નકલ ખોર બડા અક્કલ,મંદ હોય છે !
મંદ,અક્કલ નકલ ખોર ચોર હોય છે !
તે બીજાની બડી મહેનતથી કરેલી શોધની ચોરી કરી
પોતાને બડો બુદ્ધધી શાળી સમજતો હોય છે
પણ ! હોતો નથી !
વારે વારે વાતે વાતે બૌ જૂની કહેવતને ટાંકતા લોકો કહે છે કે,
નકલને અક્કલ નથી હોતી !
અર્થાત નકલ કરનાર વ્યક્તિ અક્કલ વગરનો હોય છે !
ઉપર ઉપરથી આ વાત બિલકુલ સાચી લાગે મગર ,
જરા ઊંડાણથી જોઈએ ,વિચારીએ તો સમજાય કે ,
નકલ કરનારમાં ખુબ અક્કલ હોય છે !
તેથીજ તે અસલ ની અદલ નકલ કરી શકે છે !
હું એવા નકલ ખોરોની બિલકુલ તરફેણ નથી કરતો !
બલ્કે હું તો એમ કહું છું કે આટલા હોશિયાર લોકો જે
કોઈ વ્યક્તિ કે વસ્તુની અદલ નકલ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય ,
તો તેવા લોકોએ કૈક અસલ કરી બતાવવું જોઈએ !
કોઈ ફેમસ વ્યક્તિ કે વસ્તુ ની નકલ કરીને પોતાની કમ અક્કલનું
પ્રદર્શન ના કરવું જોઈએ !
પ્રદર્શન ના કરવું જોઈએ !
બહેતર એ છે કે કૈક અસલ કરવા પાછળ તેઓએ
પોતાની અક્કલનો ઉપયોગ કરવો જોઈએ !
જોકે એ લોકોની માનસિકતા ઊંડાણથી તપાસતા માલુમ થાય છે !
કે એ લોકો આળશું હોય છે !
નવી રસોઈ બનાવવા કરતા તૈયાર ભાણે જમી લેવાનું વધુ પસંદ કરતા હોય છે !
કેમકે એમ કરવામાં બહુ મહેનત નથી પડતી એમ કરવું સાવ સહેલું છે !
બહુ બહુ તો એવા લોકો તૈયાર રસોઈ ઉપર થોડા મરી મસાલા
વધારાના ભભરાવી ને કૈક અલગ કર્યાનો ભ્રમ સેવે છે !
આવા નકલ ખોરોને હું અક્કલમંદ નહીં ! બલ્કે,
મંદ અક્કલ કહું છું ! ગણું છું અને સમજુ છું !
જો કે કોઈની વસ્તુ કરતા કોઈ વ્યકતિની નકલ કરવી
એ તો ખરેખર ખુબજ અઘરું છે !
જે કોમેડી કલાકારો અન્ય નામચીન ફેમસ કલાકારોની નકલ
કરીને લોકોનું મનોરંજન કરતા હોય છે એવા કલાકારોની આ વાત નથી !
કેમકે કોઈનું આંખે આખું વ્યક્તિત્વ હાલ ચાલ બોલ ચાલ પોતાની અંદર
ઉતારીને સિવાય ચહેરો બધુજ અસ્સલ એજ રીતે લોકો સમક્ષ રજુ કરવું ,
જે રીતે પેલો અદાકાર કરતો હોય, એવુજ કરવું સહેલું નથી !
એ તો પેલા અસલ અદાકાર કરતા પણ વધુ કઠિન છે !
કેમકે પેલો અદાકાર જે કરતો હોય છે,
જે રીતે બોલતો ચાલતો હોય છે અને તેના ચહેરાના જે હાવભાવ
હોય છે તે સહજ હોય છે !
એ એમજ બોલતો હોય છે જેમ બોલતો હોય છે !
એના માટે કૈજ વધારાનું એમને કરવાનું કે શીખવાનું નથી હોતું !
જ્યારે એની નકલ કરતા કલાકારે એના માટે
ખુબ મહેનત અને પ્રેક્ટિસ કરવી પડતી હોય છે !
એવા કલાકારોની હું ખુબ કદર કરું છું !
વાત એવા નકલ ખોરોની છે !
જે કોઈએ રાતોની રાતો જાગીને કરેલી શોધોની
સિધીજજ ઉઠાંતરી કરીને એની નકલ કરે છે !
યાતો ફેમસ નામ જેવાજ ભળતા સળતા નામે કોઈની
ફેમસ બ્રાન્ડના નામનો ઉપયોગ કરે છે !
એવા નકલખોરોની વાત હું કરું છું !
કેમકે એ મંદ અક્કલ ધરાવતા નકલ ખોરોને એ ખબર નથી પડતી કે,
કોઈ પણ વ્યક્તિ યા કોઈએ બનાવેલી વસ્તુની
જાહેરમાં પ્રસ્તુતિ કર્યા બાદ પણ
અસ્સલ વ્યક્તિને જોનાર, જાણનાર યા તો અસ્સલ વસ્તુને વાપરનાર
પારખનાર પારખું તરજ પારખી જશે અને
એ કહેશે કે
યાર આ તો અસ્સલ પેલી વ્યક્તિ જેવોજ લાગે છે
(પેલી વ્યક્તિ એટલે જે અસલ હોય તે )
અગર નકલ ખોર કોઈ વસ્તુની નકલ લોકો સમક્ષ પ્રસ્તુત કરશે તો પણ !
અસલ વસ્તુને ઓળખનાર વાપરનાર તરતજ બોલી ઉઠશે
અરે , આ તો પેલી વસ્તુ કે પેલી બ્રાન્ડ જેવીજ છે !
એનો રંગ રૂપ આકાર દેખાવ બધુજ પેલી વસ્તુ જેવુંજ છે !
(પેલી વસ્તુ અર્થાત કોઈ નામચીન બ્રાન્ડની ખાદ્ય અથવા
ઇલેક્ટ્રોનિક યા એવી કોઈ પણ અન્ય દ્વારા શોધાયેલ સામ્રાગ્રી વસ્તુ )
અંતમાં ભાઈબંધ કહેતો એ વાત કહું તો
ભાઈબંધ અનંત અનુભવના આધારે કહેતો કે,
"બીજાની નકલ કરનાર ક્યારેય પોતાની અસલ ઓળખ બનાવી નથી શકતો "
આખી વાતનું હાર્દ એટલુંજ છે કે
કોઈ પણ અસલ વ્યક્તિ કે વસ્તુની નકલ કરવાથી
નકલ ક્યારેય કોઈ કાળે અસલ થઈજ શકતી નથી !
આજે મેં જે કાંઈ લાંબુ લચક લખ્યું છે , તે વર્ષો પહેલા ભાઈબંધ
અનંતે જે ટૂંકમાં કહ્યું લખ્યું હતું એનાઆધારેજ મેં તેનું
લાંબુ લચક વિશ્લેષણ કર્યું છે !
વર્ષો પહેલા ભાઈબંધ સાવ ટૂંકમાં કહી/લખી ગયો છે કે !
*બ્લાસ્ટ*
"બીજાની નકલ કરનાર ક્યારેય પોતાની અસલ ઓળખ બનાવી નથી શકતો "
*બ્લાસ્ટ*
"અસલ ની નકલ કરવાથી નકલ ક્યારેય અસલ ના થઇ શકે "
"અનંત"

No comments:
Post a Comment