Saturday, 11 August 2018

પ્રેમ ભરપૂર હોય છે

ખુદને મીરા સમજતી

વર્ષો પહેલા ભાઈબંધ ની કોઈ ચહીતીને

ભાઈબંધે કહેલું કે ,

ઓ ખાલી વાંસળીના સુર ઘેલી
એવી ઘેલી કઈ તું નથી પહેલી

તારો નંબર કેટલામો છે એ તનેય ખબર નહીં હોય
તો પણ ઘેલી તું તને એના સિવાય દેખાય નહીં કોઈ

ખાલી વાંસળીના સૂર ઘેલી
તું અનંત પ્રેમની વ્યાખ્યા શું જાણે

એક વાર મારી સીટીના સૂર સાંભળ પછી જો
તારા હૃદયના તાર તાર ઝણઝણે છે કે નૈ

પ્રેમથી ભરપૂર હોય છે સીટી પ્રેમીની
પ્રેમીની સિટીમાં પ્રેમના જ સુર હોય છે 

રાધા કે મીરા થવા કરતા
એકવાર માત્ર પ્રેમીકા થઇ જો

"અનંત"પ્રેમની આંખે આખી સાવ સાચે સાચી
વ્યાખ્યા તને સમજાઈ જશે 

No comments:

Post a Comment