વર્ષો પહેલા અનંતે એને સતત જોતી અને ઝંખતી એની ચહિતીને ...
"કઈ એ મને ખબર નથી "
પણ પોતાના વિષે આ હકીકત કહી'તી ...
કે હે પ્રિયે ...
હું જૌ છું કે તું સતત મને જુવે છે ...!
તો, હું તને પૂછું છું કે , તું મને જુવે છે ?કે, મારી સુંદરતાને ?
જો કે મને યાદ છે , એક વાર તે કહ્યું હતું એ ,
કે, 'અનંત તું તૈયાર થાય છે ત્યારે, જેટલો સુંદર લાગે છે ,
અને તને જેટલો જોવો ગમે છે ,
એના કરતાં વધારે તો મને તું અને તારો પરસેવે નીતરતો ,
લાલઘૂમ ચહેરો , આગમાં તપેલો તું
રાખ અને પરસેવાથી લથબથ તું ,
અને પરસેવે લથબથ તારું આખુય બદન ...
મેલાઘેલા કપડા અને વિખરાયેલા માં તું વધુ શોભે છે ...
મને એજ હાલતમાં તને જોવો વધારે ગમે છે ...
અને ત્યારે અનંત તું તૈયાર થઈને સામે આવે છે ,
એના કરતાં વધારે લાગે છે ,..
મને એ વાતે અચરજ થાય છે ...
ખૈર ...
પણ, તે આમ કહ્યું હોવા છતાં પણ ..!
પ્રેમના પંથે આગળ વધતાં પહેલા ....
એકવાર મારે તને સાવ સાચી વાત કરી દેવી જોઇયે...

કે અગર તું કોઈ પણ પ્રકારે મારામાં સુંદરતાને જોતી હોય તો ,
એમાં તારો કોઈ વાંક નથી હું પણ એજ જૌ છું !
કેવળ હું,કે, તુજ નહીં ! જગત ભરની દ્રષ્ટિ એજ જુવે છે જે સુંદર છે !
સુંદરતા જોવા સૌની આંખો ટેવાયેલી છે !
અસુંદરતા કોઈને ગમતી નથી !
જે જુવે છે, જેને જોવી પડે છે તે તેમની મજબૂરી હોય શકે..!
બાકી સૌ સુંદર જુવે છે , અને સુંદર જ ઝંખે છે !
ખૈર તું જે પણ જુવે તારા જોવા સામે મને કોઈ વાંધો નથી !
બસ મને તકલીફ ત્યારે થાય છે , એ વાતને લઈને ચિંતા થાય છે કે ,
તું મને જેવો દેખાઉ છું તેવો સમજવાની ભૂલ ના કરે , તો બહેતર છે !
કેમકે લોકો માટે અન્યને છેતરવું આસાન હોય છે...
પણ મને એ બૌ અઘરું લાગે છે !
લોકોને છેતરતો માણસ ખરેખર તો પોતાને અને પોતાના આત્માને છેતરતો હોય છે !
પોતે કેટલો સાચો,સારો,કે ખોટો, અને ખરાબ હોય છે .
એ લોકો જાણે કે ના જાણે પણ માણસનો ખુદનો આત્મા બધુજ જાણતો હોય છે !
અનેક વખત છેતરાયેલો હું ,
છેતરાવાની પીડા કેટલી કારમી હોય છે એ જાણું છું .!
એ પીડા, એ વેદના, એ બધુ શું કહું પ્રિયે ...
બૌ ખતરનાક હોય છે ...
આગથી પણ વધુ દાહક અને દઝાડનાર હોય છે ...
માટે હું તને ચેતવું છું અને કહું છું કે ,,,
હું બૌ સુંદર, સાચો, કે સારો છું એમ માનવા સમજવા કરતાં ...
અને એમ માની સમજીને પ્રેમમાં આગળ વધતાં પહેલા ...

