Saturday, 4 April 2015

એક હતો ઘોઘો...


May 11, 2012 
ભાગ (7)
******
ઘોઘી : ઘોઘા હું તને ઘેર શોધતી હતી ' ને તું અહી નદી કિનારે  બાંકડે બેઠો છે. 

ઘોઘો : વિચારોમાં ખોવાયેલ ઘોઘો ચૂપ છે. 

ઘોઘી : ક્યાં ખોવાયો ? 

નદી કિનારે બાંકડે બેસી એકલો અટુલો ? 

મને ના બોલાવાય .કીધું હોત તો શું  હું સાથે ના આવત ? 

ઘોઘીએ એક સામટા  કેટલાય પ્રશ્ન કરી નાખ્યા  .... 

ઘોઘો : હવે તો આવી ગઈને.... ! તો શાંતિથી બેસ . 

ઘોઘી : કેમ આજે સરખો જવાબ નથી આપતો ?

શું થયું છે તને.? શું યાદ કરે છે?  

ઘોઘો : એજ જે ભૂલી જવાનું છે. 

ઘોઘી : શું ભૂલી જવું  છે ઘોઘા તારે ? 

ઘોઘો :  બસ એ જ યાદ કરું છું . 

ઘોઘી : શું યાદ કરે છે ? 

ઘોઘો : જે ભૂલી જવું છે ..  

ઘોઘી કશું સમજી નથી શકતી કે આખરે ઘોઘો કહેવા શું માંગે છે.

ઘોઘી સમજી નથી શકતી એ જ તો એના ઘોઘી હોવાનો પુરાવો છે. 

એવું જ ઘોઘનું કે એને જે કહેવું છે તે કહેતા નથી આવડતું.  
  
(ક્રમશ:)

No comments:

Post a Comment