Thursday, 7 September 2017

અને ઘોઘો ગુમ થઈ ગયો...


ભલે ક્ષણભર આંખો ઉદાસ થઈ ...  
પણ હૈયામાં અનહદ હાશ થઈ ... 

ઘોઘા અને ઘોઘીની , 


બન્નેની આંખો નીતરી ને નિચોવાઈ ગઈ...! 

આંખો ઢાળી ઘોઘો હજુ ગુમસુમ બેઠો છે.  

ઘોઘી ઊભી થઈ,  ઘોઘા માટે પાણી લેવા પાણિયારે ગઈ ..!

પાણી ભરી ઘોઘી પાછી ફરી, 


ને જોયું તો , સોફા ખાલીખંમ ..!  


અને ગુમસુમ ઘોઘો ગુંમ્મ ..!!!


ઘોઘી ચોંકી ..!!!


ઘોઘીને મન હ્રદયમાં ધ્રાસ્કો પડ્યો . 


હમણાં તો અહીજ હતો.!


કોણ જાણે ક્યાં ગયો  એટલી વારમાં ...


મનોમન બબડતી પાણી નો ગ્લાસ ટીપોય પર મૂકી,


 ઘોઘી ચારે બાજુ નજર કરે છે ... 


ઘોઘો ક્યાય નથી દેખાતો .. ! 


ઘોઘી હાંફળી ફાંફળી થતી રવેશમાં જાય છે .


ઘોઘો ત્યાય નથી  દેખાતો ..!


રવેશમાથી ઘોઘી પાછી રૂમમાં આવે છે .!


ફરી ઘોઘી ચોંકી  ઊઠે છે ..! 


કેમકે,  ઘોઘો તો સોફા પરજ બેઠો છે ..!


આશ્ર્ચર્ય અને રહસ્ય સહ. 

ઘોઘી ફરી મનોમન બબડે છે. 


ખબર નથી પડતી આ ઘોઘો માણસ છે કે ભૂત ..!   


"ઘોઘા તું ક્યાં ગયો હતો..?" 


 ગુસ્સા ભર્યા રડ્મશ અવાજે ,


ઘોઘા સામે આવી ઘોઘીએ સવાલ કર્યો. 


તું ક્યાં હતી પેલ્લા એ કે' પછી મને પૂછજે ..! 


ઘોઘાએ સામે સવાલ કર્યો. 


અને ફરી બન્ને વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ. 

  
"હું તને શોધતી હતી "

"હાં, તો હું પણ તનેજ શોધતો હતો. "


"પણ હું તો અહીજ હતી "


"હાં તો હું પણ અહીજ હતો "


"તો પછી તું મને દેખાયો કેમ નહીં..?"


"હું પણ એજ પૂછું છું ઘોઘી ...!


અગર તું અહીજ હતી,


 તો મને પેલ્લા કેમ ના દેખાઈ ."


"તારી આંખો બંધ હશે "


"તો તું પણ અંધ હશે "


"શું ને શું બોલે છે ખબર નથી પડતી "


"હું પણ એજ કહું છું "


"શું એજ કહે છે..!? તું જુઠ્ઠો છે ..!"


"તું જુઠ્ઠી છે હું નૈ ઘોઘી ..!"


અરે... હું તારા માટે પાણી લેવા ગઈ ,


પાણી લઈને પાછી ફરી ત્યારે તું સોફા પર હતોજ નહીં . 


"ક્યારે પાણી લેવા ગઈ તું ..?"


"અરે .. પણ હું પાણી લઈને આવી ત્યારે ... 


તને સોફા પર ના જોયો એટલે પાણીનો ગ્લાસ


 ટીપોય પર મૂકી મે તને  શોધવા ચારેકોર નજર ફેરવી ,


તું ક્યાય દેખાયો નહીં એટલે રવેશમાં ગઈ . 


અને પાછી ફરી તો તું સોફા પરજ બેઠો હતો. "  


"ક્યાં ક્યાં છે પાણી નો ગ્લાસ 


ટીપોય પર ક્યાં છે બતાવ .!"

રહસ્ય ઘુંટાતુ જાય છે. 

ઘોઘાએ ચિડાઈને કહ્યું . 


ઘોઘીએ ટીપોય પર નજર કરી. 


"અરે .!!! ક્યાં ગયો ગ્લાસ ..! ?


મે તો અહી ટીપોય પરજ મૂક્યો હતો ..!!!"


"હશે ., મૂક્યો હશે,  ઘોઘી તે પાણી નો  ગ્લાસ....


 ટીપોય પર મુકયોજ હશે ..!  "


હશે ..!? મૂક્યો હશે..!!?


મૂક્યો હશે  નૈ ઘોઘા..!  મુકયોજ હતો ..! 


