બ્લાસ્ટ:- "અનંત"
“મને કોઈજ ફર્ક નથી પડતો...!”
તારું આ વાક્ય જ એ વાતની ચાડી ખાય છે કે તને બહુ ફર્ક પડી રહ્યો છે.
"અનંત"
"અનંત"
તને કેટલો બધો ફર્ક પડી ગયો છે એ વાતની
સાબિતી...
તારું આ વાક્ય “મને કોઈજ ફર્ક નથી પડતો”
આપે છે...
“અનંત” તારી ભીતર કેટલી ! વેદના છે એ વાતની
સાબિતી-
હાસ્ય પાછળ છુપાયેલો તારો આ ચહેરો રડતો રડતો આપે છે...!
"અનંત"
કોણ સમજશે કોણ નહીં સમજે એ ના જાણે
બે સમજ સમજની વાત સમજાવે “અનંત”
સમજણ આવતા સમસ્યાની શરૂઆત થતી.
'ને સમજણ થકીજ આવતો સમસ્યાનો અંત.
"અનંત"
ઉર્જાવાન વ્યક્તિના આગમન અને વિદાયની વાતાવરણ
પર ગહેરી અસર થાય છે.
“અનંત” ઉર્જાવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં આપો
આપ અલૌકિક માહોલ સર્જાય છે.
ઉર્જાવાન વ્યક્તિના આગમનથી ફૂલો પૂર બહારમાં
ખીલી ઊઠે છે ઝૂમી ઊઠે છે.
અને જ્યારે ઉર્જાવાન વ્યક્તિ આ દુનિયામાથી વિદાય થાય છે...
ત્યારે માનવ તો માનવ પંખીઓ પણ
ઉદાસ થઈ જાય છે.
"અનંત"


.jpg)
No comments:
Post a Comment