Monday, 5 February 2018

અનંત નું કાલ્પનિક સત્ય

કેકલા વર્ષો બાદ કોઈને  કહેલું એ કહેવા અને એ કહેવા માટે શોધવા.... 

જૂનું જૂનું ઊથલાવી રહ્યો હતો છેક ત્યારે .... 


મને ભાન થયું કે ,ત્યારે હું કેટલો બે ભાન બે ધ્યાન હતો... 

જોકે હજુય કઈ ખાસ સુધારો નથી આવ્યો મારામાં .... 

મને ત્યારે બૌ ખબર નહોતી પડતી ... 

અકલે ભૂલો કરતો .... 

આજે પણ ભૂલો પડું ત્યારે .. કરેલી ભૂલો સુધારું છું ...


નિર્દોષ ગુનેગાર is with Rita Thakkar and 13 others.
શું તને યાદ છે ?
************
વર્ષો પહેલા ભાઈબંધે લખેલૂ કાલ્પનિક સત્ય ...
"શું તને યાદ છે ?"
કેટલા વર્ષો બાદ એ વડલા કનેથી આજ હું પસાર થયો....
અને, મારી આંખો સમક્ષ તરવરી એ હર એક ક્ષણ....
અને, હું, એ ક્ષણમા સરી ગયો.........
હાં મને યાદ આવે છે કે,
આજ વડલાની ઓથે એક દિ’ મને તું મળી હતી.
ત્યારે કઈ કેટલીયે ઝંખનાઓ એક સાથે ઉમટી પડી હતી.
જરાક અમથા તારી આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી....
‘હું’ આખે આખો ઝણ ઝણ્યો હતો અને, તું પણ,
પગથી માથા સુધી આખે આખી મારા ટેરવાના સ્પર્શથી ઝણઝણી હતી .
તે દિ’ મારી વાટ જોતી તું વડલા ઓથે ઉભી હતી
અને મે સંતાઈને પાછળથી આવી.
તારો લાંબો લચક ચોટલો જ્યાં પૂર્ણ થતો ત્યાં ...
હાં બસ ત્યાં જ મેં , હળવેકથી હળવી એક ચુટ્કી ખણી હતી !
પહેલા તો સફાળી તું મારા પર ગુસ્સે થઈ ગયેલી ...
પણ પછી પાછું ફરી તે જ્યારે મને જોયો ત્યારે....
તું જીણું જીણું મલકાઈ હતી, કેવું સુંદર લજવાઈ હતી...
જોકે પછી તારો ચહેરો ગુસ્સાથી ગુલાબી થઈ ગયો ‘તો....
અને સાવ ધીમેકથી તે મને કહ્યું હતું .હટ રે ... લુચ્ચા..!
શરમાતો નથી..! એવું તું બબડી હતી !
આપણે જે વડલાની ઓથે મળતા,
એ વડલાને એક નાજુક વેલ વીંટળાઇયેલી હતી,
બસ એમજ ! પછી તું મને વીંટળાઇ હતી.
એક એક ક્ષણમા આપણે કેવા જીવતા હતા જાણે એક આખો ભવ...
યાદ છે તને ? પછી થોડા દિવસ આપણે મળી નહોતા શક્યા ...
એ દિવસે તને અને મને એક ક્ષણ પણ એક ભવ જેવી લાગી હતી ...
અને પછી જ્યારે મળ્યા ત્યારે મને જોઈને તું ,
અસસ્લ પેલા વડલામાં વીંટળાયેલ,વેલની જેમજ,
‘તું’, કેવી મને છાતીએ વળગી હતી ...
તારા આંસુથી મારા સર્ટનું ખીશું ભીનું ભીનું થયું હતું ...
એક બીજા વગર આપણું જીવવું કેટલું અસહ્ય .....
અને ત્યારે તારીયે ઓઢણી ક્યાં કોરી રહી’તી ?
પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને,
પછી મનમાં એક ડર પેદા થાય છે કે,
આ સાથ કદી છૂટી તો નહીં જાય ને ?”
અને જો એવું થાય તો ?”
એ કલ્પના માત્રથી હું ધ્રુજી જતો હતો .
અને તું પણ કેવી ડરી જતી હતી ...
અને એક દિવસ ખરે ખર એવુંજ થયું !
જેનો મને ડર હતો..!
મને ડર હતો કે હવે આભ ફાટશે........
કારણ કે તે દિવસે મારા પહેલા તું આવીને
એ વડલાની ઓથે ઉદાસ બેઠી હતી ..
આખરે એજ થયું.. જેનો મને ડર હતો .....!
મેં હળવે રહી તારા ખભે હાથ મૂકી તને પ્રેમથી પૂછ્યું હતું,
કેમ આજે તું ઉદાસ છે ...?
અને તું , મને ગળે વળગી ગઈ હતી ....
તારી આંખોય ચોધાર વરસી હતી ...
અને તું ધ્રુસકે ધ્રુસકે કેટલું બધુ રડી હતી ...
મને વળગીને મારી છાતીમાં માથું ઘાલીને ...
બસ તું રડતી રહી કશું જ ના બોલી શકતી હતી ના કહી શકતી હતી ....
પણ હું સમજી ગયો હતો !
તે દિ’ આપણાં મિલનની અંતિમ ઘડી હતી .
તું વેલ હતી, તારે વિસ્તરવું હતું !
’ને સ્થિતિ મારી વડલા સમી હતી.....!
વડલો ચાહે તો પણ ક્યાં ખસી શકતો ?
એના મૂળ હતા ઊંડા !!!
તે વિસ્તરી શકતો હતો માત્ર ઊંડે ઊંડે જ !
એ બંધાયેલો હતો તડકે તપીને પણ બધાને છાંયો આપવા...!
એના છાયે ઘણા આવતા ’ને જતાં !
ઘણા એની વડવાઇએ હિંચીકી જતાં !
કેટલીયે વેલ એને વીંટળાઇ જતી ને પછી છોડી જતી !
શું તું એમ માને છે કે વડલાને વેદના નહીં થતી હોય ?
થતી હોય છે ..! ખૂબ વેદના થતી હોય છે વડલાને પણ ...
જ્યારે જ્યારે તેને પ્રેમથી વીંટળાયેલી વેલ છોડી જાય છે ...
બસ મારી સ્થિતિ એ વડલા જેવી જ .......
પણ આજે કેવો સંયોગ થયો !
તું પણ પ્રેમના એ દિવસો યાદ આવતા....
એ એકલા અટૂલા વડલાને મળવા આવી હતી અને, હું પણ,
વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!
એ ચાહે તો પણ ક્યાં ક્યાંય જઇ શકે એમ હતો ?
પણ એ જોઈ વડલો રડી પડ્યો કે ,
કોઈ સમયે એને વીંટળાઈને રહેતી,
લીલીછમ વેલ સાવ કેવી સુકાઈ ગઈ હતી ....
સાવ કરતાં સાવ કરમાઈ ગઈ હતી....
વડલાના વિયોગમાં ....
*********************************************************
“અનંત” —
Comments
Rita Thakkar પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને પછી મનમાં એક ડર પેદા,
થાય છે કે “આ સાથ કદી છૂટી તો નહીં જાય ને ?”
This insecurity of losing one's partner ... This all consuming fear of being alone ...but..Insecurity can really drive someone away from love & relation..think about that..!!
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી' એ એવો જ સહજ પણ હોય શકે !
Manage
6y
LikeShow more reactions
Rita Thakkar waah. I love it , insecurity at its finest !
Manage
6y
LikeShow more reactions
Kishan K Vaghela G khub saras ...jamavat padi ho .
Manage
6y
LikeShow more reactions
Kishor Jani મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોણે ચાલી'તી ચાલ, ભૂલી જા.
રાખ મા યાદ ઘા કર્યો કોણે,
...See More
Manage
6y
LikeShow more reactions
Arvind Trivedi એક એક ક્ષણમા આપણે કેવા જીવતા ‘તા એક આખો ભવ,
’ને , એ દિ’ એક ક્ષણ પણ તને એક ભવ જેવી લાગી’તી. -------વાહ વાહ પરેશભાઈ
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી' વાહ "અનંત" કહો આમાં હું ક્યાય નથી !
Manage
6y
LikeShow more reactions
Arvind Trivedi પરેશભાઈ 'અનંત' ની રચનાઓ અમારી સુધી પહોચાડે છે કોણ ભાઈ?
Manage
6y
LikeShow more reactions
Kishan K Vaghela G paresh bhaie.. arvind bhaie barabar kahyu .
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી' એ તો હું ! પણ એ તો નહીં જ !
Manage
6y
LikeShow more reactions
Arvind Trivedi વાહ પરેશભાઈ વાહ
Manage
6y
LikeShow more reactions
Ajay Mahendra દિલ મા ક્યાક ખુબ દુખ્યુ.......પણ ગમે તેવ્વો દુખાવો હતો..........
Manage
6y
LikeShow more reactions
Sandip Pandya VERY NICE...
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Ajay Mahendra.... જી' કોને ખબર એને ક્યાં દુખ્યું પણ ! અમસ્તું તો આવું ના લખાય...! હે ને ?
Manage
6y
LikeShow more reactions
Jahnvi Antani superb....બસ મારી સ્થિતિ એ વડલા જેવી જ .......