બેસ ઘોઘી મારી બાજુમાં બેસ ...!


હું તને કહું ખરેખર શું બન્યું છે એ ..! 


ખબર નૈ કેમ..?


આજે ઘોઘાએ પેલ્લી વાર ઘોઘીનો હાથ પકડી,


સોફા પર પોતાની બાજુમાં બેસાડી . 


અને પછી કહ્યું . 


ઘોઘી તું જે કહે છે તે બધુજ સાચું . 


તું પાણિયારે ગઈ, મારા માટે પાણી લઈ આવી ,


પછી હું તને દેખાયો નહીં,  


એટલે તું ચોંકી ગઈ,


 પછી પાણીનો ગ્લાસ ટીપોય પર મૂકી,


મને શોધવા તું રવેશમાં  ગઈ . 


હું ત્યાં પણ નહોતો એટલે તું પાછી ફરી,


 અને તે મને સોફા પર જોયો .


એટલે તું પછી ચોંકી ગઈ. 


તગતગતિ આંખે ઘોઘીએ ઘોઘા સામે જોતાં કહ્યું . 


તું બધુજ જાણે છે ,તે બધુજ જોયું છે, 


 છતાં જુઠ્ઠું કેમ બોલે છે ..? 


ઘોઘા તું જુઠ્ઠું શા માટે.! બોલે છે ..!?

શા માટે તું મને આ રીતે પરેશાન કરે છે ..!? 


તું અહીજ હતો  છતાં ..!


 તું નથી જાણતો ઘોઘા ..!


તું એક ક્ષણ પણ નજરથી દૂર થાય છે તો,  


ઘોઘો નજરથી ક્ષણભર દૂર થાય છે, 


તો ધોધીને શું થાય છે ..?

એ વાક્ય ઘોઘી પૂરું બોલી ના શકી , 


અને ઘોઘના ખભે માથું ઢાળી , ધોધાને ગળે વળગી પડી . 


ઘોઘી  હીબકે ચડી ધ્રુસકે ધ્રુસકે  રડી પડી .., 


ઘોઘીના વાળમાં પ્રેમથી આંગળા પસરાવતા 


ઘોઘાએ ઘોઘીને કહ્યું .


"બસ ઘોઘી  બસ ..! 


હું ક્યાક ચાલ્યો જઈશ તો...? 


તારા આ ડરના કારણેજ તને ભ્રમ થયો છે ..! "


રડતાં રડતાં ગુસ્સે થઈ ઘોઘી ઘોઘાને કહે છે . 


"ભ્રમ ..! મને ભ્રમ થયો છે ..? 


ઘોઘા તું મને ના દેખાયો એટલે મને હ્રદયમાં ધ્રાસ્કો પડ્યો , 


અને તું એમ કહે કે એ મારો ભ્રમ હતો ..?"  


"હાં ઘોઘી હાં બિલકુલ..! તને  એવો ભ્રમ થયો  હતો ..!"


"પણ તો સત્ય શું છે એ મને તું કે .!!


ઘોઘો ઘોઘીને ભ્રમ થવાના કારણ સમેત હકીકત કહે છે.


આમ જો ઘોઘી તું યાદ કર.!


ગઈ  કાલે તું રડતાં રડતાંજ ,


મારા ખોળા પર માથું રાખી સૂઈ ગયેલી . 


સવાર સુધી તું એમજ મારા ગોઠણ પર માથું મૂકી સૂતી જ રહી.


 પછી મારી આખો પણ મીંચાઈ  ગઈ. 


સવારે મારા ગોઠણ પર સળવળાટ થયો .


એટલે મારી આંખ ખૂલી ગઈ . 


પછી મે જોયું કે તું ઊભી થઈ . 


અને હાંફળી ફાફળી થતી સીધીજ રવેશ તરફ ગઈ . 


હું પણ વિચારમાં પડી ગયો કે કેમ,


 તું ઊઠીને સીધી રવેશ તરફ ગઈ હશે ..?


હજુ હું તને સાદ દઈ બોલાવું બોલાવું ત્યાં તો 


તું અંદર પાછી  આવી . 

અને આવતા વેંત મને વઢવા લાગી .


પૂછવા લાગી તું ક્યાં ગયો હતો ..? 


એટલે મે પણ તને કહ્યું કે હું અહીજ હતો . 


છતાં તું મારી વાત માનવા તૈયાર નહોતી . 


તારી વાતો સાંભળીને પછી મને તરતજ સમજાય ગયું કે , 


"શું સમજાય ગયું ઘોઘા ..? " 


ઘોઘીએ  રડમસ  સ્વરે સવાલ કર્યો. 


એજ કે તે સ્વપ્ન જોયું છે .! 


સ્વ્પન .!!!? 


