Friday, 29 January 2016

ત્યારે અનંતે કહ્યું હતું કે....

કોઈ પણ વાતના સંદર્ભે , જ્યારે કોઈ એમ કહે કે..., 
મને કોઈજ ફર્ક નથી પડતો ..! ત્યારે... 
ખરેખર "અનંત" બૌ મોટો ફર્ક પડી ચૂક્યો હોય છે ..! 
"અનંત'
આવું એક દિવસ અનંતે જ્યારે ત્યારે,
 આ શબ્દ વાપરતી એની ચહીતીને કહ્યું હતું. 
જોકે અનંત પણ ખાસો અળવીતરો હતો . 
પેલીનું હ્રદય અનંતને મળવા હરપલ ટળવળતું , અ
નંતની એક ઝલક જોવા પેલી ની આંખો તરસતી , 
અનંત ના મુખેથી પ્રેમ ભર્યા બે મીઠા બોલ સાંભળવા -
પેલી સતત કાન સરવા કરી બેઠી હોય , 
અને અનંત એની સઘળી ઝંખના પર કાયમ પાણી ફેરવી દેતો . 
અંતે એક દિવસે પેલીએ ચિડાઈને કહ્યું. 
જોકે જ્યારે જ્યારે અનંત અવળો ચાલે ત્યારે ત્યારે તે -
અનંતને  આમ કહેતીજ ! 

