આજના જેવીજ ભીની ભીની અંધારી રાત
નીરવ શાંતી અને તમરાનો અવાજ સાંકળી
ગલીના છેવાડે આવેલા એકખંડેર સમો મહોલ્લો,જેના ખૂણે આવેલું એક એવુજ ખંડેર સમું ઘર. ઘરમાં માત્ર દિવડાનો આછો ઉજાસ....
અને મસાલા અગરબતીની સુવાસ...
જેમના કાગળિયા હું ઉકેલી રહ્યો છું.
એ મારા બંને ભાઈબંધો...
"અનંત" અને "અજ્ઞાની"નો હતો અહીં નિવાસ...
આજે ભીની ભીની વરસાદી રાત્રે મને એ દિવસો યાદ
આવી ગયા ...
અનંત અને અજ્ઞાની બન્ને મારા જ ગામના ગરીબ
યુવાનો બન્ને મારી સાથે નોકરી કરતા કારીગર હતાં. એ નાતે એ મારા નૌકર હતાં. મગર તેમ છતાં અમારા ત્રણેય વચ્ચે શેઠ નોકરનો નહીં બલ્કે, ભાઈબંધી નો સંબંધ હતો. અમારી વચ્ચે આત્મા સખા સમો વ્યવહાર હતો.અમે હમ ઉમ્ર હતાં અમારા ત્રણેયની ઉમર માંથોડો ઘણો તફાવત હતો અમે જ્યાં દિવસ આખો કામ કરતાં એજ જગ્યા પર એ બન્ને પડ્યા પાથર્યા રહેતા.
જમવાનું મારા જ ઘેરથી ટિફિન લઈ જાય.
ક્યારેક જ્યારે કામ વધુ હોય તો અમે ત્રણેય
સાથે જ એક ટિફિનમાં જમી લઈએ..
જ્યાં અમે કામ કરતાં તે આમ તો જોકે
એક જુનવાણી ઘર જ હતું ....
ખંડેર જેવા એ ઘરની અંદરનું દ્રશ્ય.
અંધારી રાત, દિવાનો ઉજાસ, મસાલા અગરબત્તી ની સુવાસ,મોટા રૂમની વચ્ચો વચ્ચે ત્રણ જૂનીઝર્ઝરિત ખુરશી,ત્રણ ખુરશી વચ્ચે એવિજ ખખડી ગયેલી ટીપોય , ટીપોય પર પાણી ભરેલ લોટો એક ખાલી ગ્લાસ, અને ત્રણ કાંચની પ્યાલી.આટલી ચીજ કાયમ રાતે ટીપોય પર ગોઠવાયેલી હોય. દાઢી મૂછ ધારી અજ્ઞાની અને ખાલી સુવાળી મૂછ વાળો રૂપાળો ચહેરો ધરાવતો અનંત રોજ રાત્રે જમી પરવારી એ બંને પોતાની જૂની ઝર્ઝરિત ખુરશી પર સામ સામે બેઠા હોય જે ખુરશી ખાલી હોય તે મારી હોય.રોજ અધરાતે મધરાતે હું ત્યાં ગરમા ગરમ ચાય લઈને પહોંચી જાઉં અને પછી અમારા ત્રણેય વચ્ચે ચાયની ચુસ્કી સાથે મહેફિલ જામે ...
અમે જ્યારે પણ મળીએ, કાયમ અલગ અલગ વિષય પર ચર્ચા થાય. અને એમજ વાતો વાતોમાં એમના હાથે કોઈક નવી રચના લખાય જાય.
એ બન્ને આમ તો સાવ અભણ જ .!
માત્ર ગરબડીયા અક્ષરે લખતા ને વાંચતાં આવડે
તેથી એ બન્ને માથી એકેયને લય માત્રાનું બિલકુલ જ્ઞાન તો હૉયજ નહીં કે ના હોય એની પરવા,મગર હું જરાક અમથું ભણેલો તેથી એમનું ગરબડીયા અક્ષરે લખેલું સુધારવું,મઠારવું ‘ને શણગારવું એ મારુ કામ. એ તો માત્ર નિજાનદની ખાતર મનમાં જે ઊગે તે બસ લખતા રહેતા.એ બન્ને ભાઈબંધો ને પ્રસીધ્ધિની પણ લેશ માત્ર ઝંખના નહી. મગર હું એનાથી એક કદમ પાછળ તેથી મને થોડું એવું ખરું કે આવ્યા છીયે તો સાવ ફેરો ફોગટ ના જાય...
કઈક દઈ જાય કઈક લઈ જાય...
એટલે કે કોઈ ઓળખાણ પિછાણ થઈ હોય તો,
આવતી વખતે કામ લાગે ...!
