Thursday, 30 August 2018

ખબર નૈ કેમ !


વર્ષો પહેલા યુવક મહોત્સવમાં મારો ભાઈબંધ અનંત 
અનાયાસે જ પ્રવેશ્યો અને ત્યાર બાદ સાવ નવો સવો હોવા છતાં 
તેનો જાદુ અનેક છોકરીઓ પર અસર કરી ગયો 
બસ આજ કારણે દોસ્તો અનંતની ઈર્ષાની આગમાં ભળભળ બળવા લાગ્યા। . 
જેની ઝાળ અનંતને પણ લાગી  !  
પછી જે રીતે મારા ભાઈબંધ અનંતને ઘણા ઈર્ષાળુ દોસ્તોએ ,
પરેશાન કરવા ધારેલું 
અને અનંતને પરેશાન કર્યો  !
પણ એ કદિ પરેશાન ના થયો !
એટલે એ લોકો જે એને આગળ વધતો અટકાવવા ઇચ્છતા હતા 
દોસ્તો એ બધા વધુ હેરાન પરેશાન થઇ ગયા !
અને ઈર્ષાળુ ટોળકીના લબાડ લીડરનો આદેશ છૂટ્યો !
આજ પછી અનંતને કોઈ બોલાવશો નહીં !
અનંત ને ક્ષણભર દુ;ખ થયું !
પણ પછી તો અનંત એ દુ:ખ અને દોસ્તોને ખંખેરીને 
પોતાની અંગત અનંત અલૌકિક દુનિયામાં ખોવાઈ ગયો... 
એવીજ રીતે જ્યારે હું આ આભાસી દુનિયામાં નવો નવો આવ્યો ત્યારે ...
મારી સાથે પણ આવું ઘણું બધું બનવા લાગ્યું  !
અને મને પણ અહીંના લોકોએ વગર વાંકે પરેશાન કરવા ધારેલું 
પણ અંતમાં એના હાથમાં આવ્યું કારેલું  .... 

પછી વર્ષો પહેલા અનંતે લખેલું કે, 
*બ્લાસ્ટ*

ખબર નૈ કેમ ! "અનંત "
ઘણાને હું કણાની જેમ ખટક્યો ! 
અંતે એ લોકો  થાકી ગયા અટકી ગયા ..
મગર હું ના અટક્યો !
ખબર નૈ કેમ ! "અનંત "
ઘણાને હું કણાની જેમ ખટક્યો ! 
"અનંત"
  