પણ , જરા પ્રેમથી ,લહેકાથી 'ને મીઠાસથી -
લજવાતી લજવાતી મજાકમાં કહેતી .
જા ! જા ! મને કોઈ ફર્ક નૈ પડે સમજ્યો ! રડીશ તું ! 
પણ તે દિવસે તો પેલીએ રીતસરનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું . 
ચહેરો લાલ ચટક થઈ ગયેલો .  
આંખમાં ઝાકળની બુંદ જેવા આંસુ બાજી ગયેલા.     
તોય તગતગતિ આંખે અનંતની આંખમાં આંખ પરોવીને  
કંપતા હોઠે કપકપાતા સ્વરે ... 
પેલીએ અનંત ને ગુસ્સામાં કહ્યું .   
આખરે તું તારા મનમાં સમજે છે શું ? હે..!
અનંત ને તો કાય મનમાય નૈ ,
એટલે એણે તો સ્વભાવ મુજબ ,રાબેતા  મુજબ વાઇડાઈ સૂજી .
અને સાવ ધીમેકથી બોલા ભાવે પેલીને કહ્યું . 
'કાય નૈ , કાય કરતાં કાયજ  નૈ ! 
હું કાય સમજી શકું એમજ નથી ! તું સમજાવ , 
હવે પેલી રીતસરની ચિલ્લાઈ ,
અને બે હાથે અનંતને ખભેથી હલબલાવી નાખ્યો.      
નાલાયક !નફ્ફટ !! ના ફિકરા !!!  
હું અહી ઘરના ઉંબરે ડેલી તરફ મીટ માંડી -
 ક્યારની તારી રાહ જોઈને ઊભી છું,
 તારા થોબડાની એક ઝલક જોવા  ! 
અને, અને તું ડેલીમાં ઘૂસે છે પેલી ચૂડેલને લઈને !!
ખરેખર અનંત કોઈને લઈને ડેલીમાં નહોતો આવ્યો . 
અરે , અનંત ને તો ખબર પણ નહોતી કે ,
એની પાછળ પાછળ કોઈ ચૂડેલ પણ ડેલીમાં પ્રવેશી છે . 
એ તો એની મસ્તીમાં ગીત ગણગણતો  ડેલીમાં પ્રવેસ્યો હતો , 
અને એ દ્રશ્ય અનંતની  ચહિતી  જોઈ ગઈ . 
જોકે આજની વાત નોખી હતી કે,
 અનંત ને ખબર નહોતી કે એની પાછળ પાછળ જ -
ડેલીમાં કોઈ છોકરી પ્રવેશી છે. 
નૈ તો અનંત આમેય એક નબરનો નકટો હતો ... 
એતો  કોઇની પણ સાથે ચાલતો થઈ જાય... 
અગર જો એને ખબર હોત કે,
 તેની પાછળ પાછળ કોઈ છોકરી આવી રહી છે , તો... 
આ ભાય બે ડગલાં ધીમા પડી-
 એ છોકરીનો નો હાથ પકડી એની સાથેજ ચાલવા માંડે..! 
અને બસ આજ કારણ કે અનંતની ચહિતી ને એવું લાગ્યું કે - 
વારંવાર સમજાવવા છતાં આ સુધારતો નથી ! 
અને આજ તો હદ કરી નાખી ! 
મારી નજર સામે બીજીને લઈને ડેલીમાં ઘૂસ્યો..!
     અને એટલે જ ગુસ્સામાં લાલ પીળી  થઈને - 
પેલી રીતસરની ચિલ્લાઈ ,
અને બે હાથે અનંતને ખભેથી હલબલાવી નાખ્યો.      
નાલાયક !નફ્ફટ !! ના ફિકરા !!!  
હું અહી ઘરના ઉંબરે ડેલી તરફ મીટ માંડી -
 ક્યારની તારી રાહ જોઈને ઊભી છું,
 તારા થોબડાની એક ઝલક જોવા  ! 
અને, અને તું ડેલીમાં ઘૂસે છે પેલી ચૂડેલને લઈને !!
અત્યાર સુધી મજાક કરતો અનંત ..... 
જર્રાક  અમથો ગંભીર થયો અને પેલીના હાથ પકડી  ખભેથી દૂર હટાવતા બોલ્યો બોલ્યો ,
અનંતની જગ્યાએ બીજો કોઈ હોય તો -
ગુસ્સે થયેલી પ્રેયસીને બાથ ભીડી લ્યે અને .
બાથમાં લઈ પ્રેમથી ગુસ્સે થયેલી પ્રેયસીને શાંત પાડે. 
અને કહે ના યાર તે જોયું એવું ,તું સમજે છે એવું કશુજ નથી ...
અરે મને તો ખબર સુધ્ધાં નથી ગાંડી ! કે મારી પાછળ પાછળ તારા કહ્યા મુજબ કોઈ ચૂડેલ પણ હતી , નૈ તો હું ડરી નો જાઉં હે !  
બીજો કોઈ હોય તો પોતાની ગુસ્સે થયેલી પ્રેયસીને આમ પ્રેમથી સાચી વાત જણાવે, સમજાવે અને ગલત ફેમી દૂર કરવાનો પ્રયાસ પણ  કરે !  
પણ આતો અનંત બસ એક્જ વાત જ્યારે મારા મનમાં કશું છેજ નહીં મને ખબર પણ નથી કોણ મારી આગળ કોણ મારી પાછળ આવ્યું છે ,
તો પછી મારી પર આટલા દેકારા શા માટે !
અનંત આવુજ વિચારે !  
પણ આ તો અળવીતરી માયા ... 
અત્યાર સુધી મજાક કરતો અનંત ..... 
જર્રાક  અમથો ગંભીર થયો અને પેલીના હાથ પકડી  ખભેથી દૂર હટાવતા બોલ્યો બોલ્યો ,
અબે  યાર ! બૌ દેકારા ના કર !મને કઈજ નથી ખબર !
કે, મારી આગળ પાછળ કોણ ડેલીમાં પ્રવેશ્યુ ... 
અને હા , જો તે એવું જોયું અને તને એવું લાગ્યું કે,
 મારી  પાછળ પાછળ તું જેને ચૂડેલ કહે છે તે,
 છોકરી મારી પાછળ પાછળ આવી છે ! 
તો તું એને જઈને કે'ને..! 
મારી પર શા મારે ગુસ્સો કરે છે !!!
જા ! જા જા ! જા પેલી ચૂડેલ ને જઈને કે , 
કે શા માટે મારી પાછળ પાછળ ડેલીમાં પ્રવેસી ... 
અનંતે પેલીને બાવડું પકડી પેલીને પૂછવા જવા ઈસારો કર્યો ... 
પેલી કંપતા હોઠે તગતગતિ આંખે ,
અનંત સામે જોતી રહી ધૂંધવાતી રહી ... 
અનંત બોલ્યો ... 
જા ! જા ! જા હવે જલ્દી નૈ તો પેલી ચાલી જશે જા જઈને ચોખવટ કરતી આવ કે એ હું એની આગળ  હતો કે એ મારી પાછળ ...
આમ આંખો ફાડી ફાડીને મારી સામું શું જુવે છે .!  
અનંતે ગૂસાનો જવાબ ગુસ્સાથી આપ્યા બાદ,
 પાછો પોતાની જાત પર આવી ગ્યો અને 
અંતમાં મજાક કરતાં પેલીને કહ્યું 
અને હાં પૂછ્યા ભેરુ એ પણ પૂછી લેજે કે મારી સાથે પ્રેમ બ્રેમ નથી ને ! 
તો આપણે તૈયાર જ છીયે ...!  
હવે અનંતની ચહિતી ધૃસકે ધ્રુસકે રડી પડી ...! 
અને રડતાં રડતાં જ બોલી જા અક્ક્લ વગરના પાપી પાખંડી !
મારો જીવ જાય છે ને તને મજાક થાય છે ! 
મારા પ્રેમ કે ગુસ્સાને પણ તું સમજતો નથી ..! 
અરે ઑ પાગલ તને તો એ પણ ખબર નથી પડતી કે એક લડકી 
પોતાના પ્રિય પાત્ર પર ક્યારે અને શા માટે ગુસ્સે થાય છે ! 
રડતાં રડતાં જ પેલી બોલી તને, અનંત... 
 મારા પ્રેમ કે ગુસ્સાથી તને કઈજ ફર્ક નથી પડતો ... 
પેલી ઓઢણી ના છેડા વડે આંસુ લૂછતા બોલી ... 
મારા પ્રેમ કે ગુસ્સાથી તને કઈજ ફર્ક નથી પડતો ... 
પણ ખૈર ... અનંત ખૈર.... 
હું જાઉં છું ..! 
હવે મને પણ કશો જ ફર્ક નહીં પડે જા !! 
તારા મારા જીવનમાં હોવા ના હોવાથી ! 
એક એક શબ્દ પર ભાર દઈ અનંત ની ચહિતી  ફરી બોલી , 
આજથી !હવે પછી !મને !પણ !કશોજ !ફર્ક ! નહીં ! પડે ! 
હું જાઉં છું હવે પછી ક્યારેય તને મળવા નૈ આવું ... 
અરે ! તારો  વિચાર સુધ્ધાં નૈ કરું !!! 
હોઠ ભીંસીને પેલી છેલ્લી વાર બોલી , 
જા ! અનંત ! હવે !મને !પણ !કોઈ ફર્ક !નૈ પડે !!!
આમ બોલી પેલી ઓઢણી સરખીA કરી ચાલવા જાય છે ત્યાજ ..! 
અનંતે  તેનું કાંચની બંગડી થી ભર્યું ભર્યું કાંડું પકડ્યું અને ..
ક્રમશ ... 

