Wednesday, 4 March 2015

હતી પાગલસી દશા ... નથી પાગલસી મજા....





વર્ષો પહેલાની વાત છે ... 
રાબેતા મુજબ તે દિવસે રાતે અમે ત્રણેય મધરાતે મળ્યા... 
અને આદત મુજબ ચાય પીતા પીતા વાતે વળગ્યાં .... 
મે અનંત ને પૂછ્યું તું જ્યારે હોય ત્યારે કહે છે કે... 
આ ભવમાં આટલું ઓછું ના કહેવાય ... 
આ ભવમાં આટલું ઓછું ના કહેવાય ... 

તો,  હું પૂછું છું કે આવતા ભવાનું શું..? 
વિચાર્યું છે તે આવતા ભવ વિષે કશું...? 

અનંત કહે એમાં વિચારવાનું શું... ! 
આવતા ભવે ઘણું બધુ , છે એનાથીએ વધુ સારું,  બધુ સારું જ હશે.. ! 
અમારા બંને ની અક્કલ વગરની વાત ધ્યાનથી સાંભળતો અજ્ઞાની ક્યારનો મૌન હતો... 
પણ અનંત નો જવાબ સાંભળીને એ બોલ્યો... 
અનંત  હું પણ ઈચ્છું છું કે, તું ઈચ્છે છે, એવું જ બને, પણ.! 
પણ કહી અજ્ઞાની મૌન થઈ ગયો.... 
અનંત અને હું અજ્ઞાનીના મુખેથી પણ પછી શું નીકળશે એ વિચારવા લાગ્યા... 
એ હજુ મૌન હતો... 
ઉતાવળી યો અનંત એના મૌનથી અકળાયો અને .... 
યાર અજ્ઞાની ,તું આમ વાતે વાતે મૌન થઈ જાય એ મજા ના આવે ... 
પણ કહીને મૌન થઈ ગયો, ભલે થયો , પણ,  હવે તો બોલ કે પણ શું..? 
અજ્ઞાની મૌન પરથી પડદો હટાવી કહે... 
હું એમ કહું છું કે તું કહે છે  કે આવતા ભવે વધુ સારું,  બધુ સારું જ હશે ! 
પણ હું કહું છું કે બધુ સારું, વધુ સારું, નૈ સારું... 
અનંત અજ્ઞાનીએ કહેલ થોડામાં ઘણું સમજી ગયો ' ને મારે ઉપરથી ગયું... 
અનંત કહે હાં અજ્ઞાની તારી વાત પણ ખરેખર ખરી જ છે, કે , બધુ સારું, વધુ સારું, નૈ સારું... 
 હવે હું મુંજાયો  સાલું અજ્ઞાની એકધારું શું બોલ્યો ?એ શું કહેવા માંગતો હતો...? 
અને એવું તે શું કહ્યું ?
કે અનંત પણ એક ક્ષણમા એની  વાત સમજી ગયો,  માની ગયો કે,
 બધુ સારું , વધુ સારું નૈ સારું.. ! 
મને જરા ગુસ્સો પણ આવ્યો એટલે હું જરાક અમથો ઉશ્કેરાઈને બોલ્યો... 
લ્યા તમે બેઉ જે પણ બોલ્યા એ મારે એકદમ ઉપરથી ગયું છે .... ! 
પાછા બોલી બોલી ને તમે આપસમાં સમજી પણ ગયા ને પાછા ચૂપ... ! 
એમ તે થોડી ચાલે મને તો કશું સમજાયું નથી...! 
યાર મને તો સમજાવો કાં'ક ..! 
યાર મારો શું ,.... 
હું આગળ કઈ બોલું એ પહેલા જ અજ્ઞાની વચ્ચે બોલ્યો ... 
હા તને ના સમજાય એમાં તારો જ વાંક...! 
પણ કાં મારો શું વાંક એમાં...! 
હવે અનંત વચ્ચે ટપક્યો . અને મને કહે પરિયા..... 
તારે જ્યારે વાત થતી હોય,  ત્યારે,  જ્યાં, હોય,  ત્યાજ રહેવું જોઇયે ... 
હું વધુ ગૂંચવાયો મે કહ્યું  યાર અહિયાજ તો છું કા તું આમ  કરે છે . 
તારું ઠેકાણે તો છે ને અનંત....? 
અનંત કહે હાં એટલેજ હું સમજી ગયો ... ! 
એટલે ...? 
હવે અજ્ઞાની બોલ્યો એટલે શું અક્કલ વગરના એટલે એજ કે તને અનંત કહે તો છે કે ... 
એનું ઠેકાણે હતું  ! 
છતાં,  તને નથી એ સમજાતું કે એ શું કહે છે...! 
અરે યાર પણ તો સમજાવ ને .! 
  અજ્ઞાની મને કહે છે . પરિયા અનંતની વાત સાવ સરળ છે..! 
ચાલુ વાતે અગર તું બહાર પાણી પીવા ગયો હોય .... 
તો પણ તને ભીતર ચાલતી વાત સમજાઈ જાય...
જો તું અનંત ના કહેવા મુજબ અહિયાં હોત તો, ... 
ઓહ, ફરી એનું એજ રટણ યાર અહિયાજ તો છું ... 
જો ભાઈ મારુ મગજ તમારા જેવુ નથી. એટલે ... 
જે કહેવું હોય એ સીધું જ કહો બૌ લાંબુ ના ખેંચો... 
તમને બૌ ખબર પડે છે એ મને ખબર છે શું સમજ્યા ! એટલે હોશિયારી ના મારો... 
અને મને જલ્દી એ કહો  કે આખરે તમે શું કહેવા, સમજાવવા માંગો છો...! 
અજ્ઞાની :- અચ્છા.... એવું તે ક્યાં વાંચ્યું  ? 
કોને તને એવું કહ્યું કે અમે બધુ સમજીએ છીયે....?
અમે તો ક્યારેય એવું કહ્યું નથી ! 
મે કહ્યું હાં પણ, એ તો , બરાબર છે , કે, તે , કે,  અનંતે એવું ક્યારેય કહ્યું તો નથી.... 
અનંત:- તો  પછી...!!     
મે કહ્યું કાય નય... 
ક્રમશ.. 


No comments:

Post a Comment