એક દિવસ જ્યારે અભણ “અનંત” ને તેની
પ્રેયસીયે
મળવા આવીશ એમ કહ્યા પછી ના આવી.
ત્યારે પ્રેમમાં અવાર નવાર ભાંગેલા “અનંતે”
ગૂસ્સે થઈને પ્રેયસીને આ રીતે જવાબ આપેલો......
***
હું અભણ છું એનો અર્થ એ નહીં કે હું ના
સમજ છું
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
તું હોશિયાર તને એમ કે ફરી કોઈ ભણવા આવશે.
શું તું ફૂલ છે ? કે કોઈ ભમરો ગણ ગણવા આવશે.
ખબર નૈ..! કેમ મને લાગ્યું કે કોઈ મળવા
આવશે.
અંતે તું આવી જ નહીં મને તો એમ હમણાં
આવશે.
ખબર જ હતી મને કે તરસ લગાડી તું નહીં
આવે.
ફરી સાવ સૂકા રણમાં તું પણ મૃગ ઝરણા
બતાવશે.
ને તને એમ કે..! મને પણ તારા શમણાં
સતાવશે?.
જો તું નહીં આવે તો પડખા ડાબા જમણા સતાવશે?
”અનંત” હું ખુદ એક રમણું શમણું છું. કઈ
કેટલીએ.
મને આંજે છે આંખમાં. તું શું મને શમણાં બતાવશે?
"અનંત"
જોકે સમય જતાં એ અક્કલના ઓછાને સમજાયું કે આવું ના કહેવાય....
અને પછી એકાંતે પોતાને ખૂબ વઢ્યો ...
તને એ મળવા ના આવી એનો સમજ્યા વિચાર્યા વિના મનઘડત અર્થ કાઢવાનો ?
બની શકે એની કોઈ મજબૂરી હોય તને મળવા આવતા એને કોઈ જોઈ ગયું હોય ...
એ સિવાય અન્ય કોઈ કારણ પણ હોય શકે ....
એક દિવસ વચન મુજબ મળવા ના આવી તો-
ફરી જ્યારે મળવા આવે ત્યારે ના મળવા આવવાનું કારણ પૂછી જ શકાય છે ને..?
આમ મનમા ને મનમાં પોતાને રાતભર કોસતો રહ્યો ....
પછી એ બન્ને કદિ મળ્યા કે નહીં એ મને ખબર નથી...!
બ્લાસ્ટ:- "આજ્ઞાની"
અજ્ઞાની કહેતો જ્યાંથી વાણીની સીમા પૂરી
થાય છે,
ત્યાથી શ્બદોની સરહદ શરૂ થાય છે...
ને શબ્દોની પેલે પાર હોય છે માત્ર
મૌન..
અને એ સીમાની પાર લઈ જાય છે માત્ર
મૌત...
"અજ્ઞાની"


No comments:
Post a Comment