Monday, 20 August 2018

જુના ચોપડા નવા ચોપડા

    ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી આખે આખી રચના
    મને છેક આજે મળી !
    જેનો એક શેર બૌ પહેલા મેં અહીં ચિત્રમાં મઢીને મુક્યો હતો !
    ઈર્ષાળુ દોસ્તો થકી ઢેબે ચડેલો અનંત પછીથી
    એકાંત પ્રીય થઇ નીજ મસ્તીમાં જીવતા શીખી ગયેલો !
    અને પોતાના મસ્ત એકાંતમાં અનંત નકરા ગરબડિયા અક્ષરે
    જુના પસ્તીમાંથી મળેલા કોરા કાગળિયા ચીતરતો
    જે હવે હું નવરો પડું અને મૌજમાં હોઉં ત્યારે
    અકલે કે રાત્રે સવારે બપોરે ગમે ત્યારે ઉકેલ્યા કરું છું !
    તો આજે નવરો પડ્યો ને એકલે અનંતના વર્ષો પહેલા લખેલા
    એજ જુ ના જર્રજર્રિત કાગળિયાનો ઢગલો લઈને બેઢો
    અને એમ્માથીજજ મ્મન્ને આ ઝાન્ખી પાંખી આંખે આખી રચના મળી
    અકલે આપણે અહીં છાપીને છુટ્ટા !
    હાશ્શ....! આજે પાછો એક કાગળ ફાટ્યો...
    જૂઠ હોવા છતાં
    "અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
    આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
    હકીકતમાં જે સાથે હોય છે તે,
    સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....
    જ્યારે, કલ્પનામાં જે હોય છે દૂર દૂર....
    તે દૂર હોવા છતાં ! હૃદયની બિલ્લકુલ નજીક હોય છે !
    "અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
    આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
    મને તો મળશે ઘણું બધું
    ના તમને કશુંજ મળશે !
    મારી ઈર્ષા કરશો અગર
    નાહક જીવ પણ બળશે !
    અય દોસ્તો ! આમ મારી-
    ઈર્ષા કરવાથી શું વળશે ?
    એમાં મારો શું વાંક !
    તમને માંગવા છતાં મળે ના કોઈ ચાહક !
    તમને ચાહવા છતાં મળે ના કોઈ ચાહક !
    અને હું માંગુ નહીં છતાં મળે જો અઢળક
    તો એ તમારું દુર્ભાગ્ય ! અને મારું નશીબ હોય છે !
    "અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
    આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
    ભાઈબંધ વગરનો ભિખારી
    હશે દુનિયામાં લાખો કરોડ પતી "અનંત"
    અંતે એકલો તડપસે એ ટોળા મહી "અનંત"
    એક દોસ્ત નથી જેની પાસે એ સૌથી ગરીબ હોય છે !
    "અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
    આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
    "અનંત"
    *બ્લાસ્ટ*
    એ ખુદ એવુજ જીવતો જેવું એ લખતો !
    અકલેજ કદાચ એ, લોકોની/દોસ્તોની ઈર્ષાનો ભોગ બનેલો।
    નીજ મૌજમાં ભાઈબંધે મીજાજ મુજબ લખ્યું છે કે,
    "હું એક અક્કડુ અકળ
    "અનંત"ફ્ક્ક્ડ ગીરધારી"
    જોકે હું લંબાવતો નથી હાથ કદી પહેલા
    એ વાત નોખી છે !
    મગર, પુરુષ હોવાના નાતે અગર
    હું હાથ કદિક પહેલા, લંબાવું
    તો પછી, સ્ત્રી હોવાના નાતે
    તું હાથ મારો પક્કડ !
    ના પક્કડ તારી મરજી... !
    "અનંત"
    બસ્સ હવે જાજુ છેટું નથી !
    बस यही ख़्वाब देखा है मैने !
    Comments
    વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!
    બ્લાસ્ટ :-
    ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!
    ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
    જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!
    "અનંત"
    હું એ બધાને ચાહું છું..!
    ચાહી શકું છું..!
    જે પાસે નથી..!
    મગર હું જેને પ્રેમ કરું છું..!
    એ તો સાવ પાસે જ છે..!
    "અનંત"
    Comments
    એ લોકોને તો ક્યા એવી કોઈ ફીકર કે
    ચીંતા હોયજ છે..!
    એ તો આપણે ખુદને મહાન સાબીત કરવા
    આવા તેવા ખેલ કરતા હોઈએ છીયે...