Thursday, 28 January 2016

वही यारोकी बाते पुरानी ....



" मांग्या पहेला आपवु ए महा मुर्खता छे !" 

समय पहेला व्रुक्ष पर फल कदि पाकतु नथी !

"अज्ञानी" काचु फल कदि मीठाश आपतु नथी !

"अज्ञानी"

जी हां ! वर्शो पहेला...

मारी मुर्खता पर मंद मंद  हसता हसता...

आ,शब्दो,मने ! अज्ञानी ए कह्या हता !

अने त्यारे.....

रात्रीना अंघकारमा, दीवाना आछा प्रकाशमा ...

अनंतनो चहेरो चमकी उठ्यो ...!

रातना अंघकारमा, अंतरना उजासमा,

वच्चे तूटेल फुटेल टीपोयनी आसपास गोठवेली,

झरजर्रीत खुरसी पर ,

सामसामे अमे त्रणेय चायनी पीयाली भरी, 

अमारी अलौकीक मस्तीमा बेठा  हता.

सुरुरररर... करती चायनी चुसकी भरी,

वच्चे पडेली टीपोय पर पग लंबावता...

अनंत बोल्यो..

...अने,..., 

जेम पेटनी क्षमताथी अघीक ...

जो कोई जमी जाय तो जेवी दशा थाय ! 

अस्सल एवीज दशा थाय !!!

औकात थी वघु जो कोइने मली जाय के,

आपवामा आवे तो !

या तो अपचो थाय !, या तो ओकी जाय !,( यानी उल्टी)

या, तो!! छी.छी.. छी...(आर्थात:- झाळआ  )..:) 

अने पछी...

अनंत अने अज्ञानी बंने मारी सामे जोईने,

मर्मालु हसवा मांड्या...

हु धोधानी जेम एनी सामे जोतो रह्यो...

वातावरणमा थोडी वार सन्नाटो छवाई गयो...

वर्षो  पहेला...:) 

*ब्लास्ट*
"अज्ञानी" मुज आत्मा मही जे जे वात गुंजी छे !
ए आजनी नथी ! आ मारा म्रुत्यु पछीनी पुंजी छे !

"अज्ञानी"

Thursday, 21 January 2016

દુનિયાની આઠમી અજાયબી

આજે મારી આંખોમાં નીંદરથી  હતી.  

ગઈ કાલે રાત્રે પરીયાએ આપેલો કોયડો ઉકેલવામાં મધરાત થઈ ગઈ, 

પણ મને, કે અન્ય કોઈને પણ,

નહેરુ ગેટમાં કઈ નવીનતા કે અજાયબી જેવુ કશુજ દેખાયું નહીં ! 

આંખ ભારે હોવા છતાં સૂઈ જવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં !

કોઇડાનો ઉકેલ મેળવવા  હું ધીમા પગલે પરીયા પાસે ગયો. 

મને એની બૌ બીક લાગે એ જ્યારે કોઈ કામમાં ડૂબેલો હોય ત્યારે...

એને જરાય હડકાવવા જેવો નૈ, 

નૈ તો ખૂબ ગુસ્સે થઈ જાય .  

