Saturday, 23 December 2017

શબ્દ સામાન અહી થી તહી ,તહી થી અહી આવે જાય ,જાય આવે ....

1 YEAR AGO TODAY

શબ્દ સામાન અહી થી તહી ,તહી થી અહી આવે જાય ,જાય આવે ....  
શબ્દ સામાન અનંત છે ..., 
અનંત શબ્દ સમાન છે..... 


નિર્દોષ ગુનેગાર
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
વર્ષો પહેલા....
અમાસી રાત અને,
હાડ થીજાવતી ટાઢ..!
સાંકડી ગલીમાં સફર કરતો હુ,
મહોલ્લામા છેક ખૂણે આવેલા.....
ખખડધજ ખંડેરમા ચાય લઈને પ્રવેશ્યો ...
ખંડેરમા પગ મુકતાજ...
અંધારી રાતે ખૂરશી પર ટુટીયુ વળીને,
ચૂપચાપ બેઠેલા થર થર કાપતા...
અનંતને જોઈ, મને એમ લાગ્યું કે એને ટાઢ ચડી છે.
જોકે કૈક શિયાળા આવ્યા ગયા ક્યારેય આવુ બનતુ નૈ..
અકલે મે મારી ખાલી પડેલી ખૂરશી મારાથી ભરતા...
સામેની ખુરશી પર બેઠેલા અજ્ઞાનીને પૂછ્યું.
અલ્યા કેમ..!? આ અનંત...
આકલો બધો થર થર ધ્રુજે છે.?
શુ એને ટાઢ ચડી છે કે..!?
અકલે અજ્ઞાનીએ કહ્યુ છોડ યાર...
એને તો એ કાયમનુ થ્યુ.! તુ ચાય ભર...
અકલે મે સીધુજ અનંતને પુછ્યુ,
શુ ખરેખર એવુ છે..!?
અકલે એણે કહ્યુ હાં.! એવુ છે...!
પરિયા....એવુજ છે..!
અકલે મે પુછ્યુ એવુ અકલે કેવુ..!?
કહુ છુ ભૈ કહુ છુ જરા શાંતી રાખ...!
પેલા જટ જટ ગરમા ગરમ ચાય પીવડાવ પછી કહુ....
ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પીયાલી સીધી કરી,
ચાય ભરી.
સૌએ પોત પોતાની પીયાલી ઉઠાવી અને,
સૂર્રરરરરર.... કરતી એક સાથે ચુસ્કી ભરી...
અને પછી મે કહ્યુ હવે બોલ.!
અકલે એણે કહ્યુ યાર્ર....
એને જોઉ ને મને ધ્રુજારી છૂટે છે ...
ધ્રુજારી અકલે પ્રેમની ઝણઝણાટી એમ..!
એનો કહેવાનો મતલબ એમજ થતો હતો.
પછી એજ વાત એણે એની કોઈ ચહીતીને,
આમ લખીને કહી'તી.....
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
બ્લાસ્ટ :-
"અજ્ઞાની "વ્રુધ્ધત્વ શરીરને આવે છે અકસર.....
મગર કલાકાર ક્યારેય પણ ઘરડા થતા નથી....
"અજ્ઞાની "
Comments
Kunjal Pradip Chhaya છે થોડી તકલીફો,
મનને એ જાતે જ સમજવા દ્યો.
છે થોડી અગવડો,

તનને જાતે જ ગોઠવણ કરવા દ્યો.
#કુંજકલરવ
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર લે આલે.! આલે લે... 




એનો અર્થ એ કે શબ્દોમા તીલસ્મી તાકાત હોય છે.. જે મૂંગા ને પણ બોલતા કરી શકે છે..! 

