વર્ષો પહેલા આ ગીત મહોલ્લામા મધરાતે ગુંજતુ રહેતુ સતત..
વરસાદી ભીની ભીની મૌસમમા જ્યારે હુ ભાઈબંધો માટે,
ગરમા ગરમ ચાય લઈને સાંકડી ગલીમાંથી પસાર થતા,
છેક ભીતર ખૂણે આવેલ ખંડેર સમા ઘરમા જતો ત્યારે..
મહોલ્લામા પ્રવેશતાજ આ ગીત સાંભળવા મળતુ.
બહાર વરસાદી ભીનાશની સુગંધ અને ભીતર,
મસાલા અગરબતીની સુવાસ...
એક બીજાના ચહેરા વંચાય માત્ર એટલુજ અજવાળુ...
ફાનસના આછો અંજવાસ....
ઝરઝર્રીત ટીપોય ફરતે એવીજ જૂની ત્રણ ખૂરસી પડી હોય..
એ બંને ભાઈબંધો મારી અને, ચાયની રાહ જોતા
પોતાની ખૂરસી પર બેઠા હોય.
અને, એક ખાલી ખુરસી પણ મારી રાહ જોતી હોય.
અધખુલ્લા દરવાજામાંથી શરીર સંકોરી હુ ભીતર પ્રવેશી...
ટીપોય પર ચાયની કીટલી રાખી મારી ખાલી ખુરસીને
મારાથી ભરી ને પછી, ટીપોય પર ખાલી ઊંધી પડેલી,
ચાયની ત્રણ પીયાલી અનંત સીધી કરતો,
અકલે હુ એ ખાલી પીયાલી ચાયથી ભરી દેતો.
અને પછી સૌ સૌની પીયાલી ઉઠાવીને એક સાથે,
સુરરરરર કરતા ચાયની ચુસ્કી ભરતા,
જ્યારે કૈ કરતા કૈ ચર્ચાનો વીષય હોય નૈ ત્યારે...
ચાયની ચુસ્કી ભરતા ભરતા..
શાંતીથી શ્વાસમા ભીની માટી અને,
અગરબતીનીની સુગંધ ફેફસાંમાં ભરતા ભરતા...
આવા કૈ કેકલાય ગીતો સાંભળતા અને,
રાતને તરબતર કરતા કરતા...
અમે પણ ભરપૂર તરબતર થતા...
રાત પસાર કરતા.
એક વરસાદી રાતે મન્નાડેજીનુ આ સુમધુર ગીત,
અમે આખી રાત અકલે કે સવાર સુધી સતત
એકધારૂ સાંભળેલું...
હજુયે જીવ ધરાતો નથી લે પણ....!
આજે હુ એકલો એકલો આ ગીત સતત વગાળીને
ભાઈબંધ સાથે વીતાવેલા,
ભવ્ય ભુતકાળ યાદ કરતા કરતા ખંડેરમા ખોવાઈ જાઊ છુ...
મનની અલૌકિક મસ્તીમાં મસ્ત થૈ એકલુ એકલુ
એકધારૂ એકના એક ગીત સાંભળતુ ઈ મૌજી



No comments:
Post a Comment