મે જોયું કે ગઇ કાલની માફક આજે પણ એ પીસીમાં ડાચું ઘાલી-

કોઈ ફોટો એડિટ કરી રહ્યો હતો..!

એક આડ વાત... 

સાલું મને એ ના સમજાયું આ અભણને આવું બધુ કરતાં આવડ્યું શી રીતે ! 

જોકે એક વાર મે એને પૂછેલું પણ ખરું કે , હેં પરીયા ! 

આ બધુ શું તું કોઈ પાસે શીખવા ગયેલો !

શું બધુ ? 

આ કોમ્પ્યુટર ચલાવવાનું અને પાછું એમાં આવા બધા ફોટા એડિટ કરવા..

અને બીજું તું જે કાય કરે  છે એ.બધુ તું ક્યાથી શીખી આવ્યો છે ?  

ત્યારે એણે મને કહ્યું ના ! તું ધારે છે એવું કશુજ નથી હું આ બધુ શીખવા ક્યાય નથી ગયો ... 

તો પછી આ બધુ તને આવડ્યું કઈ રીતે ? 

ત્યારે પરીયાએ જવાબ આપ્યો કે ... 

katira ! થોડું જ્ઞાન Chirag Ruparele આપ્યું નજીકથી , 

થોડું સૂચન  Jagdish Human દાદુ એ દૂરથી આપ્યું ...  

બાકી બધુ આપ બળે મથતા મથતા આવડી રહ્યું છે !  હજુ બૌ બધુ શીખવાનું બાકી છે !

નવું નવું કઈક કરવાની ધગસ હોય , નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય,  તો !

ગમે તેવો અભણ માણસ પણ ભણેલા કરતાં હોશિયાર થઈ જાય અને આગળ વધી જાય !

બાકી તો એવું છે ને katira કે....

જ્યાં સુધી કોઈ પણ કામ હાથ પર ના લઉં ત્યાં સુધી મનેય અઘરું લાગે ! 
પણ જો એક વાર થાની લઉં કામ હાથ પર લઈ લઉં તો ડુચ્ચા કાઢી નાખું !       

આડ વાત પૂરી.... 

આવ katira આવ મળી ગ્યો જવાબ ? 

જોઈ નહેરુ ગેઇટની અજાયબી ..? 

હું દબાતે પગલે એની પાસે ગયો હોવા છતાં !

હજુ હું એની સામે પણ નહોતો ગયો છતાં !

એ જાણી ગયો કે હું આવ્યો છું. 'બૌ કેવાય"  

મારી સામે જોયા વિનાજ એણે મને સવાલો કર્યા. 

મે કહ્યું ના યાર બૌ મોડે સુધી મથ્યો પણ મનેતો તારા નહેરુ ગેઇટના ફોટામાં-

કશુજ અજાયબી ભર્યું ના દેખાયું . 

હું તો રૂબરૂ પણ જોઈ આવ્યો છતાં પણ તું કહે છે એવું -

અજાયબી ભર્યું મને એમાં કશું જ  ના દેખાયું ... 

ડોફા ! તને કહ્યું હતું ને ખૂબી જોવા શોધવા ખૂબી ભરી દ્રષ્ટિ જોઇયે ઊંડી સમજ જોઇયે ,

તારામાં એ બન્ને નો પૂરેપૂરો અભાવ છે ! પરીયો મને વઢ્યો.... 

ઘઘલાવી નાખ્યો પરીયાએ મને ! 

જોકે એમાં એનો વાંક પણ નહોતો હું એને કહ્યું એવોજ છું ! દાંત શું કાઢો છો એમાં !

આયા'વ કોડા ! આય મારી નજીક આય અને હવે જો ! લબાળ !  

કાલે તને હિંટ પણ આપેલી તોય અક્કલ વગરના તને સમજાયું નહીં !   

આ જો મે તારા માટે આ ફોટો મોટો અર્થાત ગુજરાતીમાં કૌ તો ઝુમ કર્યો...

લે જો ! પરીયાએ ગુસ્સાથી બાવડું ખેંચી ને મને બાજુની ખુરસી પર બેસાડી દીધો ...!

પણ પરીયા હવે આજે રેવાદે આજે મને બૌ ઊંઘ આવે છે ! મે કરગરતા સ્વરે કહ્યું !

એમ ! તને ઊંઘ આવે છે ! એમ ! તો મારી પાસે તું આવ્યો જ શુકામ ! ? 

મે કહ્યું, જિજ્ઞાસાવત  જાણવાની તલપ અને બીજું કે ,,,

હું આગળ કશું બોલું બોલું ત્યાતો એ પાછો મને વઢ્યો ..  

મૂક લપ તારું કામ નૈ જિજ્ઞાસા વાળી !

