Sunday, 29 March 2015

હજુય ગાડી પાટે નથી ચડતી....

 ક્યાં ક્યારે ક્યો અનંત કે અજ્ઞાનીનો  કયો કાગળ મેં ક્યાં  ઉકેલીને મૂક્યો છે ,
એ કાય ખબર નથી રહેતી ... 
 કાના , માતર જોડણી ભૂલો થી ભરેલા  
ઘણા બધા લૌચા મારેલા શબ્દો છાપી માર્યા છે. 
હવે જ્યારે ફરી ચેક કરું ત્યારે સુધારવા બેસુ તો ,
વધારો થઈ જાય છે !

અને એ પણ એકધારો થઇ જાય છે  ... 
લૌચા હી લૌચા ....
ના ક્રમ યાદ હોય ના શીર્ષક ... 
ના તારીખ વાર... 
આ મારી તકલીફ છે, 
કોઈને કહેવાય નૈ એવિ  બેસુમાર... 

ખૈર ... 
એક દિ હું જાતે જ બધુ બરાબર કરી લઇશ.! 
કોઈ કરે નહીં તો મારે પણ કોઇની મદદની જરૂર નથી..! 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલા પોતાનાજ ઘરમાં ,
પરાયા જેવું મહેસુસ કરતા 
અનંતે લખ્યું હતું કે , 
ઓહ, ક્યાંથી ક્યાં નીકળી જવાયું 
મને ખબર સુધ્ધાં ના પડી...
સાવ અચાનક અહી કેમ અવાયું..? 
મને ખબર સુધ્ધાં ના પડી...
હું તો અહીં માત્ર એક લટાર મારવા 
આવ્યો  હતો "અનંત" મગર 
પછી પાછું ના નીકળી શકાયું.? 
મને ખબર સુધ્ધાં ના પડી...
 મારુંજ ઘર હતું છતાં હાલત મારી 
સાવ અજાણ્યા જેવી હતી. 
રે' મારાજ ઘરમાં ભૂલું પડી જવાયું 
'ને મને ખબર સુધ્ધાં ના પડી..  
"અનંત"


2 comments:

  1. wah kehvaay javaay anant na vichaar per...
    taru j ghar hoy to bhula na padaay...bhul ma biji jato rahyo hoish..

    ReplyDelete
  2. આવું તમારે મને ના કહેવાય
    જેને કહેવાનુ છે એની પાસે જવાય
    ઔહ.!
    પણ તમે તો જીવો છો.!
    અકલે એ પણ શક્ય નથી!
    ખૈર....
    જ્યારે જાવ ત્યારે કૈ દેજો
    મારી યાદી પણ દૈ દેજો

    ReplyDelete