વર્ષો પહેલાં મારા ભાઈબંધને,
સાચે સાચી વીધ્યા અકલે કે વીધ્યા નામની
શ્યામ વર્ણી લાંબા ઘટાદાર વાળ
ને લપસી જવાય એવા શરીરના ઢાળ
ધરાવતી એક સુંદર છોકરી અડી ગયેલી...
અકલે કે સ્પર્શી ગયેલી...
જેની કમર નીચે
આવેલા હીસ્સે
અકલે કે લાંબાલચક કાળા ભમ્મર....
વાળની લંબાઈ જ્યાં પૂરી થતી ત્યાં..!
એક દિ'ચીંટીયો ભરેલો...
અકલે કે કુલામા..!
એમ ખુલ્લામાં ખૂલીને બોલતા
મન બૌ શરમ આવે છે અકલે નૈ બોલું...!
બધાય ભેદ કૈ હુ નૈ ખોલુ..!
અને વર્ષો પછી મને આ વીધ્યા નામ ધારી
હીરોઇન આડી આવેલી...
અકલે કે મારા કીધે
ભૂલ ભૂલમાં ભૂલથી
એની તસવીર આડી આવેલી..
પણ તે દિ' આના વાંકે અકલે કે,
વીધ્યા ના વાંકે બૌ બબાલ થૈ ગયેલી...
તારાથી ભૂલ ભૂલમાં ભૂલથી તસવીર આડી
થૈ ગૈ એમ્મા વીધ્યા નો શું વાંક્ક..!
તૂ એનો શુંક્કામ્મને વાંક્ક કાઢે છે..!
ફરી પાછી મારાથી વીધ્યાનો વાંક કાઢવાની બીજી ભૂલ થૈ અકલે મે મનેજ ઘઘલાવ્યો..!
વાંક તો વર્ષો પહેલાં પેલીનોય નહોતો
અને વર્ષો બાદ આનોય નહોતો
પેલી ની ભૂલ અકલીજ કે એણે
પ્રેમ કરવાની ભૂલ કબૂલી લીધેલી
પરીવાર સમક્ષ અને ચોચ્ખે ચોખ્ખુ
કહી દિધુ ઘરમા બધાને કે,
અગર હું લગન કરીશ તો..!
અનંત સાથેજ કરીશ..!
ઔર ઊનકા મહોલ્લેમે
આના શીર્ફ જાના હો ગયા....
અર્થાત્ આનાજાના બંધ....
અને,
વર્ષો પહેલાં ભાઈબંધ વાળી વીધ્યા તો,
ભાઈબંધને રડતો છોડી
એ છોરી વૈ ગૈ અકલે કે, વીધ્યા
પોતે પણ રડતા રડતા વૈ ગયેલી...
પણ આ હજુ આજે પણ
એમનેમ છે હેમખેમ છે..!
અને મને ભરપૂર હસાવી રહી છે...!
એ હજુ પણ અહીજ....!
એમનેમ હેમખેમ છે..!
એ તો મને છેક આજે
જુકુ ભાઈની મહેરબાનીથી
ખબર પડી...!
પણ તે દિ' કોણ કોને આડુ આવ્યુ ' તુ
વીધ્યા મને કે હું એ લોકોને.?
ખબર નૈ
યાદ દાસ્તનાય વાંધા છે.!
અંગ્રેજી ની જેમજ.!
નિર્દોષ ગુનેહગાર is with Chirag Ruparel and 4 others.
આ એ પોસ્ટ જે મે બપોરે એક ગ્રૂપમાં મૂકેલી ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ऐ...भा.आ..आ..आ ई......
हमको मोबईलमें फेस बुक वापरना नहीं आवडता..
एक बे वार अखतारा करेला बट कड़वा निकलेला ....
आज फिर ट्राय मारता हु देखे क्या होता हें.
इश्वर सघलेची रखवाली करे...(~!)
આવું આજે મે વાયા મોબાઈલ લખેલું,
અને પછી અહી આવી જોયું તો, ગુમ..!!
કાઇ દેખાય જ નહીં....!!!?
અને પછી મને લાગી બીક તેથી મે લખ્યું ....
करता तो अखतरा तो अखतरा कर लीया
अब जाने का हो ....
कही खतरा ना हो जाए तो अच्छा...!
भागो .....
અને પછી અઠે ગઠે એક ફોટો ડાઉન લોડ કર્યો ...
તો એમાએ વિધ્યા આડી આવી .... 
@@@@@@@@@@@@@@@@@@@@@
હવે વિગતવાર વાત કરું તો ...
મે બપોરે વાયા મોબાઈલ કરેલો પ્રયાસ નિષ્ફળ ગયેલો ..
અને ત્યાર બાદ મે એક ફોટો અપલોડ કર્યો.
જે મને મારી આવડતના અભાવે,
મને ખબર ના રહી કે,
હું કોઈ ગ્રૂપમાં આ ફોટો અપલોડ કરી રહ્યો છું ...
ઉપર જે કઈ લખ્યું એ વાયા મોબાઈલજ લખેલુ
પણ મને આવડતું ના હોય,
એ પોસ્ટ ના થયું માત્ર ફોટો અપલોડ થઈ ગયો
(જે મે અહી ફરી વાર મારી દીવાલે મૂક્યો છે.)
તો ઉપર મુજબની પોસ્ટ મે ફરી મૂકી .
અને એમાં લખ્યું પણ ખરું કે,
ભાઈ મોબાઇલમાં કરેલો અખતરો મારા માટે
ખતરો થઈ ગયો છે..!
આજથી મોબાઇલમા અખતરા બંધ ...!
અને પછી,એ બાબતે મને કમેંટમાં કોઈ મિત્રએ ,
આવીને કશુક અંગ્રેજીમાં કહ્યું ....