તલપ હોય તો રાતભર જાગવુય પડે સમજ્યો ! 

હવે મારાથી સહન ના થયું સ્સાલો ...! મને મનમાં ગુસ્સો આવ્યો. 

ગઈ કાલે પોતાને નીંદર આવતી હતી તો પોઢી ગયેલો. 

અને આજે જ્યારે મને ઊંઘ આવે છે તો દેકારા કરે છે મારી પર લે ! 

આવું થોડી ના ચાલે.   

શું વિચારે છે ડોબા ! 

બૌ થ્યું હો પરીયા કૈ દઉં છું તને ! ક્યારનો મંડાઇ પડ્યો છે તે ડોબો તું ! લબાળ તું ! 

ઘેલસફ્ફા કાલે તને નીંદર આવતી 'તી તો તું પોઢી ગ્યો 'તો ...

અને આજે જ્યારે મારી આંખો ઘેરાય છેતો બરાડા શાનો પાડે છે ! 

માઈ ગ્યું તારું અજાયબી વાળું ચિત્ર ને માય જા તું ! 

મારાથી ગુસ્સામાં આવું બધુ બોલાઈ ગ્યું ... હું શું કરું ક્યો, આખરે હુય પ્રાણી છું !     

અને પરીયો ચૂપ !! 

પછી મો માસી જેવુ કરીને મારી સામું જોવા લાગ્યો !  

અને પછી મારો ખંભો પંપાળતા પંપાળતા કહેવા લાગ્યો . 

અરે યાર katira આમ બૌ ગુસ્સે ના થવાય કાય એમાં,

જે હોય તે મો પર કહી દેવાય ..! મે કેમ કૈ દીધું 'તું . 

હવે આ અક્કલ વગરનાં નક્ટાને શું કહેવું. આને કાય અસર થૈ! નો થાય..  નકટો છે સાવ.  

ઇ ઠરી ગ્યો, મારા ગુસ્સાથી ડરી ગ્યો,  એટલે પછી મેય શાંત સ્વરે કહ્યું,  

ઠીક છે ઠીક છે  હવે ! તારે ખોલ દેવી છે કે પછી ... 

હાં.. લે ! કેમ નૈ !  પલાળી છે તો મૂંડાવી તો પડશે જ ને ! 

મે કહ્યું , ના,,ના,, પરીયા એવું કાય નો હોય, 

મો ધોઈ નાખ તું તારે મુંડન કાલે કરી લેજે ..! 

"પલાળી હોય એટલે મૂંડાવી જ પડે !

એવી આ  દુનિયાના લોકોની માન્યતા સાવ ખોટી છે એક બહાનું છે ! "

મે મો ધોવાનું કહ્યું તો અક્કલનો ઓથમીર....

સાચુકા પાણીનો લોટો ભરીને બારે મો ધોવા ગયો ... 

એક તો  મને નીંદર આવતી 'તી ને આ લાંબુ ને લાંબુ  ખેંચ્યે જ જતો હતો ! 

મે કહ્યું લ્યા તું સાચેકા મો ધોઈ આવ્યો ! 

હાં લે ! તેજ તો કહ્યું,  પછી મારી સામે જોઈ હસવા લાગ્યો..! 

મે કહ્યું કેમ હસે છે ! તો ક્યે katira નીંદર તો ખરેખર મનેય આવે છે પણ .. 

થોડું વધુ જાગી શકાય માટે મે મે ધોયું , આ જોયું !  

પીસી સામે આંગલી ચીંધી મને બતાવતા એણે કહ્યું. 

મે પૂછ્યું શું ? 

તો ક્યે આ જો મોટા ! નહેરુ ગેઇટના ફોટાને મે મોટો -

અર્થાત ગુજરાતીમાં ઝુમ કર્યો છે તારા જેવા માટે ! *

હવે તું તારે , તારે સૂવું હોય તો સૂઈ જા ! 

આ હું જાહેરમાં મૂકી દઉં છું !

તું તારે કાલે આરામથી આમાથી  આઠમી અજાયબી શોધજે !

બૌ સારું,  મે કહ્યું. 

હાં પણ, કાલે તે કઈક હિંટ આપી હતી એ શું હતી કે'તો જરા હું ભૂલી ગ્યો છું ! 

બસ ! એક રાતમાં ભૂલી ગ્યો લબાળ ! 

હાં પણ ભૂલાય જાય તો એમાં હું શું કરું એમાં મારો તો કાય વાંક નો કે'વાયને ! 

તો ? તારો નૈ તો કોનો વાંક હે ડોબા ! 

આ દિમાગ છે ને ! વાંક બધો એનોજ છે મારો કાય વાંક નથી ! 

પણ તું આજે ફરી વાર કૈ દે ને ! 

કૌછું, ફરી કૌ છું !  ધ્યાનથી સાંભળજે ! 