મારી છાતી ફાટી ના જાય તો સારૂ... 😇
Manage
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
You and Chatak Dev became Facebook friends.
6 YEARS AGO TODAY
પ્રથમ વાર કે છેલ્લી વાર મળીએ તો એમ મળીએ
કે અવાર નવાર મળવાની ઈચ્છા થયા કરે...
"અજ્ઞાની"
That's all for December 23.
Here are some more memories that we hope you like.
છેને પણ.!
પારકા શબ્દે પહેલું પરાક્રમ... 
પછી..?
ની વાત પછી... 😇
નિર્દોષ ગુનેગાર updated his status.
વર્ષો પહેલા...
અનંતે એની કોઈ ચહીતી ને કહી'તી અંતરની ઈચ્છા...
હાં, ક્યારેક એમ થાય છે..! 
કે, શા માટે પ્રેમ થાય છે..?
"અનંત" દૂર હોય એ, તોય,
પાસે હોવાનો વે'મ જાય છે.!
"અનંત"
************************
પરદેશમા નહીં.! મારા ગામે તું હો'
રહું જ્યાં હું, તે મુકામે તું હો '
સમણે તો રહે છે સાથ તું, રાતભર,
ચાહું હર ઘડી નજર સામે, તું હો'
પ્રેમ હોં ભગવાન, પ્રેમજ હો' પુજા-
તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો'
કેસરી કિરણો રેલાવે જ્યારે સુરજ
બાગમાં મારી સાથે, "વિસામે" તું હો'
તારા નામ પાછળ હોય નામ મારૂ
"અનંત" આગળ મારાજ નામે, તું હો'
"અનંત "
😇😇
નિર્દોષ ગુનેગાર added 2 new photos.
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
અગર હું ના બોલું તો શો ફર્ક પડે..!
બોલું તો, સ્વર્ગ મળે યા નર્ક મળે ...!
"અજ્ઞાની"
આપણને બોલ્યા વિના લગીરે ચાલતું નથી... (મનેય તે ! )
બોલી ના શકાય એ સંજોગોમાં લખ્યા વિના ચાલતું નથી ....( આ મને બૌ ના ફાવે..! )
પણ આ જગમાં ઘણા એવાય લોકો હોય છે,
જે બૌ ઓછું બોલે છે અને વધુ સમજે છે ! બધુ સમજે છે ...! અનુ. >>>
( ઘણા ખૂબ બોલે છે ! પણ ખુદ સમજતા નથી )>( જેમ કે હું...! ) 
બાકી સૌ સમજદાર સમજે છે ખૂબ ખુદને ! હોય છે એવું મે ક્યાં કહ્યું..!?
ઐ.... 
>>> સંધાન...
જેની હયાતી કરતાં ગેર હયાતી વધુ બોલકી હોય છે ...!
અર્થાત :-
જે એની હયાતીમાં ઓછું બોલ્યા હોય ને વધુ મૌન રહ્યા હોય,
પણ એની ગેર હયાતીમાં એના વિષે મારા ,તમારા જેવા બૌ બોલ બોલ કરતાં હોય છે....
અને ઘણી વાર એવુય બને કે એવા ઓછા બોલા સહજ ભાવમાં કોઈ વાક્ય બોલે,
એ મારા જેવાને નોંધી લેવાનું મન થાય.
અને પછી એના જ નામે લખવાનું પણ મન થાય ...
જ્યારે અમુક, વિચાર,વાક્ય,શબ્દ, ચોરોને ! આવા અન્યના વાક્યો, વિચારો,શબ્દો-
