ભીનો ભીનો કાગળ ......
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
જુદા પડતી વેળાએ..!
હાથો હાથ તું જે આપી ગઈ,
એ કાગળ આમ તો સાવ કોરો હતો .
પણ એમ સાવ કોરોય ન હતો.
જ્યારે તે કાગળ મારા હાથમાં મૂક્યો....
ત્યારે એક અજીબસી ભીનાસ મને મહેસુસ થયેલી.
અને તારા ગયા પછી....!
જ્યારે મે તારો એ અંતિમ કાગળ ખોલ્યો.
મારી અખોમાં ઝાકળ બાજી ગઈ.
તારો આપેલો એ અંતિમ કાગળ આમતો સાવ કોરો જ હતો.
પણ હું બધુ જ સમજી ગયો.
હવે મને સમજાયું કે તે જ્યારે મારા હાથમાં,
અંતિમ કાગળ મૂક્યો ત્યારે મને ભીનાશ .... શાને મહેસુસ થઈ.....
કેમકે તારો એ કોરો કાગળ ....
“અનત”તારા આંસુઓથી ભીંજાયેલો હતો.................
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
-!!!!!-
--!!--
--!--
"અનંત"
No comments:
Post a Comment