    ગરીબોના નામે
    બાકી બૌ દુ:ખ હોય એ તો ખુદ એ ગરીબ પાસે જૈ ને ચુપચાપ મદથ કરીને આવતા રે
    કોઈને ખબર પણ શું પડે.!
    પણ એમ કરે તો જગતને કેમ ખબર પડે.!
    જોકે ખુદ ખુબ મહાન છે..!
    આ વાત જતાવવા
    અને,
    જગતને જણાવવા માટેજ
    ઘણા મદદગાર આજકાલ ફુટી નીકળ્યા છે..!
    પ્રદર્શન નો આ પણ એક પ્રકાર છે..!
    બાકી જૂની તસ્વીર મે જીલી છે..!
    તે બાળકોને ક્યા ખબર હતી કે..,
    મે પણ ચીલાચાલુ ચેષ્ટા કરી છે...!
    અને એમ કરી ને.. .!
    ક્ષણભર હું પણ મહાન થૈ ગયેલો..!
    બસ્સ ક્ષણ ભર....!
    પછી તો જોકે મને મારા પર ચીડ ચડેલી
    ગુસ્સો આવેલો મને કે,
    હું કેમ આ ભીડમાં ભળી ગયો..?
    નૈ તો..,,
    આ પણ એક પ્રકારે....તો ..,
    ********
    ગુઢ બ્લાસ્ટ :-
    અંતે મને આનંદ એ વાતનો છે કે,
    એ બહાને પણ એ ગરીબ લોકો
    તેને ગરીબ સમજીને ઘણી મદદ કરે છે...!
    વર્ષો પહેલા મારા ભાઈબંધ "અજ્ઞાની"એ લખ્યું હતું કે...
    અને એ મુજબ જ ! આજે મે ....
    એક દ્રશ્ય જોયું ...
    મોરબીમાં આવેલ ગાંઘી ચોક,
    જ્યાં આગળ મોટા ભાગે વાઘરિ કોમના લોકો ગાભા વહેચતા હોય છે ...
    ત્યાં આગળ એક તરફ ગાભા વેચનાર એક ગરીબ યુગલ ગાભા વહેચે છે ...
    અને સામે બંધ પડેલી દુકાન ના ઓટલે, તડકામાં બેસી તેના બે બાળકો....
    એક દમ ધ્યાનથી ભણી રહ્યા છે ...!
    ત્યાથી પસાર થતાં આ દ્રશ્ય મે જોયું અને,
    પાછો વળી મે તે લોકોને મો. કેમેરામાં કેદ કરી લીધા ...
    આ જોઈ એમના ચહેરા પર અનેરી ખુશી પ્રસરી ગઈ ...
    કે, કોઈએ એમની નોંધ લીધી....
    પણ અફસોસ ....
    આ બધી વાતોથી કદાચ એ માહિતગાર ના પણ થાય ...
    અને થાય તો પણ શું ..!!!
    બસ એટલું જ સમજાયું કે જેને ઉગવું હોય તે .... 
    LikeShow more reactions
    Comment
    Comments
    આ પણ, "એજ" ઓ, લૂ, પે, લૂ
    જે સમજો તે
    !
    !
    !
    !
    !
    !
    !
    પ્રદર્શન નો એક પ્રકાર છે.!
    અને,
    યાદ છે તને,
    તે કહે, લૂ
    હાં તેજ કહે, લૂ "એજ"
    પણ,
    તે 'દિ મારાથી,
    ભૂલ ભૂલમા ભૂલથી ભૂલ થૈ ગયેલી..!
    ખરેખર ભૂલજ થયેલી ખોટુ નથી બોલતો
    જો કે હુ ક્યારેક ક્યારેક સાચુ પણ બોલુ છુ.!
    ત્યારે....
    કોઈ વિશ્વાસજ નથી કરતુ મારા પર..!
    વાંક એમા મારોજ છે.!
    એ વાત પછી તો મે તને અંગતમા
    પણ કહેલી.!
    આજુ બાજુ કોઈજ નહોતુ..!
    ત્યા માત્ર ને માત્ર...!
    એક હતો હું' ને એક હતી તૂ...!
    આવુ કા'ક વર્ષો પહેલાં
    ભાઈબંધ એની કોઈ
    ચહીતીને કહે, લૂ
    કૈ? એ, મને, તો, ખબર હોય નૈ..!
    ખૈર....
    કોઈક તો હશેજ! 😉
    નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.
    તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
    !
    !
    !
    !
    !
    !
    એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....
    "ક,તિરા"
    ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!
    ક્યારેક ક્યારેક ,
    જૂના રૂપમાં ...
    Comments
    Himatbhai Mehta હુ તો કહું છું મારા શ્ર્વાસ નું નામ પરી..યો છે પરીયા નો પર્યાય શ્ર્વાસ છે ને શ્ર્વાસ નો પર્યાય પરીયો તે નકકી કરી લેજે વાલમ ! ! !
    Manage
    LikeShow more reactions
    Reply14h
    Himatbhai Mehta એટલે જ ગુન્હો કરનાર નું ભુલ કરનાર નું નામ નિર્દોષ છે...હું તને દોષિત માનતી નહિ
    Manage
    LikeShow more reactions
    Reply14h
    નિર્દોષ ગુનેહગાર ભૂલ કરનાર કોઈ ભોગવનાર કોઈ 
    તમે ધારો છો એવું તો કઈ નથીજ 
    દાદા 