એના અવાજ માં ગુસ્સો હતો હોં !જાણે કેમ ઉપકાર કરતો હોય....  

પછી કહ્યું. ધ્યાનથી સાંભળ katira .... 

"આ બન્ને ફોટા મે એકજ "સમયે" લીધા છે" 

હાં..  યાર...  આ તો તે મને કાલે પણ કહેલું . 

તોય ડફોળ તને નહેરુ ગેઇટમાં કઈ અજાયબી જેવુ જોવા ના મળ્યું .... 

હાં યાર એ વાત પણ ખરી છે તારી પણ શું થાય ..! 

એ , પરીયા પરીયા એક કામ કરને ! મે પ્રેમથી કહ્યું..  

હાં બોલ ! શું છે હવે તારે !  

મે બીતા બીતા કહ્યું . હજુ એકા'દ હિંટ આપને પરીયા ! આપીશ ? હે આપીશ..!? 

કેમ મગજ કસવું નથી ગમતું !? 

ના , ના યાર એવું કઈ નૈ આ તો જરા ... 

મે ડરતા ડરતા મારી નબળાઈ  છુપાવવાનો પ્રયાસ કર્યો... 

પણ છુપાવ્યે ક્યાં કદિ કશું છુપાય છે.? 
આજ નહીં તો કાલ સત્ય જાહેર થાય છે !    

બસ બસ હવે નાટક રહેવાદે ! એક વધુ હિંટ આપું છું ! 

તો તો બૌ સારું લેને ! મારે થોડું ઓછું મથવું પડશે , બોલ બોલ જલ્દી બોલ !

તો સાંભળ આ બન્ને ફોટા !  મે ..! 

તારીખ .. 18/1/16 ના બપોરે 1/24 વાગ્યે લીધેલા છે ! 

જા હવે તું તારે સૂઈ જા ! 

કઈ સમજાય,અજાયબી જેવુ કઈ દેખાય તો કાલે કે'જે ... 

હવે મારી ઊંઘ ઊડી ગઈ હોવાના કારણે મે કહ્યું. 

ના,ના હવે .. બેઠા છીયે થોડીવાર.... 

કેમ ? પણ , હમણાં થોડી વાર પહેલા તો તને બૌ ઊંઘ આવતી હતી ને ! ? 

હ પણ હવે નથી આવતી . હું તો જો  હમણાં પુષ્પાને ચાય બનાવવાનું પણ કૌ છું !

કોના માટે ભાય ... કોના માટે ચાય...! 

આપણાં બેઉ માટે યાર... મારે એકલા માટે થોડી ના હોય ... 

તુજ કે' પરીયા ... હું તને મૂકીને...  એકલો એકલો ચાય પી શકું ખરો.!

એય મોટા મારે ચાય બાય કાય નથી પીવી હો ..!

તારે પીવી હોય તો તું તારે તારી બીવી ના હાથની ચાય પી ...!

મને તો જો,  એ...ય ને મસ્ત મજાની .ઘાટ્ટી.ઘાટ્ટી...મલાઇદાર ગાઢ નીંદર આવે છે ! 

હું તો જો હમણાં પથારીમાં પડ્યા ભેરો પોઢી જઈશ.....

ખુરશી પરથી ઊભો થઈ આળસ મરડતા મરડતા નફ્ફટાઈ પૂર્વક એ બોલ્યો. 

અને મારો પીતો ગ્યો... 

મે બે હોઠ ભીસીને પરીયાનો  હાથ ખેંચીને પાછો ખુરશી પર બેસાડતા કહ્યું ... 

બેસ હેઠી બેસ્સ ઊંઘ વાળી બેસ ! 

તોય એ હાથ છટકાવી પાથારી ભણી ભાગ્યો પીસી બંધ કરવા પણ ના રોકાયો... 

નક્ક્ટો સાવ કરતાં સાવ નક્કટો નાલાયક બેશરમ ખુદગર્જ પોતાનું ધાર્યું કરવા વાળો ... 

હોઠ ભીસીને આમ બબડતા બબડતા અંતે પીસી પણ મારેજ બંધ કરવું પડ્યું... 

હું પથારી પર જાગતો રહ્યો ને એ સૂઈ ગ્યો....  

ક્રમશ :-

દુનિયાની આઠમી અજાયબી


આવતા વેંત મે પરીયાને કહ્યું ,

ક્યાં સુધી ખેંચવાનું હોય યાર હવે ..! 

બૌ કરી યાર પરીયા તે તો ! 

એમજ હોય એ તો ! 

પીસીમાં ડાચું ઘાલીને બેઠેલા પરીયાએ મારી સામે જોયા વિના જ જવાબ આપ્યો. 