પોતાના નામે ચડાવવાની ચળ આવે , એના મનમાં મહાન થવાના છળ પણ આવે છે.
જોકે ચોરી તો પકડાય જ જાય છે. જ્યારે મળતા ભળતા શબ્દો આગળ પાછળ આવે છે.
અને તો પણ એ બડી બે શરમી સાથે એવું કરે છે ! પણ મને એવું બિલકુલ ના ફાવે રે...
અજ્ઞાની તું બૌ ઓછું બોલે છે !
ક્યારેક ક્યારેક જ મો ખોલે છે !
એનું કારણ શું ?
વર્ષો પહેલા અધ રાતે મધ રાતે જ્યારે અમારી મહેફિલ જામેલી ત્યારે ...
ચાયની ચૂસ્કી સાથે પૂછેલા મારા આ સવાલના જવાબમાં એણે કહ્યું હતું.
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
અગર હું ના બોલું તો શો ફર્ક પડે..!
બોલું તો, સ્વર્ગ મળે યા નર્ક મળે ...!
અર્થાત...? મે સવાલ કર્યો.
મે કહ્યું અજ્ઞાની તું બોલ ના બોલ મરજી તારી...
પણ, આ સ્વર્ગ નર્ક વાળી વાત મને લગીરે ના સમજાણી ....
અર્થ સમજાવતા એણે આગળ ચલાવ્યું ....
પણ હું નૈ ચલાવું કેમકે ....
મને ગાઢ ! ઊંડી ! મીઠી મજાની ઊંઘ આવે છે .... !
ક્રમશ:- ...........
ફોટો બાય ....
બાય,અર્થાત....
ભા.આ..આ... ય..! એકજ અર્થમાં અંગ્રેજી વાળું ...by ...
સમજોને હવે યાર ..!
યાની,,,
ફોટો by ક,તિરા... 
મને થોડુ થોડુ યાદ આવે છે કે,
આયા કણે એક દિ ભામ ભેગી થતી...
આજે એમાનુ કોઈજ દેખાતુ નથી....
હવે ઈ બધા બૌ હોશીયાર થૈ ગ્યા હૈશે કદાચ અકલે...
જો કે હવે મનેય કાય બૌ ફેર પડતો નથી...
પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી..!
તરસ કદાચ હોય પણ ખરી થોડી ઘણી...
ખૈર....
કેમકે જે સચવાવુ જોઈયે એ સચવાયેલુ છે અકલે..
ભાઈબંઘનુ સાહિત્ય... એ સીવાય પણ બૌ બધુ...
જોકે હતી એ નથી એ પણ આજે ખબર પડી...!
આ ફેબુ ઠેબુ મારે તારે ડમરીની જેમ ઊડી ઊડી ને..,
ભીનામા દબાયેલુ પછી સૂકાયેલુ ઊડીને ઊપર આવે,
ત્યારે છેક ખબર પડે લે બોલ આવુ..!
ખૈર જૂની સામે આવેલી પોસ્ટ ફરી પોસ્ટ...
ફરી કરતા આવડી ગયુ છે...!
પણ જૂની નોટ છેક ઊંડે થી ઊપર આવે ત્યારે...
હુ બૌ મુંજાય જાવ છુ.!
કેમકે મને એ ફરી પોસ્ટ કરતા નથી આવડતુ...
અકલે...
કોઈને ટીચર થવુ હોય તો આ બાબતે ટીચીંગ આપી શકે છે...
હુ એમ કૌ છુ ખરો, પણ કોઈ મારી ટીચર થવા,
તૈયાર નૈ થાય એ મને ખબર છે..!
જે ટીચર હતી એ પણ ચીટર થૈ ગૈ... અકલે કે વૈ ગૈ..!
હશે.! મારામા કૈ અપ લખ્ખણ જેવુ... 😇
Comments
Pradip Nagadia ભાઈબંધ 👏👏👏
Manage
Reply1y
Pravin Miyaatra હેડમાસ્તર ના ટીચર કોણ થાય
Manage
Reply1y
નિર્દોષ ગુનેગાર ઈજ નથ ખબર પડતી..! 

