Monday, 29 August 2016

અનંત નું કબૂતર

અનંતની રચનાઓ માંથી જ "અનંત" નો મિજાજ ..... 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
સમજીને વિચારીને સમજદારી વગરનું કામ કરવું મને ગમે છે... !
ખુદનેજ એ રીતે પણ ક્યારેક ક્યારેક બદનામ કરવું મને ગમે છે ....!
તકેદારી બસ એટલી રાખું કે ભુલથીએ કોઇની લાગણી દુભાય ના.
છતાં ભૂલથી ભૂલ થાય તો.! પ્રેમથી ક્ષમાપાન કરવું મને ગમે છે.
હો યાર જો સામે મસ્તીખોર તો રંગત ઔર જામે અને એ રંગતમાં.
રંગાઈ જવું પછી ભૂલી શાન ભાન અને બે ભાન થવું મને ગમે છે.
“અનંત” આ જ મારો મિજાજ છે. અને આ જ છે મારી નિજ મસ્તી....!
કાયમી હું ક્યહિ રોકાતો નથી ઘડી બે ઘડી મહેમાન થવું મને ગમે છે.
કોને ખબર ક્યારે “અનંત” યાત્રાએ જવું પડે. અગર જો અચાનક એવું,
થાય તો ...? અફસોસ ના રહે પછી, કોઈ એવું કામ કરવું મને ગમે છે.
"અનંત"
બ્લાસ્ટ:-
"અનંત" અગર જો દુનિયામાં સુંદરતાનું કોઈ આગવું મહત્વ ના હોત તો...!
શાંતિના દુત તરીકે સફેદને બદલે,
રાખોડી કલરના કબૂતરને પ્રતિક ગણાવ્યું હોત.
કબૂતર ચાહે કોઈ પણ કલરનું હોય એ શાંત પક્ષી શાંતિનું દુત જ હોય છે.
"અનંત"
Comments
Pravin Miyaatra કોને ખબર ક્યારે “અનંત” યાત્રાએ જવું પડે.....haju ghan'y java jeva betha chhe "anant"
Katira Paresh Pravin Miyatra એલા પ્રવિણ્યા એ તો ક્યારનો "અનંત"યાત્રા પર નીકળી ચૂક્યો છે .. 

ને હવે હું પણ નીકળું છું .... 
...See More
Pravin Miyaatra best of luck....mela ma zanzanathi male evi subhechha
Katira Paresh Pravin Miyatra .... મેળામાં ઝણ ઝણાટી ત્યારે થાય. જ્યારે ઊંચી ચકડોળમાં બેસીએ ત.... 

એ સિવાય ક્યારે એ ના પૂછજે ...  


પણ ઇ બધિયું ઝણ ઝણાટી કરતાં પણ અધિક ઝણ ઝણાટી તો તારી આ ઝણ ઝણાટી ભરી નવીનતમ શુભેચ્છાથી થઈ આવી બોલ ....
Pravin Miyaatra ઊંચી ચકડોળ MALVI TO JOIYE NA?See Translation
Katira Paresh Pravin Miyatra અલ્યા પ્રવીણ ..... 

ફાસમ્ફાસ ફરતી હોય તો નીચીમાં પણ ઝણ ઝણાટી થાય જેમ ઘોડીને જોય ઘોડાની હણ હણાટી થાય...
Pravin Miyaatra ઊંચી K નીચી MANE TO JOI NE J BIK LAGE!!!
Katira Paresh અલ્યા તો પછી ઝણ ઝણે છે કેમ ... ! ? બે અર્થમાં ....
Pravin Miyaatra JIVAN NI AATHMATI SANDHYA E AAPNE J ZANZANYA RAKHSU ? KE PACHHI BIJA O NE PAN MOKA DESU? ANE AAME'Y HAJU DASKA PACHHI HATH PAG MA ZANZANATI (DHRUJARI TO AAV SE J NE?)
Katira Paresh Pravin Miyatra અલ્યા છેક લગી લડી લેવાનું .... મતલબ ઝણ ઝણી લેવાનું ....! ઘોડા માફક હણ હણી લેવાનું ..!:) બાકી બધાય તો ધ્રૂજયા કરશે ... ! 

કાલ કોણે દીઠી છે..... 
Jahnvi Antani ખુદનેજ એ રીતે પણ ક્યારેક ક્યારેક બદનામ કરવું મને ગમે છે ............ hmmsaru lage avu kyarek ,.... 
Jahnvi Antani ? અફસોસ ના રહે પછી, કોઈ એવું કામ કરવું મને ગમે છે.
Pravin Miyaatra Paresh હો યાર જો સામે મસ્તીખોર તો રંગત ઔર જામે
Katira Paresh પ્રવીણ એ પંક્તિ અરસ પરસ સૌના નામે ... 
તો રંગત જામે જો Pravin Miyatra હો સામે ... 

No comments:

Post a Comment