અગર તું પહેલેથી જ હું ખરાબ છું એમ સ્વીકારીને ચાલશે , તો,
તને આગળ જતાં દૂ;ખ અફસોસ ,કે પસ્તાવો નહીં થાય ...
કેમકે હું મારા સારા હોવાની કોઈજ ગેરંટી નથી આપતો ....
પછીથી અગર તારી સામે મારી કોઈ સારપ આવી જાય તો,
એ તારું સદભાગ્ય સમંજજે તને લોટરી લાગી માનજે .
હું તને છેતરવા નથી માંગતો માટેજ કહું છું કે,
બાકી હું એક પ્રકૃતિ પુરુષ છું ....
પ્રકૃતિ જે સતત ક્ષણ ક્ષણ બદલે છે .!
પ્રકૃતિમાં વિકૃતિ પણ અઢળક છે !
ફુલ પણ છે અને કાંટા પણ છેજ !
પ્રકૃતિ માં સુગંધ પણ હોય છે ને દુર્ગંધ પણ હોય છે !
હું હ્રદયથી પ્રેમ વરસાવી શકું છું !
અને ક્યારેક મારી આંખો પણ વર્ષે છે !
ક્યારેક મને પણ ક્રોધ આવે છે !
પ્રકૃતિમાં ઝરમર વરસાદ પણ હોય છે ...
ક્યારેક ક્યારેક મુશળધાર પણ વર્ષે છે પ્રકૃતિ ...
તો ક્યારેક વાવાઝોડા કે સુનામી પણ પ્રકૃતિ સર્જે છે ..!
પ્રકૃતિ પળ પળ માણસને છેતરે છે એ ના ભૂલવું જોઇયે !
તારે પણ એ યાદ રાખવું રહ્યું .
કેમકે પ્રકૃતિ ...
ક્યારેક માત્ર ગરજે છે તો ક્યારેક ગર્જ્યા વગર પણ વર્ષે છે ..!
અને ક્યારેક ક્યારેક એક સાથે ગરજે પણ છે અને વર્ષે પણ છે !
ક્ષણમાં તડકો તો ક્ષણમાં કાળા દિબાંગ વાદળાઓ થી આકાશ ગોરંભાય છે ...
તો ક્યારેક એજ આકાશ રંગીન મેઘધનુષ પણ રચે છે !
હજુ તમે આકાશના રંગોને આંખમાં ભરતા હોવ ત્યાં ..
ક્યારેક ઓચિંતો અચાનક ભૂકંપ પણ આવે એવું બને !
જ્યારે ભૂકંપ આવે છે ત્યારે ...
છેક પેટાળ થી પર્વત સુધી સઘળું ખળભળી જાય છે !
પ્રકૃતિમાં ક્યારે કઈ પ્રકારનો બદલાવ આવે કહેવાય નૈ ...
પ્રકૃતિમાં અંધકાર પણ છે અજવાસ પણ છે !
પ્રકૃતિમાં વિકાશ પણ છે અને વિનાશ પણ છે !
સુરજ તપે, તડકો પડે તો છાપરું શોધવા પડે !
પૃથ્વી ઠરે બરફ પડે શરીર ઠૂંઠવાય તો ગોદળા કે ધાબળા ઓઢવા પડે !
અને અગર આકાશ અનરાધાર વર્ષે તો છત્રી યા છત નીચે જવુજ પડે .!
આભને તો થીગડું નાજ મારી શકાય ને પ્રિયે... ?
હા હું જાણું છું ! કે , તું મને માત્ર જોતી નથી બલ્કે મને ઝંખે પણ છે !
અને તને દૂર તલક મારી સાચે ચાલવું છે !
જ્યાં સુધીકે મંજીલ ના આવે તું સફરમાં મારો સાથ ઝંખે છે !
પણ હું કૌ છું રહેવા દે , એ વિચાર તું માંડી વાળ ...!
બહાર સુંદર દેખાતું ભીતરથી પણ સુંદર હોય એ જરૂરી નથી .!
તેમ છતાં અગર જો તું પ્રકૃતિ ને પ્રકૃતિના સ્વભાવને સમજતી હોય ,
અને સમજ્યા પછી પણ જો તું પ્રકૃતિના સઘળા રૂપ શાંત કે રૌદ્ર,
પરકૃતિના સઘળાં રૂપને ચાહતી હોય , સમજતી હોય ...
અને સ્વીકારતી પણ હોય તો,
મને ચાહવાની તને છૂટ છે !
"અનંત"

No comments:
Post a Comment