હાં, ઓલી થાવુ થાવુ થતી રૈ ગૈ.. 


અકલે કે થૈ ને... 

થોડીક નજીક આવી પછી ઈ બૌ હૂર થૈ ગૈ... 😇
Manage
Reply1y
નિર્દોષ ગુનેગાર રહેમ.. રહેમ... ગાલ પર મેરે, 

રહેમ કર મંજુ... 😇😇😇
Manage
Reply1y
નિર્દોષ ગુનેગાર એવુજ ચીતર... 
Manage
Reply1y
મીર પરિવાર એટલે કલાકારો નો એક અલૌકિક સમૂહ ....
જેના પરિવારના પૂર્વજો રાજ ગાયક હતા...
મીર પરિવાર નો હરએક સભ્ય ગીત સંગીત સાથે અચૂક જોડાયેલો હોય હોય ને હોયજ !
કલા એજ મીર પરિવારની સૌથી ઊંચી, અને ખરી ઓળખ....
આવા અલૌકિક પરીવાર સાથે નાતો હોવો એ પણ ગૌરવની વાત ગણાય...
મીર પરિવાર ના નબીરા શ્રી અનવર ભાઈ મીર -
પૂર્વના કોઈ ઋણાનું બંધે બંધાયેલો અમે વર્ષો પહેલા ફરી મળ્યા...
'ને પછી તો સતત મળતા રહ્યા એક બીજામાં ભળતા રહ્યા,
એ રીતે કે જાણે કોઈ યુગો જૂના સ્વજનો ... !
અનવરભાઈ મીર એટલે લાગણી અને પ્રેમનો ઘૂઘવતો દરિયો...
જ્યારે મળે ત્યારે પ્રેમથી ગલે લગાડે છાતી સરસો ચાંપે કે ,,
હ્રદય ઉપવન ઉપવન થઈ જાય ...
ગઈ તારીખ 11/12/2015 ના રોજ અનવર ભાઈ મીર ના પુત્ર તન્વીર ના લગ્ન પ્રસંગે
અમને સહપરિવારને મળેલું નિમંત્રણ અમારા માટે ગૌરવની ઘડી હતી....
આ અવસરને ચાર ચાંદ લગાવવા મિર પરિવારના ઝળહળતા સિતારા સમાન શ્રી
"ઓસમાણ ભાઈ મીર " જેને આજે દુનિયા આખી ઓળખે છે ..!
"મન મોર બની થનગાટ કરે..."
એ કલાકાર ને જાણવા,માણવા,સાંભળવાનો અવસર એક સાથે પ્રાપ્ત થયો....
એકદમ સરળ વ્યક્તિત્વ,વાણીમાં સૂરીલી મીઠાશ....
નહીં કોઈ દંભ નહીં કોઈ બડાસ...
આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ !
જે વ્યક્તિ ધરતી પર હળવે હળવે ચાલે છે ....!
ઈશ્વર એના કદમ કદમ પર ફૂલ પાથરે છે ....!
ભાઈબંધ "અનંત" વેદનામય જીવન હોવા છતાં..!
હસતા હસતા દૂ:ખ સહેતો 'ને હસતા હસતા કહેતો કે ,,,
આ ભવમાં આટલું ઓછું તો ના જ કહેવાય ...
અને હું ભરપૂર સુખામય જીવન જીવું છું, 'ને ખુશીનો માર્યો ઊછળી ઊછળીને કહું છું કે ,,,
ભઈ ! આ ભવમાં આટલું તો બૌ કેવાય ...
બસ, હવે
ક,તિરા....
કશું નહીં બોલે....
તરો તાજા તસવીર બોલશે ....
આજે પણ એની કલમના પડઘા જૂના ઝર્ઝરિત કાગળમાં ગુંજે છે .
અને.....
વર્ષો પહેલા એના મુખે બોલાયેલા શબ્દોના પડઘા મારા હ્રદયમાં ગુંજે છે ....
આ એ નિર્દોષ નો નિર્ઘોષ ...
એટલે કે....
અવાજ વગરનો અવાજ ...
બ્લાસ્ટ :- અનંત"
પ્રેમ બે શર્ત નહીં ...બલ્કે એકાદ બે શર્ત સાથે જ કરવો જોઇયે ....
તો...
બધુ બહાર ના રખાય ...
વધુ બહાર ના રખાય...
પાગલનો કૈ ભરોશો નૈ !
એને બહાર ના કઢાય.....
લીલું લીલું. થોડું થોડું કાચું સારું ...
સત્વ એમાં થોડું તો સચવાય...
પછે સ્વાદ જેવુ કશું ના જળવાય...
જો આખે આખું પાકે પાકું બફાય...
એણે મરતા સુધી લખ્યું અનંત...
શું મારાથી થોડુકય ના લખાય... ?

