Thursday, 9 August 2018

વર્ષો પહેલા એક ઘટના ઘટેલી.

વર્ષો પહેલા એક ઘટના ઘટેલી.
આ રચના અનંતે ત્યારે લખેલી.
વાત એમ બની કે,
પેલી અને અનંત વચ્ચે રોજ ચીઠ્ઠી ની આપ લે થતી.
આજુ બાજુ કોઈ જોતું નથી ને એ જોઈને.
પણ એક દિ' અધીરા અનંતે આસપાસ જોયા વીના,
છુપાઈને કોઈ જોતું નથી એમ ધારી,
પેલીના રવેશમા ચીઠ્ઠી ફેંકી નાકકડા પથ્થરમા વીંટીને.
અને, જાહેર થૈ ગૈ.
કેમકે પેલીની મા જોઇ ગૈ. અકલે.
અકલે કે ચીઠ્ઠી પકડાઈ ગૈ એમ.!
જોકે ચીઠ્ઠી સમેત એ બંને પણ પકડાઈ ગયા .
ત્યાર બાદ અક્કલ વગરના અનંત ના લીધે અકલે કે,
અનંતની ભૂલના કારણે પેલીને,
એની મા એ રીતસરની ઘઘલાવી નાખી.
અકલે પછી પેલીએ રિસાઈ ખીજાઈને,
અનંત સાથે વાત કરવાનું છોડી દીધુ.
જો કે અનંત ક્યારેય જાણી જોઈને ભૂલ ન કરતો.
પણ ભૂલ સામે ચાલીને અનંતના ગળે વળગી
એની પાસે ભૂલ કરાવતી હતી અકલે,
વાંક અનંતનો નૈ બલ્કે ભૂલનો હતો.
રૂઠેલાને માનવાનું કદી અનંતને આવડ્યુ નહીં કદાચ....
અકલેજ પ્રેમમાં કદી અનંતને પ્રેમ કરતા ફાવ્યુ નહીં. ક્યારેય....
હાં એને વેદના થતીજ અને,
ગુસ્સો પણ તુરંત આવી જતો.
એ ઘટના પછી અનંતે પેલી સાથે વાત કરવા,
વારંવાર પ્રયાસ કર્યો પણ પેલી એકજ વાત કહેતી
પહેલાં તુ તે કરેલી ભૂલની માફી માંગ.
અનંત કહેતો નૈ માંગુ માફી હુ..!
કેમકે મે ભૂલ નથી કરી બલ્કે,
ભૂલે મારી પાસે ભૂલ કરાવી છે.!
શુ ને શુ લોચા મારે છે કૈ ખબર નથી પડતી..!
આવો સાવ નહોતો ધાર્યો મે તને !
કદિ' બોલાવજે નૈ હવે પછી મને ..!
હુ તારા બધા કાગળીયા ફાડી નાખીશ એક દિ'જોજે..!
પેલીએ ગુસ્સે થૈ અનંતને આમ કહેલુ તેદિ'
અને પછી એ મો મચકોડી ભાગી ગૈ.
એ ગૈ અકલે અનંતે પણ ગુસ્સે થૈ પેલી ને કૈ દિધું
જા બે જા હવે તું મને ના બોલાવે તો કઈ નહીં...
જા..! તારી પણ કિટ્ટા..!
( ખબર નૈ કેકલી સાથે પહેલા પણ કિટ્ટા કરી હશે )
એ ઘટના પછી,
હ્રદયે અનુભવેલી વેદના અને,
મગજમા ભરેલ ગૂસ્સામાં
અનંતે આ રચના લખેલી.
હવે તું કઈ ધારે તોય શું ના ધારે તોય શું..!
મરેલાને તું મારે તોય શું ના મારે તોય શું..!
હું તો લખતો રહીશ વેદનાઓ.તારા હ્રદયમાં
હવે તું ઉતારે તોય શું..! ના ઉતારે તોય શું..!
મને રડવું આવે છે. તો હું રોતલ છું. બસ.!
તને રડવું આવે તોય શું ના આવે તોય શું..!
મે વિચારવાનું છોડી દીધું તારા વિષે.મારા,
વિષે તું વિચારે તોય શું ના વિચારે તોય શું..!
વાંચી લીધા છે તે કાગળ જે બધા.એ કાગળ,
હવે તું સાચવે તોય શું, ફાળી નાખે તોય શું..!
દૂધનો દાઝેલો નહીં. હું ખુદ દૂધ છું દાઝેલું.
હવે તું ઉકાળે તોય શું..! ના ઉકાળે તોય શું..!
ઉપર ઉપર રાખ બાજી છે. તેથી લાગુ ઠરેલ.
અંગારાને બાળે તોય શું ના બાળે તોય શું..!
હું લખતો રહીશ નીજ મસ્તીમાં.પીડા વ્યથા.
આનંદ કથા તું વાંચે તોય શું ના વાંચે તોય શું.
લે હું ખુદ જ દૂર ટળી જાઉં છું તારાથી ખુશ્શ.!
તારાથી મને તું દૂર ટાળે તોય શું.! ના ટાળે તોય શું.
"અનંત" કંટાળો આવે છે મને એક માત્ર પ્રેમ વીના
તને પ્રેમથી કંટાળો આવે તોય શુ કાંટાળો લાગે તોય શું.!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
“અનંત”
આમ અનંત પ્રેમમાં અનંત પ્રેમના પાવર થકી,પાવર કરી.,
પછી પારાવાર પીડાતો અને, સતત ,સખત લખતો રહેતો...
Comments
Pravin Miyaatra ઉપર ઉપર રાખ બાજી છે. તેથી લાગુ ઠરેલ. 
અંગારાને બાળે તોય શું ના બાળે તોય શું.
Manage
6y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર જી'' પ્રવીણ તને પણ એની એટલેકે "અનંતની "એજ પંક્તી ગમી જે મને પણ ખૂબ ગમી.. અને મને બીજી આ પંક્તી ગમી. >>>>>>>>>>>>> 
>>>>વાંચી લીધો છે જે કાગળ બધાયે . એ કાગળ, 
>>>>>>એને હવે તું ફાળે તોય શું ના ફાળે તોય શું.


