Monday, 30 July 2018

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ લખ્યું હતું કે,

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ લખ્યું હતું કે,
"મન"
**********
પ્રભાતે વહેલો ઉઠી
ગયો ન્હાવા...
હાથ ધોયા પગ ધોયા
માથું ધોયું મોઢું ધોયું
આગળ પાછળ બધેથી
ઘસી ઘસીને ધોયું આ તન...!
પણ રે... આ ‘મન’
આ શરીરને દુનિયાના મેલથી,
જીણી જીણી રજકણથી બચાવવા
પહેરીને બધે જ ઉજળા કપડાં.
ને આ મન તો ક્યાંય ભીતર સાવ ભીતર
ને છતાં થાય કેમ મેલુ ?
એક પણ ડાઘ વિનાના ધોળા ફૂલ જેવા !
કપડાં ઘણા જોવા મળે, કપડાં જ !
પણ “મન”
સાવ સાફ ? "ના"..!
ખૂણે ખાંચરે ક્યાક તો મેલ હોવાનો જ.!
માંજવાના અનગિનત પ્રયાસ કરૂ.....
'ને થઈ પણ જાય ચકાચક..!
પણ ક્યાં ક્યાંથી બચાવું એને,
ઉજળા કાપડની વચ્ચે..! કપડાં જ !
ઘરથી બહાર નીકળીને બીજું કેટ કેટલું જોવાનું સાલું...!
કેટલું ભીતર.... કેટલું ભીતર છે આ, “મન”
મારી સતત કરેલી મહેનત (જાજી નહીં તો થોડી )
નિસ્ફ્ળ જાય... અને,
એકા"દ" નાનો મોટો ડાઘ લઈને....
ઘરે પાછું ફરે....
આ “મન” છી...છી..છી.
“ચાલ ફટાફટ એને માંજવા માંડ આંખ બંધ કરીને....
મેલુ જ થવાનું એતો ખુલ્લી આંખે ફરી ફરીને"....
પણ બહાર કેમ નીકળવું બંધ આંખે ?
બહાર જઈને સૌ કોઈ આંખમાં મેલ આંજે !
અને પછી ઘેર આવીને માત્ર તન માંજે !
પણ મારે તો મન માંજવું છે !
મને મન માંજવાની તલપ અને માંજતાયે આવડે.!?
બહુ કેવાય !
પણ માંજી માંજી ને સાવ ઘસાય તો નહીં જાયને ?
આ “મન”..!?
રે”અજ્ઞાની” એવું જો થાય તો ?
તો સુખમૂ સુખમૂ ...............
***********************************************
“અજ્ઞાની "
Comments
Rita Thakkar સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે
See More
Manage
6y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર ચોક્કસ.આપ શ્રીએ જે સન્માન આપ્યું છે . તે મારા માટે મોટી વાત છે . આપ યાદીમાં નહીં દોસ્તોમાં છો .અને રહેશો . વિશ્વાસની મજબૂત દોરીના આપણે સૌ મોતી છીએ . આભાર .....
Manage
6y
LikeShow more reactions
Rita Thakkar THANKS A LOTTTTT
Manage
6y
LikeShow more reactions
Raj Shah · Friends with Mansi Patel
kush naseeb hi hum
hume aap jaise dost mile
kya taarif kare aapki
See More
Manage
6y
LikeShow more reactions
Rita Thakkar માણસ ફ્રેમ મા ગોઠવાતો ગયો
સુખ દુઃખ વચ્ચે સમાતો ગયો
સુખ નુ સરનામુ શોધતો રહ્યો

દુઃખ ના દરવાજા ખોલતો રહ્યો..
Manage
6y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર એક દમ સાચી વાત ...
Manage
6y
LikeShow more reactions
Jagdish M Bhatt મેલુ જ થવાનું એતો ખુલ્લી આંખે ફરી ફરીને“ 
પણ બહાર કેમ નીકળવું બંધ આંખે ? પરેશ ભાઈ બહુ સરસ અછાંદસ શોધી લાવ્યા અહી રજુ કરવા બદલ આભાર.
Manage
6y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર જી આભાર સ્વીકાર ...
Manage
6y
LikeShow more reactions
Dalsukh Dhumal VAH! GURU KHUB J UTAM...MAN NE MANJTA...MANJTA...JO SHUNY THAI JAY TO ...PARAMANAND...SUKHM...SUKHM...
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Jagdish Human ભાઈ.... ભાઈ ક્ષમા ...ક્ષમા ક્ષમા .... ! 

આપ તો જાણો જ છો કે એ સમયે મને આ ત્રીજા વિશ્વ વિષે કોઈ જ જ્ઞાન ના હતું . હું સાવ નવો નવો હતો ... બસ એજ કારણ કે હું પોસ્ટ મૂકી વાતો કરી નીકળી જતો ..


એ સિવાય મને કઈજ ખબર નહોતી પડતી ..

ખેર આજે થોડું ઘણું સમજાય છે .... હજુ ઘણું શીખવા સમજવાનું બાકી છે મારે. પ્રયાસ કરું છું. 

આભાર તો મારે તમારા બન્ને નો માનવા નો હોય વ્હાલા ... 

આજે મારુ અહી હોવું.. એ Chirag Ruparel ને આભારી છે. 

અને મારુ આમ સરળતાથી ગુજરાતીમાં લખવું એ આપને આભારી છે ....

આપના થકી જ મને ગૂગલ ઈન્ડિક વિષે જાણકારી મળી હતી અને ચિરાગે મને એ શોફ્ટ્વેર શોધી ને ઇન્સ્ટોલ કરી આપ્યું હતું ....
Manage
4yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rita Thakkar... જી આજે ભૂતકાળ વાગોળતાં આનંદ થાય છે .. કેવી છોને આભાસી હોય તેમ છતાં કેટલી અજીબ છે આ દુનીયા કે યાદ કરવા ચાહીએ તો તો શબ્દે શબ્દ સામે આવે ..

બોલ્યું તો કદાચ ભુલાઈ પણ જાય ...કિન્તુ અહી લખ્યું ક્યારેય ભુસાઈ નહીં .... 


આજે જ્યારે આટલા સમય બાદ ફરી અહી લટાર મારવા આવ્યો તો ફરી જાણે હું એ સમયમાં સરી ગયો આ રીતે પણ ક્યારેક ભૂતકાળ વાગોળવાનો અલૌકિક આનંદ આવે છે મને ...  

મને એ વાતની બે હદ ખુશી છે કે આજે પણ તમારા એ સમયે લખેલા અર્થ સભર શબ્દો મૌજૂદ છે ... કે 

માણસ ફ્રેમ મા ગોઠવાતો ગયો
સુખ દુઃખ વચ્ચે સમાતો ગયો
સુખ નુ સરનામુ શોધતો રહ્યો
દુઃખ ના દરવાજા ખોલતો રહ્યો..
Manage
4yEdited
LikeShow more reactions
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Rita Thakkar જી એ સમયે જે તમે કહ્યું આજે તમારા જ શબ્દ થકી હું કહું તો...  

સબંધના મોતિ પરોવી રાખજો,

વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે
અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો.............
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Dalsukh Dhumal ભાઈ સમય બદલાતા બધુય બદલાય છે ... 

પણ અજીબ છે આ દુનિયા આપે જે લખ્યું એ વર્ષો પછી પણ વંચાય છે .... 
Manage
4y
LikeShow more reactions

No comments:

Post a Comment