પણ અંગ્રેજી મને નથી આવડતુ અકલે,
મે એ એમને ગુજરાતીમાં લખવા જણાવ્યુ ...
ત્યારે એ મિત્રએ મને સવાલ કર્યો.
અને પછી જે સવાલ જવાબ થયા તે આ મુજબ હતા.
હું એ મિત્રનું નામ નહીં લખું ...
સવાલી :- આવા ફોટા અહી મૂકવાનો મતલબ શું ?
જવાબ :- અરે બાઈ મતલબ બતલબ જેવુ કશું જ નથી
આજે હું મોબાઈલમાં ફેસબુક શીખવા પ્રયાસ કરતો હતો,
ને લોચો મરાયો ....
સવાલી :- તમે ઇન્ટરનેટમાં આવું જુવો છો ?
જવાબ >જી'' કેમ ગંદો લાગ્યો ???
ઇન્ટર નેટ તો બીજું ઘણું જોવા માટે કદાચ હશે ...
અને લોકો જોતા પણ હશેજ.!
પણ હું નથી જોતો ..
અને મને તો હજુ ઇન્ટરનેટ સરખું વાપરતા પણ
આવડતુ નથી અને, એનો પાક્કો પુરાવો અકલે લૌચા
હાં એટલેજ આ લોચો મરાયો છે ...
અને મે આવતા વેંત કહ્યું તો ખરું...!
તમે હજુ ના વાંચ્યું ????
શું ?
એ હું વારે વારે નહી કહું ....!
કેમકે એ હું જાહેરમાં કહી ચૂક્યો છું....
આખિર વોહી હુવા જિસકા મુજે ડરથા ...
ખતરા..... 
અને ત્યાર બાદ કોઈ અન્ય વ્યક્તિએ લખ્યું ..
એમાં શું....! ઉડાળી નાખો.....
હવે હું એમને જવાબ આપું આપું ત્યાં તો,
એ ફોટો અને પોસ્ટ બધુ ડિલીટ ....
તો મને એ ના સમજાયું કે,
મારી એ પોસ્ટમાં કશું નોનવેજ તો હતુંજ નહીં..!
તો પછી..!
આવું કેમ ???
અને એમાં બિચારી વિદ્યાનો શું વાંક હે ??? 
એ ક્યા ઉઘાડી હતી, અકલે એની તસ્વીર...
વધ્યા તો સંપૂર્ણ વસ્ત્રમાં સજ્જ હતી ..
તો પણ..? બૌ કેવાય...
જોકે મે જે ફોટો મૂક્યો એમાં તો,
એના ગળાથી વિશેષ કંઈ જોવા ઈચ્છે તો પણ !
ના દેખાય એવી તસ્વીર મુકી હતી.
કેમકે એને કોઈ ગંદી નજર ના જુવે.....
કદાચ...! અકલેજ...! 😁
એવુ પણ બન્યુ હોય કદાચ...! કે એ તસવીરમા
જે ન જોવાનુ હોય, યા તો એજ જે જોવા જેવુ હોય,
એ જોવા ઈચ્છતા જીગ્યાસુને ના દેખાયું હોય .. 
અને એજ કારણે..... મન બૌ હસવુ આવેછ...!
કેમકે મે વિધ્યાનો ફોટો જ એવો મૂક્યો હતો કે એને કોઈ ગંદી નજરે ના જુવે ...
તો એ ભાઈ ચંદુને એમાં એવું તે શું ગંદુ દેખાયું..?
કે ...,
બિચારી વિધ્યાને પણ મારી નાખી !
અર્થાત :- ડિલીટ કરી નાખી . 
એ વિધ્યાના ફોટામાં
Ashoksinh Vala સાહેબે કમેંટ કરી કહેલું ..
પરેશ ભાઈ ફોટો સીધો કરો .....
ત્યારે જવાબમાં મે કહેલું ....
વ્હાલા હું ,મોબાઇલમા ફેસબુક શિખતો હતો,
એમાય વિધ્યા આડી આવી ..! 
મને હજુ એ ના સમજાયું કે હું આડો આવ્યો...?
કે પછી ..?
વિધ્યા આડી આવી ...!?
અરે ભાઈ.... તમે પણ કદાચ અશોક ભાઈ !
માફક કહ્યું હોત તો,
વિધ્યાને સીધી દૌર કરી નાખી હોત મે ...
અકલે કે વીધ્યાની તસ્વીરને
હુ સીધી કરી નાખત એમ કૌ છુ..!
પણ સાવ આવું ???
હવે કોઈ ન્યાય તો કરો કે,
આ આખીય ઘટનામાં મારો કઈ વાંક ગુનો છે ?
તો હું જાહેરમાં ક્ષમા માંગી લઉં ?
આ અઘટિત ઘટનામાથી લેવા જેવો સાર:-
કાં પૂર્ણ જ્ઞાની પાળવો યાતો,
મિત્ર તરીકે સાવ અજ્ઞાની રાખવો ....
પણ ! ભૂલથીયે
જીવનમાં ક્યારેય અર્ધ જ્ઞાનીને મિત્ર ના બનાવવો ....
નહીં તો આવા લોચા ઊભા થશે થશે ને થશે જ !
...    હં.... ....
બ્લાસ્ટ
ભૈ હુ તો ગ્યાની પણ નથી ને અગ્યાની પણ.! નથી...!
બસ હુ આયા કણે સાવ નવો નીશાળીયો છુ..!
મને તો બસ એટલીજ ખબર હતી..!
અકલે મારી સાથે પણ,
નવી નીશાળ જેવુજ થાય એમા કૈ નવાઈ....
અંતે નવાણીયો કુટાઈ ગ્યો.......
બોલ ફેસબુક માત કી........

No comments:

Post a Comment