Wednesday, 22 August 2018

છાતી સરસો ચાંપ મને !



તારા આ પુસ્તકની માફક
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું લે !વાંચ મને !
આવું આકલુક અમથું વર્ષો પહેલા ભાઈબઁધે એક છોકરીને કહેલું।
ઘટના એમ બની કે ,
મહોલ્લામાં રહેતી એક છોકરી સાથે ઍની કોઈ સહેલી પણ
સાઇકલ લઈને સાંકડી ગલીમાં પ્રવેશી ....
ત્યારે અનંત મહોલ્લાની લાકડાની ડેલીની બહાર
કોઈ કામસર નીકળેલો અને પેલીની સહેલીને પેલ્લીવારજ જોયેલી
તો પણ ! બેશરમ અને નકટા ભાઈબંધે પેલીને પરેશાન કરી
પેેલીની સહેલીએ પો તાની સાઈકલની ઘોડી ચડાવી,
ડેલી પાસે સાયકલ ઉભી રાખી અને પછી સાયકલના કેરિયરમાં
ભરાવેલા પુસ્તકો કાઢી છાતી સરસા ચાંપી અને પુસ્તક સાથે રાખેલું પર્સ
હજુ ખભે નાખતીજ હતી ત્યાં અનંતે તેનું પર્સ જટી લીધું !
અને અનંત તરત બોલી ઉઠ્યો !

તારા આ પુસ્તકની માફક

છાતી સરસો ચાંપ મને !

હું પુસ્તક છું લે !વાંચ મને !
પેલીએ સાંભળ્યું નહીં
સાંભળે પણ ક્યાંથી
અનંત એ શબ્દો એ વાક્ય મનમાં જ બોલેલો હતો .
અનંત પેલીનું પર્સ ખોલવા જતો હતો ત્યાંજ પેલીએ અનંતને કહ્યું
"પ્લીઝ મને પર્સ આપી દે "
અનંતે આકલી બધી હલકાઈ કરી હોવા છતાં
પણ પેલીએ અનંતને પ્રેમથી
એટલુંજ કહ્યું
"પ્લીઝ મને પર્સ આપી દે "
એ સિવાય કાંઈજ ના કીધું !
ખબર નૈ કેમ એને કોઈ કાય કહેતુંજ નહોતું !
પ્રેમમાં ડૂબતો પ્રેમથી તરતો અનંત !
ખુદ મરીને મરેલાને જીવતા કરતો અનંત
આવી હરકતો તો અનેક સાથે કરતો અનંત !
તો પણ એને ક્યારેય કોઈ છોકરી વઢતી નહીં ,
નૈ તો આવી હરકત કરનારની ખૈર ના રહે !
અને અનંત પણ કોઈ સાફ સુથરો છોકરો હોય તોય વાત જુદી છે !
પણ એ તો સાવ મેલોઘેલો લઘરો હતો !
એનું કામજ એવું હતું કે,
હાથ પગ મોઢું કોલસાથી કાળું થયેલું અને રાખ થી ભરેલુંજ હોય તોય !!!
ખબર નૈ કેમ !!!
પેલીએ કરગરતા સ્વરે અનંત પાસે પર્સ માગ્યું
અનંતે ના આપ્યું અકલે પેલીએ મહોલ્લામા રહેતી એની સહેલીને કહ્યું।
યાર સમજાવને આને મારું પર્સ આપી દ્યે મને
મહોલ્લામાં રહેતી છોકરીએ પણ અનંતને
પ્રેમથી સમજાવતા કહ્યું અનંત એનું પર્સ પાછું આપી દે !
ફરી પેલી એ કહ્યું .
પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને મારું પર્સ પાછું આપી દે !
ત્યારે ભઈબંધે કહ્યું પર્સ આપું પણ, એક શર્તે !
પેલી કહે બોલ !
બેશરમ અનંતે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું .
મને બે રૂપિયા આપવા પડશે તારે...
કેમ !?
પેલીએ પૂછ્યું .
અનંતે નફ્ફટાઈ પૂર્વક કહ્યું
કેમ શું મારે પાન ખાવું છે !
પેલીએ અનંતની શરત તરત સ્વીકારતા કહ્યું
આપું છું ચાલ લાવ પર્સ !
અનંતે હસતા હસતા પ્રેમથી પેલીને
તેનું પર્સ પરત આપ્યું , ત્યારે પેલીની હથેળીને
અનંતે જરાક અમથું સ્પર્શી લીધું !
પેલી એ કોઈ પણ જાતની આના કાની કર્યા વગર
અનંતના હાથમાંથી તેના હાથના સ્પર્શ સમેત પર્સ લઇ લીધું
અને પર્સમાંથી બે રૂપિયાની નોટ કાઢી અનંતને આપતા
એણે પણ અનંતના હાથને થોડુંક સ્પર્શી લીધું !
આ બધું જ પછી અનંતે મને પછી રાતના કીધું !
સ્પર્શ સમેત
બે રૂપિયા હાથમાં આવતાજ
અંદર અંદર ઝણણ ઝણણ ઝણ ઝણતો અનંત
સડસડાટ ગલીની બહાર નાકે આવેલી પાનની
દુકાને પહોંચી ગયો .
તે રાત્રે કદાચ પેલીને ઊંઘ પણ નહીં આવી હોય .
પાન લઈને આવ્યા પછી એક ખૂણામાં બેસીને
પાન ચાવતા ચાવતા અનંતે આ રચના લખેલી
જે હું રાત્રે ખંડેર પર ચાય લઈને ગયો ત્યારે ...
મેં દીવાલ પર લટકતા પેડમાં ભરાવેલ કાગળિયામાં
લખેલી જોઈ વાંચી
ત્યાર પછી અનંતે મને પેલી સાથે કરેલી હરકત
અને પર્સ થી સ્પર્શ અને પાન સુધીની
આખેઆખી ઘટનાની વાત કરેલી
આ રહી એ આંખે આખી રચના
જે અનંતે વર્ષો પહેલા પેલી સાથે બનેલી ઘટના પછી લખેલી .
************************************
લે ! વાંચ મને !
********