પણ તું કરે છે શું એ તો,  કે' 

ચિત્ર થોડુક સ્પસ્ટ કરું છું .. અ,,અ,,અ,,અ લે આ થઈ ગયું ચિત્ર થોડુક સ્પસ્ટ જો ! 

મે પીસી નજીક જઈને જોયું ... અરે આ તો મોરબીના નાક સમો નહેરુ ગેઇટ છે હે ને ! 

હા તું બરાબર સમજ્યો katira બિલકુલ બરાબર સમજ્યો... 

આની માલિપા જ  તો છુપાયેલી છે દુનિયાની આઠમી અજાયબી... 

લ્યા ! પરીયા પણ મને તો આમાં એવું કશું અજાયબી જેવુ નથી  દેખાતું..! 

નૈ દેખાય, ઇ તને નૈ દેખાય katira ! 

એના માટે ઊંડી સમજ અને ઊંચી દ્રષ્ટિ જોઇયે ..! જે તારી પાસે બિલકુલ નથી ! 

અરે યાર ! મારી પાસે ના હોય તો કાય નૈ ! તારી પાસે તો છે ને ! 

તો ઝટ કે'ને કે આમાં એવું અજાયબી ભર્યું શું છે તે ! ? 

ઇ તને  હું આજે નૈ કૌ.. 

પણ કેમ ? 

કેમકે અત્યારે મને ગાઢ મીઠી મજાની મલાઇદાર નીંદર આવે છે ..!

બૌ લાંબુ ખેંચે છે યાર તું તો ..!

પરીયો મને વઢિયો... અચ્છા ... તો ટૂંકું કર અને સૂઈજા જા ! કાલે મળીશું . 

પણ શું હશે શું હશે એવું તે આ નહેરુ ગેટમાં અજાયબી ભર્યું શું હશે..?

એ વિચારવામાંને વિચારવામાં મારી નીંદર બગડશે એનું શું ..! ? 

એનું કાય નૈ તારે મથવું હોય , જાતે શોધવું હોય તો હું તને હિંટ આપુ છું,   

જ્યાં સુધી તારી આંખ ના ઘેરાય ત્યાં સુધી મથ્યા કરજે ને અજાયબી શોધ્યા કરજે ! 

બોલ હિંટ જોઇયે છે ? કે હું પોઢી જાવ બોલ જલ્દી બોલ ! 

ઠીક છે ઠીક છે ચાલ હિંટ  આપ !  

હાં તો ધ્યાનથી સાંભળ ! 

હાં બોલ ! 

"આ બેઉ ફોટા મે જ્યારે પણ લીધા છે એકજ "સમયે" લીધેલા છે"  

હિંટ પૂરી હવે તું શોધ્યા કર હું સૂઈ જાવ છું ... !

Tuesday, 19 January 2016

आखिरकार मुझे मिल ही गई अनंत के साहित्य से "अनंत" की लिखी "अनंत" समयकी रचना .....





समय कभी रुकता नहीं..!
समय कभी जुकता नहीं..!

समय की जपटमें गरीबो-तवंगर है आ जाते...
रुक जाती है गरीबो- तवंगरो की भी साँसे ...

लेकिन समय सदियों से जिन्दा है...

समय समय पर चलता है.
समय कभी भी रुकता नहीं .

समय के आगे अच्छे अच्छे जुक जाते है...
समय कभी किसीके सामने जुकता नहीं.

समय समय पर समय का जीकर होता है
पर समय बड़ा बे शर्म बे फिकर होता है.

समय ना ज्यादा ना किसीको कम मिलाता है...
सबको मिले हे दिनके पुरे के पुरे चोबीस घंटे...

कड़ी नजर रखे हुवे देखता है समय,
समय के आगे कौन निकलता है..

समय के साथ जो हे चलता...
मिलती है उसे "अनंत" सफलता...

आखिर तुम और हम सब थक जाते है एक ना एक दिन..
लेकिन समय सदियोसे चलता है बस चलता ही रहेता है...

दम थम जाते है ...
हम थम जाते है...

हम रुक जाते है..!
हम जुक जाते है..!

हम थक जाते है..
सब थक जाते है... 

लेकिन....

"अनंत" समय कभी रुकता नहीं..!
"अनंत" समय कभी जुकता नहीं..!

समय सदियोसे चलता है बस चलता ही रहेता है...

"
अनंत"
ब्लास्ट :- "क, तीरा"..
" कर तो कशु नक्कर कर नकर तु कशु न कर "
", तीरा"....


આઠમી અજાયબી



પલ પલ સમય તું ધીરે ધીરે ચલ ... સમય તું ધીરે...ધીરે...ચલ ... 

આમ આ ગીત ગણગણતો હું  પરીયા કને ગયો... ને' ... 
  
લ્યા ! પરીયા...  પછી,  કાલ તું કાં'ક મોરબીની આઠમી અજાયબી વિષે 

કે' 'તો 'તો એનું શું થ્યુ..? 

