Friday, 9 January 2015

અનંતના વર્ષો પહેલા લખેલા પ્રેમાળ પત્રો માંથી ....



શું આપણે અકારણ મળ્યા હતા...? 

શું આપણે અકારણ છૂટા પડ્યા...?? 
ના પગલી ના , અકારણ જગતમાં કશુજ નથી બનતું ... 
તું નથી જાણતી પ્યારી કે આજ સુધી ....
મને 'તું' કે તને 'હું' આપણે કદિ રૂબરૂ મળ્યા નથી છતાં 
મે તને દૂર રહી ખૂબ પરેશાન કરી છે 
અને તું મને દૂર રહીને પણ  
નજીકથી જે મળવું સંભવ નથી એવું ઘણું બધુ આપી રહી છે ..!
પ્રેમમાં પ્રેમથી એક બીજા માટે લખાયેલા બોલાયેલા શબ્દો... 
ખૂબ અસરકારક હોય છે .. 
શું તું જાણે છે.? 
કે, 
શબ્દોની શક્તિ અસિમ હોય છે... 
કોણ કહે છે શબ્દો નિર્જીવ હોય છે..? 
હું કહું છું શબ્દોમાં પણ જીવ હોય છે...! 
શબ્દો રંગીન હોય છે. 
શબ્દો ગમગીન હોય છે. 
શબ્દો સ્વભાવ મુજબ અધીરા કે ધીર  હોય છે. 
વેદનામય વ્યક્તિના શબ્દો પણ ગંભીર હોય છે. 
શબ્દ શાસ્ત્ર છે , શબ્દ શસ્ત્ર છે. 
શબ્દ અત્ર તત્ર સર્વત્ર છે . 
શબ્દ કલ્પના છે, શબ્દ ભ્રમ છે. 
શબ્દ સત્ય છે, શબ્દ બ્રહ્મ છે. 
ભ્રમ અને સત્ય વચ્ચે પાતળી ભેદ રેખા હોય છે...   
કલ્પના અને વાસ્તવિક્તા વચ્ચે પણ આછી ભેદ રેખા હોય છે.... 
જો એ ભૂસતા આવડે , જો એ ભુસાય જાય.... 
તો... 
ખેર , ભૂસવી પડે એવિ રેખા મે આપણી  વચ્ચે નથી આંકી .  
તારા હાથે મારા માટે લખાયેલા પ્રેમાળ શબ્દો.... 
તારા માટે મારા હાથે લખાયેલા વાચાળ શબ્દો...
દૂર રહીને પણ હુંફ આપતા હોય છે હૂંફાળા શબ્દો...
માણસ એક ના એક દિવસ મરી જ જતો હોય છે... 
પણ લખાયેલા કે બોલાયેલા શબ્દો યુગો સુધી જીવે છે.. 
આમ લોકોની વાત જુદી ,જુદી કલાકારોની વાત હોય છે . 
સામાન્ય માનવીથી અલગ કલાકારોની જાત હોય છે.. 
આમ માનવી અને કલાકારના મૃત્યુ માં આજ તો તફાવત હોય છે . 
સામાન્ય માનવીને એના મૃત્યુના થોડા વર્ષો બાદ,
 એના પરિવાર સિવાયના લોકો ભૂલી જાય છે. 
જ્યારે કલાકારને એના મૃત્યુ બાદ....
 એના પરિવાર સમેત લોકો યુગો સુધી યાદ કરે છે.   
કલાકાર મરી જાય છે ... 
પણ તેના મુખે બોલાયેલા . 
તેની કલમે લખાયેલા  શબ્દો અમર રહી જાય છે . 
ચિત્રકાર મરી જાય છે  પણ એના ચિત્રો અમર થઈ જાય છે. 
સંગીતકાર મરી જાય છે પણ એનું સંગીત અમર થઈ જાય છે. 
"અનંત"શબ્દકાર મરી જાય છે પણ એના ગીત અમર થઈ જાય છે ... 
કલાકાર યાને ઈશ્વરનો  સૌથી નજદીકી  યાર.. 
એ પણ સર્જન કરે આ પણ સર્જન હાર....   
તો મારુ કહેવાનું એટલું જ કે જ્યારે એક મેકને ચાહતા પ્રેમ કરતાં બે પાત્રોનું 
રૂબરૂ મળવું શક્ય નથી હોતું ત્યારે દૂર દૂર રહીને પણ ,તે એક બીજાને.....
 પત્રો દ્વારા અને પત્રોમાં લખાયેલ  હૂંફાળા શબ્દો દ્વારા મળીને હુંફ આપી શકતા હોય છે. 
એક બીજા માટે પત્રોમાં લખાયેલ પ્રેમાળ શબ્દો. 
એક બીજા માટે ભીતર છુપાયેલી લાગણીઓ જણાવી શકે છે. 
પ્રેમી ના હાથે પ્રેમિકા માટે બોલાયેલા લખાયેલા શબ્દો ... 
દૂર દૂર રહેતા હોય છતાં એક બીજાના તન મન ઝણઝણાવી શકે છે.
તો હું એમ નથી કહેતો કે આપણે ક્યારેય નહીં જ મળીએ ... 
પણ જ્યાં સુધી કે રૂબરૂ ના મળી શકીએ ... 
ત્યાં સુધી શું આપણે બન્ને પાત્રો પત્રોમાં ના મળી શકીએ ...?  
  તો ચાલો શબ્દોમાં ભળીને . 
શબ્દોમાં મળીએ. 
શબ્દોમાં હસીએ. 
શબ્દોમાં રડીએ . 
જ્યાં સુધી કે રૂબરૂ ના મળીએ . 
શબ્દોના સ્પંદનો 
એક બીજાને મોકલીને - 
ચાલ આપણે બેઉ 
"અનંત" શબ્દોથી ઝણ ઝણીએ.. 

"અનંત" 
*બ્લાસ્ટ *
*એક સવાલ*  
*લાસ્ટ *
તારા હાથે મારા માટે લખાયેલા હૂંફાળા શબ્દો  મને દૂર રહીને પણ હુંફ આપે છે . 
શું એવી જ રીતે.. "અનંત"
તારા માટે મારા હાથે લખાયેલા પ્રેમાળ શબ્દો દૂર રહીને તને પણ ઝણ ઝણાવે છે ..? 
શબ્દોમાં ડૂબવું ને તરવું ગમે છે મને ..! 
તને..? 
જો તને પણ મારી જેમ શબ્દોમાં ડૂબી ને તરવું ગમતું હોય . 
તો ચાલ શબ્દોમાં ડૂબીને તરીએ એક સાથે આપણે બંને. 

કાગળનો દરિયો 
શબ્દોની હોડી 'ને ,
કલમ હલેસું . 
એક દિવસ આપણે ... 
આ "અનંત"સફરમાં 
સાથે હોઈશું ...  

"અનંત"
*બ્લાસ્ટ*
આ શબ્દો તો પંખીની જાત... 
જો જટ દઈ પટ પકડી પૂરો નહીં એને- 
કાગળના પાંજરે તો... 
ફર ર ર ર ર ર .... કરતાક ને ઊડી જાય...
"અનંત" 

No comments:

Post a Comment