તારા આ પુસ્તકની માફક

છાતી સરસો ચાંપ મને !

હું પુસ્તક છું ! લે !વાંચ મને !
**************************************
છાતી સરસો ચાંપેલા પુસ્તકની માફક છાતી સરસો ચાંપ મને !
"અનંત" હું હરતું ફરતું બોલતું ચાલતું પુસ્તક છું લે ! વાંચ મને !

તારી ઈચ્છા તારીજ મરજીથી પ્રેમ ગર આપવો હોય તો આપ મને !

બોલવાની કંઈજ જરૂર નથી આંખોથી કહીદે તું અંતરની વાત મને !

એક નજર નાખી લે ! બસ એકવાર મને વાંચી લે !

મને ચાહી લે ! પછી તું ચાહે તો ,

આડો ઉભો ચીરી નાખ ફાળી નાખ !

ચાહે બાળી નાખ આવશે નહીં લગીરે આંચ મને !
નર્યો ખારાશથી ભર્યો ભર્યો છું ! હું દરિયો છું અનંત ..
મગર છું સાવ ખારો ખારો !

બીજું કશુંજ ના જોઈએ મારે !

ગર કંઈ આપવુંજ હોય તારે !
તો પ્રેમનું મીઠું ઝરણું આપ મને !

અનંત યુગોથી છું ! અસીમ છું ! અમાપ છું !
અમાપજ રહીશ ! કેમકે હું પ્રેમ છું અનંત ....

દૂરથી કે નજીકથી આંખોથી યા અંતરથી
ઉપરછલ્લો બહારથી કે ઊંડે જઇ અંદરથી

"અનંત" તારે જેમ માપવો હોય તેમ માપ મને !
આ તારા છાતી સરસા ચાંપેલા પુસ્તકની માફક
એકવાર તો ! છાતી સરસો ચાંપ મને !

"અનંત" હું એક હરતું ફરતું બોલતું ચાલતુ
રખડતું ભટકતું પુસ્તક છું લે !વાંચ મને !
"અનંત"
આ શબ્દો પંખીની જાત
અને કલમ પંખીની ચાંચ 
મારી આસપાસ ઉડે છે "અનંત "શબ્દો !
ચુભે છે દીન રાત કલમની ચાંચ મને !  

જોઈને છોકરીઓનું ટોળું મારી આસપાસ !
ખાસ ખાસ દોસ્તો પણ મને આપતા ત્રાસ !
ઘણા દોસ્તો નડતા મને અને ઘણા તો 
ઇર્ષાની આગમાં ભળભળ બળતા ! 
એમની ઇર્ષાની આગની ઝાળ 
ખુબ દઝાડતી મને પણ  !
એ બધા  મને એવા કનડતા કે ,
ક્યારેક તો લાગતી મારી સુંદરતા શ્રાપ મને  !
આમ આખી રચનાના અંતે અનંતે લખ્યું હતું કે ,
*બ્લાસ્ટ*

मेरी ख़ुशी मेरा आनंद मेरा सुख कहां है मुजे पता है !

मेरी अपनी एक अनोखी अनंत अलौकिक दुनिया है !

जहा जाके परम चरम अनंत सुख मिलता है मुजको ,

उस जगा में अकेला ही नहीं ! साथ मेरे तू भी ! वहां है !
"अनंत"

*લાસ્ટ બ્લાસ્ટ *
પુસ્તકને તો તું ખાલી તારી છાતીએ ચાંપીને રાખે છે !
મગર નાનકડા પર્સને તો તું છાતીમાં સાવ હૃદય પાસે દાબીને રાખે છે !
એટલેજ મને તારા એ પર્સની ઈર્ષા આવે છે !
અને પછી ,
મને વિચાર આવે છે કે,    
તારી છાતીના ધબકારા સાંભળતો 
"અનંત" હું પણ તારા હૃદયને સતત સ્પર્શતો હોત !
કાશ  ...
હું તારું નાનકડું પર્સ હોત !
"અનંત"






No comments:

Post a Comment