ચૂપ રે' katira  થોડી વાર .... 

હા પણ, એવું તો તું કાલેય કે' 'તો 'તો .... 

તો ? કે' 'તો'તો તો શું ? પરીયાએ ક્રોધિત થઈ શાંતિથી કહ્યું ... 

ક્રોધ અને શાંતિ આ બેનો એક સાથે મેળ ખાય ! ? તો પણ આવું ચાલે છે ! ચલાવી લ્યો !! 

કેમ બરી ! ?  સોરી ઠરી ગ્યો કે ? 

યાર katira  !  થોડી વાર ચૂપ મરને !!! 

થોડી  વાર ! ? થોડી એટલે કેટલી પરીયા..  ? 

તારી થોડી વારના મારે કેટલા કલાક ગણવા ...

ઘડીલાલ બંધ કરી દે એટલે કલાકો નૈ ગણવા પડે... 

મે કહ્યું , તો પણ સમય તો ચાલતો જ રહેશે ને ! 

પણ પછી ભાન નહીં રહે, સમયનું ... 

ઘડિયાળ જો,જો કરવાથી તો તું બે ભાન થઈ જશે... 

જો કે આ અવસ્થા મને વધુ પસંદ છે, માટે હું ઘડિયાળ નથી જોતો ... 

કેમકે ઘડિયાળ ભાન કરાવે છે ! સમયનું.... 

 અને  "સમયનાં બંધનમાં સર્જન શક્ય નથી ! "

અર્થાત :- સમયની મર્યાદામાં રહીયે તો ઉતાવળ થાય...

અને ઉતાવડે ઉતાવડે ક્યારેય ઉતમ સર્જન ના થાય .... 

ઉતમ સર્જન કરવામાં વર્ષો ના વર્ષો પણ લાગી શકે છે ! 

એ વાત નોખી છે કે અગર ભાગ્ય પ્રબળ હોય તો ક્યારેક અનાયાસે , 

ઓછા પ્રયાસે પણ ક્ષણમાં પણ ઉતમ સર્જન થઈ જાય... 

હું આમ બબડતો હતો ત્યાં પરીયો મારા પર ખીજવાયો ..  

સમયનાં બંધનો મારે ઝખ્ખ મારીને નિભાવવા પડે છે katira  ... !

વર્ના મને સમયનુ  બંધન બિલકુલ પસંદ નથી...

મારી મોજ મસ્તી મારો નિજ આનંદ સમયને આધીન નથી !

આ આનંદ આ મસ્તી આ મારી જાહોજલાલી મારી ભીતરની પોતીકી પૂંજી છે !

સંપૂર્ણ સ્વતંત્ર છે !  પરાધીન નથી katira ...પરાધીન નથી... !       

હવે હું ગુસ્સે થયો.... 

લ્યા હવે તારી ફિલોસોફી બંધ કર... 

અને ધૂંધળું ચિત્ર સ્પષ્ટ કર... 

આમ જૂના પુરાણા ઝર્ઝરિત પીળા પડી ગયેલા ફાટેલા તૂટેલા કાગળિયાનોપથારો કરીને 

કાગળિયાના ઢગલા વચ્ચે બેસીને આખરે તું શોધે છે શું !?  

અરે યા...ર... સમયને અનુરૂપ " અનંત" ની કોઈ રચના શોધું છું  ... 

તું ચૂપ રે ને ... 

પુષ્પા એ.. પુષ્પા .... એક કપ ફૂલ ગરમા ગરમ ચાય આપ તો... 

મારા માટે પણ મંગાવ જે હોં... મનેય બૌ તલપ લાગી છે..! 

મારી વાત સાંભળી ના સાંભળી કરી એણે પુષ્પા ને હુકમ કર્યો... 

પુષ્પા... આ તારા katira ને અહીથી બહાર કાઢ તો !  

ક્યારનો મારા રંગમાં ભંગ પાડે છે લેવા દેવા વગરનો ... ! 

ના ..ના..  પરીયા ના !  મને બહાર તું ના કાઢતો પરીયા હું ચૂપ ચાપ બેસિસ બસ... 

તું કહીશ તો તને આ જૂના પુરાણા ઝર્ઝરિત પીળા પડી ગયેલા ફાટેલા તૂટેલા-

કાગળિયા માથી સમયને અનુરૂપ અનંતની કોઈ રચના શોધવામાં મદદ કરીશ બસ... 

આમેય આટલા બધા કાગળ ઊથલાવી તું એકલો એકલો થાકી જઈશ... 

અચ્છા તો ઠીક છે ... લે ! katira ચાય પી અને પછી કાગળિયા ઊથલાવી શોધવા માંડ.... 

ક્રમશ :-