એટલે હું, એમના નામે ચરી ખાઉ છું આજે પણ,
આમ તો એ બન્ને પોત પોતાની મૌજમાં કામ કરતાં કરતાં પણ લખતા જ હોય, પણ જ્યારે રાત્રે હું ત્યાં ગયો હોઉ ત્યારે એ બન્ને જે કઈ બોલે એ હું લખતો જાઉં. અમે રાત્રે જ્યારે પણ મળીએ આ અમારો ક્રમ.આવીજ એક ભીની ભીની વરસાદી રાત્રે હું ગરમા ગરમ ચાય લઈ એ મહોલ્લામાં ગયો હતો.
ઘરમાં માત્ર દિવડાનો આછો ઉજાસ....
અને મસાલા અગરબતીની સુવાસ...
જેમના કાગળિયા હું ઉકેલી રહ્યો છું.
હાં આ એજ છે મારા આત્મ સખા ...
"અનંત" અને "અજ્ઞાની"નો નિવાસ...
ઘરના દરવાજા ખુલ્લાજ હોય.
મગર ઘણા સમયથી સમયના અભાવે હું ખંડેર પર ગયો ન હતો. પછી સમય મળતા એક રાત્રે અચાનક હું ત્યાં ગયો અને સિધ્ધોજ મહોલ્લા માં ગયો અને સીધોજ ભીતર પ્રવેશી ગયો. ઘણા દિવસો બાદ મને જોઈ બન્ને ભાઈબંધ ઉત્સાહમાં આવીને બોલ્યા.
“આવ આવ પરિયા આવ.! બહુ દિવસે રાત્રે આવ્યો યાર"
અમારી ગાઢ દોસ્તી નો આ પુરાવો છે કે તેઓ પ્રેમથી મને પરિયા કહીને બોલાવતા.
મે કહ્યું હાં યાર હમણાં જરા બીજા કામમાં વ્યસ્ત હતો તેથી અહીં અવાતુ ન હતું મગર આજ તો રીતસર ની તલપ લાગી હતી. એ જાણતો હોવા છતાં કે તમે થાક્યા હશો મધરાત થઈ ગઈ છે. છતાં હું એ પણ જાણતો હતો કે આપણે ત્રણેય રાતના રાજા છીયે, અને થાક ઉતારવા નિજ આનંદ જરૂરી છે.
અનંતે કહ્યું હાં યાર્ર "જે કાર્ય હ્રદયને આનંદ આપતું હોય, તેમાં થાક નથી લાગતો બલ્કે દિવસ ભારનો થાક ઉતરી જતો હોય છે.અને તન મન પણ નવી તાજગીથી તરબતર થઈ જાય છે. મનગમતી પ્રવૃત્તિ આત્મા ને અનંત આનંદ બક્ષે છે.
મારી ખાલી પડેલી ખુરશી પર મને બેસવાનો ઈશારો કરતાં અજ્ઞાની બોલ્યો.
હાં પરિયા અમારે તો રાત પડ્યે સવાર પડે,
મે અનંત ને ચાયની કીટલી આપતા કહ્યું. લે અનંત હવે જલ્દી ગરમા ગરમ ચાયની પિયાલી ભર,એટલે આપણે ગરમા ગરમ ચાયની ચૂસ્કી સાથે મહેફિલ શરૂ કરીયે.અનંતે ચાયની પિયાલી ભરી મને અને અજ્ઞાની ને આપી. એક પિયાલી પોતે લઈ તે પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયો.
ચાયની ચૂસ્કી ભરતા ભરતા મે કહ્યું. હાં તો બોલો ભાઈબંધો આજે આપણે ક્યાં વિષય પર વાત કરીશું ?
મે ચર્ચાનો દૌર શરૂ કર્યો.
ચાયની ચૂસ્કી ભરતા ભરતા જ અનંત બોલ્યો ..
"દુનિયામાં એકજ એવો અનંત વિષય છે, જેની ચર્ચા યુગોથી થતી આવી છે, થાય છે, અને અનંત યુગો સુધી થતી રહેશે..!"
વાત આગળ ચલાવતા અજ્ઞાની બોલ્યો અને એક વિષય એવો છે કે જેની માત્ર શરૂવાત જ છે પણ અંત કોઈ જ નથી, મે કહ્યું ભાઈબંધો તમે બન્ને કાય ગૂઢ અને અદ્ભૂત વિષયની વાત કરો છો. મગર આજે આપણે કઈક નવું કરીયે તો.?
બોલ બોલ શું નવું કરવું છે.? અનંત બોલ્યો.
અજ્ઞાનીએ ચાયની ચૂસ્કી ભરીને કહ્યું.આમેય આપણને એકના એક ઘીસા પિટા વિષયમાં ચર્ચા કરવાની મજા નથી આવતી.
