈ પણ વ્યક્તિ માં કોઈજ બદલાવ 
ત્યાં સુધી નહીં આવે..! 
જ્યાં સુધી એ ખુદ બદલવા નહીં ચાહે...! 
અન્ય ના નહીં ખુદ ના ભલા માટે 
જીવનમાં જરૂરી 
જીવન જરૂરી બદલાવ લાવવા થી..! 
સૌ થી વધુ અને પહેલો ફાયદો.., 
બદલનારને ખુદનેજ થતો હોય છે..! 
આમ તો ખૂબ કઠીન છે..! 
છતાં અંતરની અનંત ઈચ્છા હોય તો 
સૌથી સારો અને સરળ આ માર્ગ છે..! 
ખુદને બદલો 
અન્ય ને બદલવા કરતા 
ખુદને બદલવુ ખૂબ સરળ છે.! 
કારણ કે આપણે 
બીલકુલ આપણી નજીક હોઈએ છીએ... 
"અજ્ઞાની" 
કર્મ નુ ગણીત અસ્સલ બેંક બેલેન્સ જેવુ છે.! 
સમજી ને વાપરો તો વ્રુધ્ધી થાય..! 
મન ફાવે તેમ આડેધડ આડે અવળે રસ્તે 
વાપરો તો આખરે તળીયા ઝાટક..! 
પૈસા હોય તો સુખ જાહોજલાલી.! 
અને ખાલી થયા તો દુ:ખી ભીખારી..! 
"અજ્ઞાની" આવી જ રીતે 
હોય છે કર્મ ની ગતી ન્યારી...
અનાયાસે વવાયેલુ પણ 
અનુકુળ વાતાવરણ મળે એટલે, 
ઉગી નીકળતુ હોય છે 
તો પછી જાણી જોઈને તમે જે પણ વાવ્યુ હશે 
એજ ગમે ત્યારે ઉગી નીકળેશે ..! 
હવે જાણી જોઈને તો કોઈ કાંટા વાવેજ નૈ 
ખૈર...
કોણે ક્યારે શું શું વાવ્યુ હતું 
તે અન્ય જાણે કે ન જાણે 
મગર વાવણી કરનાર 
ખુદ તો જાણતોજ હોય છે..! 
અને અગર ભુલાઈ ગયુ હોય તો...! 
અગર ઉગ્યુ એ સ્વીકાર્ય ન હોય તો પણ..! 
જે તમારે આંગણે ઉગ્યુ છે 
એના પરથી સમજી લેવાનુ 
અને સહજ સ્વીકારી જ લેવાનું કે 
એ તમે વાવ્યુ હતું..! 
જે તમારે આંગણે ઉગી નીકળ્યુ છે 
એ તમેજ વાવ્યુ હતું..! 
આ સ્વીકાર ભાવ કદાચ 
તમને હરખ શોક સુખ દુઃખ ની માયાજાળ અને 
ભવોભવ ના બંધન માથી મુક્ત કરે..!
પ્રક્રુતી નો નીયમાનુસાર જે વાવો તેજ ઊગે છે ..! 
ખૈર... 
તો પણ કોઈ માં લગીરે સમજણ ન આવે કે 
ન આવે લગીરે બદલાવ... 
તેથી 
યુગો પહેલાં જ્ઞાનીઓ એ લખેલી 
ને અજ્ઞાનીઓ એ વંચાયેલી વાંચી વાંચીને 
ચુંથાઈ ચવાઈ ગય
તો પણ..,, 
સદીઓથી સંતો ના મુખેથી કથાઓ માં 
કહેવાયેલી અને સમાજના કાનમાં ઘુસી 
આવી બધી સલાહો ફીલોસોફીઓ 
કોહવાઈ ગય આ વાતો... 
તો પણ, 
એટલે જ પહેલાં કહ્યું કે, 

*લાસ્ટ બ્લાસ્ટ *
દુનિયા ભરમાં ના આધ્યાત્મિક ગ્રંથો વાચો... 
કે, મોટા મોટા સંતો ના પ્રવચનો સાંભળો... 
"અજ્ઞાની" કોઈ પણ વ્યક્તિ માં કોઈજ બદલાવ 
ત્યાં સુધી નહીં આવે..! 
જ્યાં સુધી એ ખુદ બદલવા નહીં ચાહે...! 
અન્ય ના નહીં ખુદ ના ભલા માટે 
જીવનમાં જરૂરી 
જીવન જરૂરી બદલાવ લાવવા થી..! 
સૌ થી વધુ અને પહેલો ફાયદો.., 
બદલનારને ખુદનેજ થતો હોય છે..! 
આમ તો ખૂબ કઠીન છે..! 
છતાં અંતરની અનંત ઈચ્છા હોય તો 
સૌથી સારો અને સરળ આ માર્ગ છે..! 
ખુદને બદલો 
અન્ય ને બદલવા કરતા 
ખુદને બદલવુ ખૂબ સરળ છે.! 
કારણ કે આપણે 
બીલકુલ આપણી નજીક હોઈએ છીએ... 
"અજ્ઞાની

"અજ્ઞાની "





બસ્સ આજે આક લૂઉઅ જ.!