અનંતના ઝર્ઝરિત કાગળિયામાંથી અગર જો તું "અનંત"સાગર થઈ શકે..! તો ખળખળ વહેતી નદીઓ તને પણ આવી મળે..!
અગર જો તું "અનંત"સાગર થઈ શકે..!
તો,ખળખળ વહેતી નદીઓ તને પણ આવી મળે..!
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
કરવી પડે છે તનતોડ મહેનત, દિનરાત.
સફળતા ક્યાં કોઈને માંગ્યા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
તમે શું માનો છો સફળતા રસ્તામાં રેઢી પડી છે?.
શાન ભાન ભુલી દિવસભર જેણે મહેનત કરી છે.
સફળતા એવા લોકોને ચાહયા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
માત્ર આભાસી સપના જોવા નથી બંધ કરી આંખો.
સપના પૂરા કરવા આંખ આ જાગી છે રાતોની રાતો.
તમે શું માનો છો સફળતા સૂતા સૂતા મળે છે.?
અરે માણી નથી હોતી એણે ઘડી ભર નિરાંતો.
સફળતા સૌને મહેનત કર્યા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
ના વાદળ દેખાય ના ઝાડ પાન દેખાય છે.
અર્જુનને તો માત્ર પંખીની આંખ દેખાય છે.
લ્ક્ષ્ય નક્કી કરી જો બાણ ચડાવો અર્જુન માફક,
તોજ લક્ષ્ય મુજબ સફળતાની આંખ વીંધાય છે.
અર્જુન જેવી દ્રષ્ટિ ' ને લક્ષ્ય જે રાખે છે....
પરિણામ એણે ધાર્યા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
સફળ લોકો માફક સપના તારા પણ ફળી શકે છે.
હાં એ લોકો કરતાં પણ અધિક તને મળી શકે છે.
બસ કોઇની કઈ પણ આવડત જોઈ ઈર્ષ્યાથી દિલ ના જલાવ.
જે કરી ગયા એનાથી કઈક અનોખુ કઈક અલગ તું કરી બતાવ.
જીવનમાં સ્પર્ધા પણ જરૂરી છે ,સ્પર્ધા વગરની રમત અધૂરી છે.
તું પણ કર મસ્ત તંદુરસ્ત સ્પર્ધા અને તારી જાતને વિકસાવ.
સમજે ,એના સપના જોયા મુજબ ફળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
માત્ર વાતો ના કર,તું નક્કર કઈક કર.
ના કર નકરી નકામી તું બોલ બોલ.!
માત્ર તારી જ રાહ જોઈને હજુ ઘણી-
દિશા બંધ પડી છે. જા.! એ તું ખોલ.!
જેને જેને મળે છે બંધ દરવાજા એને-
ખોલી શકવાની ક્ષમતા મુબજ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
વિચારો સારું તે સારું જ છે બધુ, ને ખરાબ તો કશું છે જ નહીં.
પ્રશ્ન મનમાં કોઈ નહીં રહે પછી મળ્યું છે જે એ સારું છે કે ખરાબ છે.
માત્ર વિચાર વિચારમાં ફેર છે. તો સારું કેમ ના વિચારવું.
બાકી તો સરવાળા ને બાદબાકી જેવો સાવ સરળ હિસાબ છે.
જેને જે જે મળે છે સારું યા ખરાબ.
એ તો બસ લીધા ને દીધા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
એક વાર આગળ વધ્યા પછી પાછળ જે જોતાં નથી.
ફરિયાદ નથી કરતાં,એ નિષ્ફળ જાય તોય રોતા નથી.
મંજીલ એવા લોકોને માંગ્યા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
મારુ કામ માત્ર રસ્તો બતાવવો, જરૂર છે તમારે ચાલવાની.
હું એ પણ જાણું છું આખરે “અજ્ઞાની” સૌ કરશે મનમાની.
અહી ક્યાં કોઈ કોઈના કહ્યા મુજબ કરે છે.?
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-"અનંત"
દીવાસળી સળગાવી પણ શકે છે .અને પ્રગટાવી પણ શકે છે .
પણ હર હાલમાં સળગાવતા પહેલા દીવાસળીને સળગવું પડે છે.
"અનંત"
*બ્લાસ્ટ*
અતિ કડવા અમ્રુત
અતિ મીઠા ઝહેર.
"અનંત" દોનો અતિસે
તું બસ મુહ ફેર.
"અનંત"



No comments:
Post a Comment