    તમે ભલે ના માનો 
    યા તો તમે ધારો છો 
    એટલો હું નિર્દોષ પણ નથીજ
    Manage
    LikeShow more reactions
    Reply13m
    નિર્દોષ ગુનેહગાર ક્ષમા કરજો દાદા। ..!

    હૃદયના ઊંડાણેથી તમે અતી અઘરી લાગણી વ્યક્ત કર્યાને 14 કલ્લાક વીતી ગયા 


    અને મેં પ્રત્યુત્તર ના આપ્યો એ વાત તમને ખુબ અકળાવતી હશે હું જાણું છું ! 

    પણ અતી લાગણી પચાવવી પણ મારા માટે સહેલી નથી !

    બૌ અઘરું કામ છે આવી ઊંડી લાગણીનો જવાબ આપવું !

    અકલે હું એમનેમ જેમતેમ જવાબ ના આપી શકું ને !

    એના માટે મારે છેક ઊંડે જવું પડે 

    પેલા ખંડેરની અંદર છેક ઊંડેથી અચૂક કોઈ જવાબ મળેજ 

    અને એના માટે મારે રાત્રી થવાની રાહ જોવી પડે 

    અંતે રાત પડી હવે હું ત્યાંથી કૈક જવાબ શોધીશ 

    તમે પણ ચાહો તો ત્યાં જઈને જવાબ શોધી શકો છો 

    પણ બૌ ઊંડે જવાની ઈચ્છા હોય તો
    Manage
    LikeShow more reactions
    Reply19mEdited
    અગર વાત આટલેથી જ અટકતી હોતે,
    !
    !
    !
    तो बात कुछ और ही होती.!
    लेकीन,,,
    "ये दील मांगे ढेल "😇
    और तो और है,
    इस कारन
    'और, तो' मांगे मोर..
    ठीक ही तो है।
    ढेल से ढेल का क्या लेना देना
    लेकीन,
    मोर तो मोर कैसन मांगे भै...
    तभी तो..!
    ये दील मांगे ढेल...
    कुछ समजी घोघी...
    की,
    नै...
    અને ઘોઘી, ઘોઘાના કપાળ પર
    પોતાની હથેળી ઠોકતા બોલી.
    'નારે ભૈ...
    આજેય, ઉપરથી ગૈ.... "
    Comments
    મન નાનું તે નાનો,
    જેનું મન મોટું તે મોટો.
    પ્રેમશંકર ન. ભટ્ટજ
    @@@@@@@@@
    મને ગમ્યું તે ખરું ....
    હું મને જે ગમે તેજ કરું .... 
    તેદિ' અકલે કે,
    જેદિ' તેદિ' પ્રદર્શનાર્થે...
    મે મને જાહેરમાં મુકેલો ખોટા રૂપે
    અર્થાત ફોટા રૂપે
    ફોટા મોટા ભાગે ખોટા હોય...
    અકલે,
    પણ બની શકે...!
    માણસ આખે આખો પણ ખોટો હોય,
    એ જે ખરેખર સાચો હોય...
    નથ સમજાતુ ને... ?