હાં ઘોઘી સ્વપ્ન ...!


અને સ્વ્પન એટલે ..


ઊંઘમાં થતો એક પ્રકારનો ભ્રમ ..!  


સાચ્ચે ..? ઘોઘા ..! તું સાચું કહે છે ને ..? 


કે પછી ,,,? 


હાં ઘોઘી હાં..!  હું બિલકુલ સાચુજ કહું છું ..! 


કેમકે મને પણ ઘણી વાર આવું  સ્વપ્ન આવે  છે ..! 


અચાનક જો ઘોઘી દૂર થૈ જશે તો...!? 

હાં,  ઘોઘાને પણ એજ ડર ઊંડે ઊંડે સતાવે છે, 

ઘોઘી પૂછ્યું . કેવુ..?

જેવુ આજે તને આવ્યું એવું  ..!   


" સાંભળ ઘોઘી ...! 


એ તારું પાણીયારા તરફ જવું . 


મારા માટે પાણી લઈ આવવું . 


પછી મારુ તને ન દેખાવું . 


હું ન દેખાયો એટલે પાણીનો ગ્લાસ તે ટીપોય પર મૂક્યો . 


ત્યાં સુધીની  બધીજ ક્રિયા તે સ્વ્પ્નમાં કરી હતી .. ! 


પણ એ પછી તું ઊઠીને  મને શોધવા રવેશમાં ગઈ . 


એ ઘટના સત્ય હતી. 


સ્વ્પનમાં તે મને ના જોયો એટલે તું સફાળી જાગી ગઈ . 


અને આસપાસ જોયા વિના હાંફળી ફાંફળી થતી 


 જડપભેર તું  રવેશમાં ગઈ . 


અને ત્યાં સુધીમાં તું સાવ જાગી ગયેલી . 


એટલે પાછી આવી ત્યારે, 


 હું તને સોફાપરજ બેઠેલો દેખાયો ..! "

ઘોઘાની વાત સાંભળી ઘોઘી ફરી ઘોઘાને ગળે વળગી 


ધ્રુસકે ધ્રુસકે રડી પડી . 


મને આવું સ્વ્પન શુકામ આવ્યું ઘોઘા ..!


શું કામ આવ્યું મને આવું સ્વપ્ન ..!?"


અતી ચાહત મનમા  ડર પેદા કરે છે. 

એ અચાનક છુટી જશે તો...!? 

આવુ ઘોઘો મનમાજ બબડ્યો. 

ઘોઘાએ કહ્યું ઘોઘી  . 


વિચારોના પરિણામે સ્વપ્ન જન્મે છે .


સતત કોઈના કોઈ પણ જાતના  વિચારોના  પરિણામે 


વિચારો મુજબ સ્વ્પન આવતા હોય છે.!  


અને તું સતત મારાજ  વિચારો  કરે છે  ..! 


" ઘોઘાએ બે અર્થમાં કહ્યું."


અંતમાં ઘોઘાએ ઘોઘીને કહ્યું . 


ઘોઘી ઠેકાણા વગરના  માણસ સાથે, 


આટલી ચાહત સારી નથી ..! 

અકલે ઘોઘો  ચાહે છે.! એમ કહેવા, કે, 

સરનામા વગરના માણસ સાથે, 

 આકલી ચાહત સારી નથી...! 

બ્લાસ્ટ :- "અનંત" 

વર્ષો પહેલા...

અનેક સાથે ઊંડી લાગણી બાંધી, 

એ બધી ઊડી ગઈ.....

અકલે કે બંધાયને છુટી ગ્ઈ .! 

પછી,  

અનંત ઘણી વાર મને સમજાવતા કહેતો. 

પરીયા ખૂબ તકલીફ થતી હોય છે..! 

જ્યારે કોઈ ચહીતુ દૂર જાય છે..! 

ખૂબ તકલીફ થાય છે..! 

અગર રહી શકે તો,! 

તૂ બચીને રહેજે પરીયા...

આ પીડાથી. 

કેમ...? 
એમ..? મે સવાલ કર્યો, ત્યારે અનંતે કહ્યું. 

પ્રેમ અને લાગણી જેટલી વધુ ઊંડી હશે...! 

તેટલી પીડા પણ વધુ થશે....! 

મને આમ સમજાવી, 

ખૂદ પ્રેમમાં અનેક વાર ડુબીને 

ગુંગણામણની પીડા અનુભવીને 

ભાઈબંધ અનંતે લખેલુ કે, 

કહી કહી ને કહેશે  કેટલૂ.! 

સહી સહી ને સહેશે  કેટલૂ..!? 

"અનંત "જેટલી હશે ઊડી લાગણી,

તો, દુ:ખ પણ થશે એટલૂ..! 

" અનંત "





No comments:

Post a Comment