આજે કેવો સંયોગ થયો ! તું પણ -


એ દિવસો યાદ આવતા એ વડલાને મળવા આવી !

વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!

એ ચાહે તો પણ ક્યાં ક્યાંય જઇ શકે એમ હતો ?
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર કેકલા વર્ષો બાદ કોઈને કહેલું એ કહેવા અને કહેવા માટે શોધવા.... 

જૂનું જૂનું ઊથલાવી રહ્યો હતો છેક ત્યારે .... 

મને ભાન થયું કે ,ત્યારે હું કેટલો બે ભાન બે ધ્યાન હતો... 

જોકે હજુય કઈ ખાસ સુધારો નથી આવ્યો મારામાં .... 

મને ત્યારે બૌ ખબર નહોતી પડતી ... 

અકલે ભૂલો કરતો .... 

આજે પણ ભૂલો પડું ત્યારે .. કરેલી ભૂલો સુધારું છું ...! 
Manage
1mEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Rita Thakkarજી છેક આજે ધ્યાનમાં આવ્યું અકલે કૌ છું કે, 

આવડું બધુ પ્યોર અંગ્રેજી મન નથ આવડતું .....  


This insecurity of losing one's partner ... This all consuming fear of being alone ...but..Insecurity can really drive someone away from love & relation..think about that..!!.... 

ભાષાંતર કરો તો કાંક સમજાય ... 
Manage
1y
LikeShow more reactions
 

No comments:

Post a Comment