    તો જવાદો..!
    મને ભાઈબંધની વાત કહેવા દો.!
    ભાઈબંધે ગુઢાર્થમા એટલુજ કહેતો કે,
    "अनंत" सुने देखे बीना
    तो जी शके हर कोई
    लेकीन,
    कहे दिखाये बीना
    तो रहे शके ना कोई...
    "अनंत"
    અકલેજ કદાચ પછે મે
    મારૂજ પ્રદર્શન કર્યું હતું... 😉
    નિર્દોષ ગુનેહગાર
    વર્ષો પહેલાં એ બંને આમ ઊગીને આથમી ગયા...
    પણ શબ્દો એના આજે પણ અંધારે ચમકે છે..!
    ખબર નૈ ક્યા ભેદની એ વાત કરે છે
    પણ એ લખે છે કે,
    "અનંત" ભેદ કઈક ભીતરના,
    અસ્ત વ્યસ્ત કાગળો ખોલશે...
    મારા મૌન થયા પછી "અનંત"
    સતત મુંગા શબ્દો બોલશે...
    "અનંત"
    બંને ભાઈબંઓએ એકજ વાત
    અલગ અલગ રીતે કહી છે !
    અજ્ઞાની એ લખ્યુ છે કે,
    કાગળ ના વાદળમા તરતા શબ્દો...
    દૂર દૂર સૂધી પહાડ સાથે અથડાશે...
    "અજ્ઞાની" મારા મૌન થયા પછી ...
    યુગો સુધી મારા શબ્દો પડઘાશે ....
    "અજ્ઞાની"
    બ્લાસ્ટ :-
    બસ આ ખ્યાલ જ મનમાથી,
    કાઢી નાખીએ તો....?
    તું નાનો હું મોટો એ
    ખ્યાલ જગતનો ખોટો ...
    ખારા જળનો દરિયો ભરીયો
    મીઠા જળનો લોટો ....
    બસ આ બે લીટીજ મને
    યાદ હતી આજ લગી
    બાકી રચનાકરનું નામ પણ યાદ ના હતું ...
    પણ આજે ખૂબ શોધ ખોળ કરતાં, રચનાકારની આખી રચના
    એમના નામ સાથે મને મળી ગઈ ...
    પ્રેમશંકર ન. ભટ્ટ ની આ રચના....
    મને પેલ્લે થી ગમી
    'ને છેલ્લે સુધી ગમશે...
    તું નાનો, હું મોટો -
    એવો ખ્યાલ જગતનો ખોટો ;
    આ નાનો, આ મોટો -
    એવો મૂરખ કરતા ગોટો.
    ખારા જળનો દરિયો ભરિયો,
    મીઠા જળનો લોટો ;
    તરસ્યાને તો દરિયાથીયે
    લોટો લાગે મોટો.
    નાના છોડે મહેકી ઊઠે
    કેવો ગુલાબગોટો !
    ઊંચા ઊંચા ઝાડે તમને
    જડશે એનો જોટો ?
    મન નાનું તે નાનો,
    જેનું મન મોટું તે મોટો.
    પ્રેમશંકર ન. ભટ્ટ
    @@@@@@@@@
    મને ગમ્યું તે ખરું ....
    હું મને જે ગમે તેજ કરું .... 
    Comments

No comments:

Post a Comment