કેટલી વેધક વાત છે નૈ ? કે જ્યારે પ્રેમ નામની પોલ ખૂલી જ ગઈ હોય પછી પણ છુપાવવાના વામણા પ્રયાસો કરવાની માનવીની આ આદત .... ! 

હવે જ્યારે ચિઠ્ઠી વંચાઇ જ ગઈ હોય ને બધાને ખબર પડી જ ગઈ હોય એમના પ્રેમ પ્રકરણ વિષે તો પછી સહજતાથી કોઈ શ્વિકાર કેમ નહીં કરતું હોય .... ? શું પ્રેમના શ્વિકારમાં પણ દંભ હોય શકે ??? કેટલાય પ્રશ્નો ખાડા થઈ જાય એવું 

સાલું અઘરું લખી નાખ્યું છે એણે નૈ .. પ્રવીણ ?
Manage
6y
LikeShow more reactions
Prerana Shah ક્યાંથી લાવુ એ સુર પાછો મને કોઇ નવા શબ્દ તો આપો એ જુની કવિતાથી નાતો મારો ટુટી ગયો.
Manage
3y
LikeShow more reactions
Pravin Miyaatra તો સુકાયેલ કંઠ ફરી ભીના બને..
જો ટહુકો કરવાને વન મળે..
Manage
3y
LikeShow more reactions
Prerana Shah તો વન ની પાનખર બને વસંત ,
વન બને ઉપવન।
Manage
3y
LikeShow more reactions
Shri Kkparmar કેવી કરુણ કાળજાની કથા !

વાહ ! ' અનંત ' તારી વ્યથા !!
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra & Prerana Shah બૌ કેવાય ,મારે ઘેર મુશાયરો 'ને હુંજ હાજર નૈ ...'ને હું હાજર હૌ ત્યારે તમે દેખાવ નૈ .... 

ખૈર,,,,, ટૂંકો પણ બૌ મસ્ત મુશાયરો ...... 
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar.... તમારી વાહ વાહ નો અંતરનાદ .... 

બ્રહમાંડમાં તરતો તરતો "અનંત" સુધી પહોંચે તો મારુએ થોડું ઋણ ઉતરે........
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Prerana Shah ક્યાંથી લાવુ એ સુર પાછો મને કોઇ નવા શબ્દ તો આપો એ જુની કવિતાથી નાતો મારો ટુટી ગયો.

**********************


તમારી આ નાનકડી કાવ્ય કાણિકા વાંચી મને "અનંત" ની એક રચના નો પહેલો શેર યાદ આઈ ગ્યો.... 

એણે લખ્યું હતું કે.... 

સાગર નહીં, એક ઝરણું તો આપો. 
ડૂબી રહ્યો છું છેક, તરણું તો આપો. 

"અનંત" લિખિત આ આખી રચના આજ પણ અહી તહિ ક્યાક ભટકતી હશે...
Manage
2y
LikeShow more reactions
Shri Kkparmar એ ..... તમતમારે... સાદ પહોંચી ગયો એના સરનામે .....!!!!!!
Manage
2y
LikeShow more reactions
Kaushik Savariya kavi no gusso pan kavyatmak j hoi ne.........................
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar એ........હાં.... રે...હાં, હું બૌ ખુશ થયો.... 

જ્યાં મારો અવાજ નથી પહોંચતો ત્યાં તમારો સાદ પહોંચી ગયો.... 
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya ભા..આ.આ.આ.આ.ઇ..ઇ..ઈ.... 

તમારી વાત સાચી છે.


શ્રી ભાઈ નો ગુસ્સો વાજબી છે .... 

કેમકે એ એક કવિ છે ..! 
Manage
2y
LikeShow more reactions
Kaushik Savariya sav sachu mitra
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર फीर ! 
वही तो ...
Manage
2y
LikeShow more reactions
Shree Nasib mne ny samjatu atare k su khu aa vachi ne mne mari smiritiyo najar same tari aave che bhul thi bhul ty jy pn e bhul e smji ny skta k bhul Thi ty gyu htu......man ma ghnu hoy ne chera pr ky j nY dekhatI bhavna varu imoji..
Manage
51w
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર તને સમજાશે પણ નૈ ... 
!
!

!
!
!
!

કેમકે તારામાં અક્કલ છે ..!

અક્કલ વગરનું ઇ મૌજી ..!
Manage
49w
LikeShow more reactions
Shree Nasib Uh bov daya hooo akal hot ne to hu eney samjavi det pn jva do aajkal aavse te di khis....Akkal.nu kam enu htu maru ny...
Manage
49w
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર હવે, મૂકને માથાકૂટ ! 

તને એમ કે મને તું જે કહે છે એ સમજાય છે 

પણ સાચું કૌ જો કે તને ગમશે નહીં 

તો પણ કૌ છું કે , તારી બધીજ વાતો મારે ઉપરથી જાય છે !
Manage
1m
LikeShow more reactions

No comments:

Post a Comment