તો .. !
એની વાત જુદી, જુદી મારી વાત છે....
આ જોડકણામાં એની આંગળીય નથી...
પૂરે પૂરો મારો હાથ છે...
કો'ક દિ ' ભૂલ ભૂલમાં લખાય જાય...
તો એમાં શું મારો વાંક છે ...?
તો.....
કાય નૈ હવે....! 
You and Punit Ruparel became Facebook friends 4 years ago. We've made you this video to celebrate your friendship!
-0:13
અગર આપ ઈચ્છતા હો કે આપની વાત આપના વિચાર સૌ વાંચે સમજે (ગમે કે ના ગમે એ બીજી વાત છે.)તો આપણે વધુમાં વધુ આપણી માત્રુ ભાષાનો ઉપિયોગ કરવો જોઈએ આ કેવળ એટલા માટે નથી કહેતો કે મને અંગ્રેજી નથી ફાવતું .આપના જેટલું નથી ફાવતું એપણ હકીકત છે
પણ આ એટલા માટે કહું છું કે હરેક માનવી માત્રુ ભાષા માં પોતાની લાગણી સારી રીતે વ્યક્ત કરી શકે છે.સમજી શકે છે.સમજાવી શકે છે.આપણે સૌ ઘણા નસીબ દાર છીએ કે આપણે આવા મસ્ત મજાનાં યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં સૌ એક બીજાથી જોજનો દૂર હોવા છતાં આગળીના ટેરવે જાણે સાવ નજીક આવી શકીએ છીએ.જૂના સબંધો તાજા થાય છે. રોજ રોજ નવા નવા સબંધો બંધાય છે. અને તે પણ કેવા!!! નિર્દોષ નિખાલસ બધા પર બધાનો અધિકાર અને છતાં!!! કોઈ અધિકાર નહીં કોઈ ભાર નહીં .સ્થૂળ રૂપે કોઈ કોઈને ના ઓળખે છતાં
શુક્ષ્મ રીતે કેટલા એક બીજાથી જોડા જોડ, અડો અડ, કહોકે લગોલગ હે ! ખરું ને તો...........
ક્યારથી લખો છો ગુજરાતીમાં ????
Comments
Chirag Ruparel બસ અત્યાર થી જ.... પણ એક વાત કેવા માગીશ કે એવું બની શકે કે દરેક લોકો ને એ નથી ખબર કે ગુજરાતી આટલું સહેલી રીતે કેમ લખવું.... તો એ લોકો ને હું કહેવા માગીશ કે GUJINDIK ગૂગલ માં લખી ને ટાઇપ કરશો આટલે વધુ વિગત મળી શકશે.... ખરું ને પરેશ ભાઈ???
Manage
6y
નિર્દોષ ગુનેગાર જી છોટે બરાબર વાત છે તારી તો એક કામ કરને એવું ન થાય કે તું એ સૉફ્ટવેર જ અહી ફેસ બૂક પર મૂકીદે હે ?જો શક્ય હોય તો . બાકી બીજું કે નવું ......
Manage
6y
Chirag Ruparel બસ કાય નય.... સવાર માં ઉગેલો દરેક સુરજ મારા માટે નવો...
Manage
6y See Translation
4y
Kaushik Savariya ha e vat sachi 6 varso videsh ma reta gujaratio ne jyare kai vagetyare modha mathi pelo sabd to "oye maa" j nikde6..............
Manage
4y
Riya Vaidya બિલકુલ સાચી વાત પરેશજી ...........
Manage
4y
નિર્દોષ ગુનેગાર Kaushik Savariya ઇ વાત હાવ હાચી હો કૌશિક ભાઈ... 
Manage
3y
નિર્દોષ ગુનેગાર Chirag Ruparel ઈજ હાચું ... 
Manage
3y

No comments:

Post a Comment