સારું થયું તું કઈક નવો વિચાર લઈને આવ્યો .
મે કહ્યું હાં, આમ તો તમે અઢળક લખ્યું છે ઘણી અર્થ સભર રચના લખી છે. પણ મને એમ થાય છે કે, આજે તમે બન્ને એક એક ટૂંકી રચના લખો. અજ્ઞાની વચ્ચે જ બોલ્યો જો ભઈ આમ તો અમે લખી જ નાખીએ છીયે પણ !આજે તું આવ્યો છે તો નિયમ મુજબ અમે બોલીએ અને તું લખ.
હાં ભઈ હાં એમ કરીશું પણ પહેલા મારી વાત તો પૂરી સાંભળો વચ્ચે બોલીશો તો હું ભૂલી જઈશ યાર....
મારી અક્ણામણ જોઈ અનંત બોલ્યો સારું સારું બોલ તું શું કહેતો હતો.?
હાં તો હું એમ કહેતો હતો કે “લાંબુ લખાણ ને અર્થની મોકાણ હોય એવું નહીં.”
બલ્કે આજે તમે બન્ને એક એક સાવ ટૂંકી કવિતા કહો.
કવિતા એટલી ટૂંકી હોવી જોઇયે કે જેમાં ઓછા ઓછા શબ્દો હોય, અને અર્થ ગહન અને વિશાળ હોય છે કેમકે “અર્થ વગરનું લાંબુ લચક લખવાનો કોઈ જ અર્થ નથી”અને તમે તો જાણો જ છો કે મને લાંબુ લખવાનો અને વાંચવાનો ખૂબ કંટાળો આવે છે....
મારી આ વાત પર બન્ને જોર જોરથી હસવા લાગ્યા.
તમારી જેમજ તમે લોકોએ હસી લીધું ???
તો હું આગળ કઈક કહું ?
હાં હો હસી લીધું બન્ને સાથે બોલ્યા ...
હાં તો હું એમ કહેતો હતો કે મારી ઈચ્છા એવી છે કે,આજની તમારી એ ટૂંકી છતાં ગહન અને વિશાળ અર્થ સભર કવિતા વિશ્વની ટૂંકામાં ટૂંકી કવિતાનું બિરુદ મેળવે, ચાયની ખાલી પ્યાલી ટીપોય પર મૂકાતા અનંત અને અજ્ઞાની એક બીજાની સામે જોવા લાગ્યા. પછી દાઢી પર હાથ ફેરવતા ફેરવતા અજ્ઞાની બોલ્યો ....
પરિયા આવુ બધુ વિચારવું કે લખવું એ આપણાં કોઈના હાથની વાત નથી. આપણે ચાહીએ ત્યારે ક્યારેય ગહન તો શું પણ છીછરો વિચાર પણ કરી નથી શકતા. સાચી વાત છે. અનંતે આગળ ચલાવ્યું અને ક્યારેક ક્યારેક અનાયાસે જ ધાર્યું ના હોય તેવું ઊંડાણ ભર્યું લખાઈ કે બોલાઈ જતું હોય છે.
તમારી બન્ને ની વાત બિલકુલ સાચી છે. મે કહ્યું,
અને હાં કલાનો કોઈ પણ વિષય હોય સર્જનનો વિષય છે.અને સર્જનનો વિષય હંમેશા અલૌકિક હોય છે. અનંતે કહ્યું પરિયા ક્યારેક માહોલ જ એવો સર્જાય જાય છે કે, ઉતમ સર્જન
આપોઆપ રચાઇ જાય છે.
અચ્છા ચાલો હવે તમે કોઈ ટૂંકી રચના વિષે વિચારો ...
અજ્ઞાની અલ્યા એ તો ક્યારની વિચારાઈ ને મનમાં લખાઈ પણ ગઈ.
તો બોલ..! મે કહ્યું .
અનંતે કહ્યું અરે પરિયા ઇ તો બોલાઈ પણ ગઈ...
શું વાત કરો છો... !!! મે આશ્ચર્ય સહ પૂછ્યું ....
હાં યાર બન્ને એક સાથે બોલ્યા ...
પણ મને કઈ સમજાયું નહીં યાર તમે ક્યારે બોલ્યા શું બોલ્યા, મે માથું ખંજવાળતા કહ્યું.
અનંતે કહ્યું અરે યાર તું વાતની શરૂવાત યાદ કર એટલે સમજાઈ જશે ....
ના ..! હવે યાદ પછી કરીશ અનંત, પહેલા તું બોલ એટલે હું કાગળ પર ટપકાવી દઉં.
"આજની અને આવનારા સમયની વિશ્વની સૌથી ટૂંકી કવિતા ..." અચ્છા...!
અનંત વજનમાં બોલ્યો. તો લખ ....
મે ચોપાનીયાં ભરાવેલ જૂનું પેડ હાથમાં લીધું ને કહ્યું બોલ અને અનંત બોલ્યો સૌથી ઓછા શબ્દોમાં વિશ્વની સૌથી ટૂંકી કવિતા એટલે ...
“પ્રેમ”
આટલું બોલી અનંત મૌન થઈ ગયો ...
મને અનંત ની શરૂવાતની વાત યાદ આવવા લાગી પણ હું તુરંત વિચારોમાથી બહાર આવી ગયો.
અને હવે મે અજ્ઞાનીને કહ્યું હવે તારો વારો તું પણ કહી દે આજે વિશ્વની સૌથી ટૂંકી કવિતા અજ્ઞાની હળવેકથી બોલ્યો, હાં લખ પરિયા લખ.!
“જીવન”
આટલું બોલી અજ્ઞાની પણ મૌન થઈ ગયો...
વાતાવરણ શાંત થઈ ગયું. તમરાનો અવાજ અને વરસાદી બુંદનો ટપ..ટપ..ટપ...અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો બહારથી આવતી ઠંડી હવા અમને ત્રણેયને સ્પર્શા લાગી અને મને અનંત અને અજ્ઞાનિની,વાતની શરૂઆત એકદમ યાદ આવી ગઈ...
એ બન્ને વારા ફરતી બોલ્યા હતા ...
પ્રથમ ચાયની ચૂસ્કી ભરતા અનંત બોલ્યો હતો કે,
દુનિયામાં એકજ એવો વિષય છે જેની ચર્ચા
"અનંત" યુગોથી થતી આવી છે, થાય છે અને
થતીજ રહેશે....!
અને મને સમજાઈ ગયું કે અનંતના હ્રદયમાથી નીકળેલી એ વાત જ ટૂંકી કવિતા નું રૂપ લઈને અંતમાં અનંતના મુખેથી જન્મી હતી એ આજ કવિતા હતી “પ્રેમ”
અને અજ્ઞાનીએ કહ્યું હતું ..
હાં ખરી વાત છે અનંત, " અને એક વિષય એવો છે કે જેની માત્ર શરૂવાત જ છે પણ અંત કોઈ જ નથી..!
અને અજ્ઞાની ના હ્રદયમાં પણ ત્યારેજ એક ટૂંકી કવિતા જન્મ લઈ ચૂકી હતી.. “જીવન”
વાત બિલકુલ સાચી છે. પ્રેમ અને જીવન નો કોઈ જ અંત નથી .....
પ્રેમ છે તેથી જ જીવન છે, જીવન પ્રેમ વિના સંભવી ના શકે.!
આપણને દેખીતું જે અંત લાગે છે , તે અંત નથી હોતો બલ્કે શરૂવાત હોય છે .....
"હર એક અંતિમ ત્યાથી પ્રથમ જ હોય છે ...."
ચાલો દોસ્તો હવે હું ઘેર જાઉં, તમે પણ આરામ કરો.સવારે ફરી એજ ચકી અને ચુલ્હામાં તપવાનું છે તમારે, અને હાં જતાં જતાં એક વાત કહેતો જાઉં છું કે,મને હંમેશા તમારી પાસેથી કઈક ને કઈક ઉતમ્મ જ મળ્યું છે....
જેનું ઋણ કદાચ હું કોઈ જન્મોમાં નહીં ચૂકવી શકું પણ પ્રયાસ જરૂર કરીશ ....
હું ભાવુક થઈ બોલતો રહ્યો પણ મને મારી વાતનો કોઈ જ પ્રત્યુતર ના મળ્યો,બહારના દીવાનો પ્રકાશ ઝાંખો થઈ ચૂક્યો હતો જો કે ભીતર ઝળહળા હતુ.
મે એમની નજીક જઈને જોયું તો બન્ને ખુરશી પર જ પોઢી ગયા હતા...
અને મે જોયું કે અનંતની જમણી અને અજ્ઞાનિની ડાબી આંખમથી આંસુ વહી રહ્યું હતું....
ભરપૂર નીંદરમાં સૂતેલા અનંત અને અજ્ઞાનીને
વારા ફરતી હળવેકથી જગાડી તેમની આંખો લૂછી પછી બાવડું પકડી બગલમાં લઈ મે વારા ફરતી બન્ને ને પથારી પર સુવડાવી દીધા ....
અંધાર્યા ઘરનો દરવાજો ઠાલો વાંસી કોરી આંખે હ્રદય પર અજીબ ભીનાશ લઈ હું મારા ઘર ભણી રવાના થયો,
ત્યારે પરોઢ થઈ ચૂક્યું હતું....
કાલ્પનિક સત્ય.............
No comments:
Post a Comment